બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mahsana district has the highest prevalence of vitiligo

વકર્યો / મહેસાણામાં આ રોગે તો માઝા મૂકી, 70 ટકા લોકો પીડિત, ગર્ભવતી મહિલાઓ-બાળકો પણ ચપેટમાં

Dinesh

Last Updated: 09:48 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mehsana News : હેલ્થ વિભાગના સર્વેમાં જાણવા મળ્યું કે, મહેસાણા જિલ્લામાં સૌથી વધુ પાંડુરોગ પીડિતનું પ્રમાણ 70 ટકા છે તેમજ પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં આ પ્રમાણ વધુ નોંધાયું છે

  • મહેસાણા જિલ્લામાં સૌથી વધુ પાંડુરોગનું પ્રમાણ 
  • 70 ટકા લોકો પાંડુરોગથી પીડિત 
  • 6 થી 18 વર્ષની ઉંમરનાં બાળકોમાં પાંડુરોગ વધુ 

 

Mehsana News : મહેસાણા જિલ્લામાં પાંડુરોગનું પ્રમાણ રાજ્યમાં સૌથી ઊંચું હોવાનું સામે આવ્યું છે. હેલ્થ વિભાગના સર્વેમાં જિલ્લામાં 70 ટકા લોકો પાંડુરોગથી પીડિત છે. તો 6 થી 18 વર્ષના યુવા અને કિશોર વર્ગમાં પાંડુરોગનું પ્રમાણ 17 ટકાની આસપાસ જોવા મળ્યું છે. જિલ્લામાં 6થી 18 વર્ષનાં 26,808 બાળકોમાં કુપોષણ, પાંડુરોગ, વિટામીનની ઉણપ જોવા મળી રહી છે. તો 18 વર્ષ થી ઉંમર થી મોટી વયના લોકોમાં આ પ્રમાણ 70 ટકાની આસપાસ છે.

સૌથી વધુ મહિલાઓમાં જોવા મળી રહ્યો છે
ખાસ કરીને પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં આ પ્રમાણ વધુ નોંધાયું છે. લોહીની ઉણપની સ્થિતિ સૌથી વધુ મહિલાઓમાં જોવા મળી રહી છે. આ સ્થિતિના સર્જન પાછળ ક્યાં પરિબળ જવાબદાર છે તે જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા એક સંશોધન હાથ ધરવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ  સગર્ભા મહિલા પૈકી  મહિલાઓમાં ઓછું હિમોગ્લોબીન નોંધાયું છે. ત્યારે આ વિષય હવે આરોગ્ય વિભાગ માટે પણ પડકાર જનક બની ગયો છે.

આરોગ્ય તપાસણી
રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં ચકાસણી દરમિયાન બાળકોમાં પણ આ સ્થિતિ જોવા મળી છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલથી જુલાઈ ચાર મહિનામાં જિલ્લાની તમામ શાળાઓમાં કરાયેલી આરોગ્ય તપાસણી કાર્યક્રમમાં 0થી 6 વર્ષ સુધીનાં 92,648 બાળકોને તપાસવામાં આવ્યાં હતાં. જેમાં  6થી 18 વર્ષની ઉંમરના તપાસવામાં આવેલાં 82,374 બાળકો પૈકી 14,449 બાળકો માત્ર પાંડુરોગના મળી આવ્યાં છે.

આરોગ્ય વિભાગ માટે પણ પડકારજનક 
જિલ્લામાં લોહીની ઉણપની સ્થિતિ સૌથી વધુ મહિલાઓમાં જોવા મળી રહી છે. આ સ્થિતિના સર્જન પાછળ ક્યાં પરિબળ જવાબદાર છે તે જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા એક સંશોધન પણ હાથ ધરવામાં આવ્યું છે. એક રિપોર્ટ મુજબ મહેસાણા જિલ્લામાં 10 સગર્ભા મહિલા પૈકી 5 મહિલાઓમાં 9 ટકા કરતા ઓછું હિમોગ્લોબીન નોંધાયું છે. ત્યારે આ વિષય હવે આરોગ્ય વિભાગ માટે પણ પડકાર જનક બની ગયો છે

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ