બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જમ્મુ કાશ્મીરમાં ઈન્ડીયન એરફોર્સના કાફલા પર આતંકી હુમલો, ઘણા જવાનો ઘાયલ

logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Major police operation in Dwarkas Okha 5 arrested including 3 Iranian nationals

ધમધમાટ / દ્વારકાના ઓખામાં પોલીસનું મોટું ઓપરેશન, 3 ઈરાની નાગરિક સહિત 5 સકંજામાં, એક બોટ, 1 સેટેલાઈટ ફોન સહિત આ મુદ્દામાલ ઝડપાયો

Kishor

Last Updated: 05:20 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેવભુમી દ્રારકા પોલીસે બોટ સાથે ત્રણ ઇરાની સહીત પાંચ આરોપીને હેરોઇનના જથ્થા, સેટેલાઇટ ફોન, જીપીએસ તથા ઇરાની ચલણી નોટો મળી લાખોનો મુદામાલ સાથે દબોચી લીધા હતા.

  • દ્વારકા ઓખાના સમુદ્રમાંથી પકડાઇ બોટ 
  • જિલ્લા પોલીસ અધિક્ષક નીતિશ પાંડેની પત્રકાર પરિષદ 
  • પોલીસે ચોક્કસ બાતમી પરથી સમગ્ર ઓપરેશન કર્યુ : SP

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમુદ્રમાર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃતી અટકાવવા કોસ્ટલ સિક્યુરીટીને ગંભીરતા પુર્વક ધ્યાને લઇ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ હંમેશા પ્રયત્નશીલ છે. આવી સ્થિતિ વચ્ચે ઓખા મરીન પોલીસને સફળતા મળી છે. જેમાં ઓખા પાસે આવેલ સીગ્નેચર બ્રીજ નજીક શંકાસ્પદ બોટ આવતી હોવાની પોલીસના કાને વાત પડી હતી. જેને લઈને પોલીસે દોડી જઇ કાર્યવાહી હાથ ધરી હતી. જ્યા અંધારામાં એક શંકાસ્પદ બોટ ઝડપાઇ હતી. જ્યા તપાસ કરતા બોટમાંથી ત્રણ ઇરાની નાગરીક તથા એક ભારતીય નાગરીક મળી આવ્યા હતા. વધુમાં તપાસ દરમિયાન આરોપી મુસ્તુંફા મહંમદ સઇદ, (ઉં.વ.૩૮, ધંધો.માછીમારી, રહેલુરાન મોહલ્લા, જસ્ક શહેર, દેશ ઇરાન) પાસેથી ૧૦,૦૨ ગ્રામ હીરોઇન મળી આવ્યું હતું. જેની આંતરરાષ્ટ્રીય બજાર કિ.રૂ ૫૧૦૦૦ નો જથ્થો પોલીસે જપ્ત કર્યો હતો.

Major police operation in Dwarkas Okha 5 arrested including 3 Iranian nationals

ટેકનિકલ ઇનપુટના આધારે ધરાયું સમગ્ર ઓપરેશન :SP 

દ્વારકા ઓખાના સમુદ્રમાંથી પકડાઇ બોટ મામલે જિલ્લા પોલીસ અધિક્ષક નીતીશ પાંડેએ પત્રકાર પરિષદ યોજી હતી. આ દરમિયાન પત્રકારોને માહિતી આપતા તેઓએ કહ્યું હતું કે પોલીસે ચોક્કસ બાતમી પરથી સમગ્ર ઓપરેશનમાં સફળતા મેળવી છે. પોલીસ અધિકારીના જણાવાયા અનુસાર ટેકનિકલ ઇનપુટના આધારે સમગ્ર ઓપરેશન હાથ ધરાયુ હતું.

Major police operation in Dwarkas Okha 5 arrested including 3 Iranian nationals
જિલ્લા પોલીસ અધિક્ષક નીતીશ પાંડેએ પત્રકાર પરિષદ યોજી

આ મુદામાલ ઝડપાયો
પોલીસે આરોપી આરોપી અશોક કુમાર મુથુરેલા (37 વર્ષ રેહવાસી કોઈયંબતુર, તમિલનાડું),મુસ્તુફા મહમ્મદ સયદ બલુચી (38.વર્ષ, ઈરાન), જોશમ અલી ઈશક બલુચી (25.વર્ષ, ઈરાન) અને અમીર અલી શાહકરમ બલુચી (19.વર્ષ, ઈરાન) તથાઆનંદ મુથુરેલા (35 વર્ષ રેહવાસી કોઈયંબતુર, તમિલનાડું)ને દબોચી લીધા હતા. તપાસમાં આરોપીઓ પાસેથી 1 થુરાયા સેટેલાઈટ ફોન, 8 મોબાઈલ ફોન, 10 ગ્રામ હેરોઇન, લેપ ટોપ,  250000 ઈરાની રિયાલ(પૈસા), 1 બોટ,15 ATM કાર્ડ તથા  2 પાસ પોર્ટ, 1 gps ડીવાઈસ સહિત નો મુદામાલ કબજે કરાયો હોવાનું સત્તાવાર રીતે જાહેર થવા પામ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ