Mahindra thar 4x4 એવરેસ્ટ વ્હાઈટ, બ્લેઝિંગ બ્રોન્જ, એક્વા મરીન, રેડ રેજ, નેપોલી બ્લેક અને ગેલેક્સી ગ્રે કલરમાં ઉપલબ્ધ. આ તમામ કલર RWD વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે.
• Mahindra thar 4x4 કુલ 6 કલરમાં ઉપલબ્ધ.
• SUVના ટૂ-વ્હીલ ડ્રાઈવ વેરિએન્ટની કિંમત રૂ.9.99 લાખ.
• thar 4x4માં કંપનીએ બે અલગ અલગ એન્જિનના વિકલ્પ
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ જાન્યુઆરી 2023માં ઓફરોડિંગ વેહિકલ મહિન્દ્રા થારના ટૂ-વ્હીલ ડ્રાઈવ વેરિએન્ટ લોન્ચ કર્યું હતું. તે સમયે SUV નવા ટ્રાંસમિશન તથા અન્ય બે નવા કલર (એવરેસ્ટ વ્હાઈટ અને બ્લેઝિંગ બ્રાંજ) સાથે લોન્ચ કરવામાં આવી હતી. કંપનીએ આ બે કલરને ફોર વ્હીલ ડ્રાઈવ Mahindra thar 4x4માં પણ શામેલ કર્યા છે. ઉપરાંત ફોર વ્હીલ ડ્રાઈવ વેરિએન્ટ કુલ 6 કલરમાં પણ ઉપલબ્ધ છે. આ 6 કલરમાં એવરેસ્ટ વ્હાઈટ, બ્લેઝિંગ બ્રોન્જ, એક્વા મરીન, રેડ રેજ, નેપોલી બ્લેક અને ગેલેક્સી ગ્રે કલર શામેલ છે. આ તમામ કલર RWD વેરિએન્ટમાં પણ ઉપલબ્ધ છે.
કિંમત
બે વેરિએન્ટ્સ AX (O) અને LX માં આવનાર મહિન્દ્રા થાર, સોફ્ટ અને હાર્ડ ટોપ બંને બોડી સાથે આવે છે. આ લાઈફસ્ટાઈલ ઓફ રોડિંગ SUVના ટૂ-વ્હીલ ડ્રાઈવ વેરિએન્ટની કિંમત 9.99 લાખ રૂપિયા અને ફોર-વ્હીલ ડ્રાઈવ વેરિએન્ટની શરૂઆતની કિંમત 13.59 લાખ રૂપિયા (એક્સ શોરૂમ) છે.
thar 4x4: બે એન્જિનનો વિકલ્પ
thar 4x4માં કંપનીએ બે અલગ અલગ એન્જિનના વિકલ્પ આપ્યા છે. જેમાં 2.0 લીટરની ક્ષમતાનું પેટ્રોલ એન્જિન આવે છે, જે 150PSનો પાવર અને 320Nmનો ટાર્ક જનરેટ કરે છે. ડીઝલ વેરિએન્ટમાં 2.2 લીટરનું ડીઝલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 130PSનો પાવર અને 300Nmનો ટાર્ક જનરેટ કરે છે. બંને એન્જિન 6 સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટીક ગિઅરબોક્સ સાથે આવે છે.
That RWD:
That RWDમાં પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિનનો વિકલ્પ આપવામાં આવ્યો છે. કંપનીએ 1.5 લીટરની ક્ષમતાનું ડીઝલ એન્જિન આપ્યું છે, જે 118PSનો પાવર અને 300Nmનો ટાર્ક જનરેટ કરે છે. 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન ગિઅરબોક્સ આપવામાં આવ્યું છે. પેટ્રોલ એન્જિનમાં 2.0 લીટરનું ટર્બો એન્જિન છે, જે ફોર વ્હીલ ડ્રાઈવ વેરિએન્ટમાં પણ આપવામાં આવે છે.
ફીચર્સ
Mahindra tharમાં કંપનીએ એડ્રોઈડ ઓટો અને એપ્પલ કાર પ્લે સાથે સાત ઈંચની ટચસ્ક્રીન ઈંફોટેનમેન્ટ સિસ્ટમ, ક્રૂઝ કંટ્રોલ, LED DRLs સાથે હેલોજન હેડલાઈટ્સ, ઈલેક્ટ્રિકલી કંટ્રોલ એસી અને સ્ટીઅરિંગ માઉન્ટેડ કંટ્રોલ જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે. જેમાં વોશેબલ ઈન્ટીરિયર ફ્લોર અને ડિટેચેબલ રૂફ પેનલ પણ આપવામાં આવી છે. સુરક્ષાના ભાગરૂપે ડ્યુઅલ ફ્રંટ એરબેગ, ઈબીડીની સાથે EBS, હિલ ડિસેંટ કંટ્રોલ, ટ્રૈક્શન કંટ્રોલ, રિઅર પાર્કિંગ સેંસર અને ફ્રંટ સીટ બેલ્ટ રિમાઈન્ડરનું પણ ફીચર આપવામાં આવ્યું છે.