બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / સ્પોર્ટસ / Cricket / Mahi helicopter shot did not go against Vaibhav Arora, MS Dhoni was shocked to see the bowling

IPL 2023 / KKRના આ 'અનકેપ્ડ' બોલર' સામે ન ચાલ્યો માહીનો હેલિકોપ્ટર શૉટ, MS DHONIને કર્યો ક્લીન બોલ્ડ!

Megha

Last Updated: 11:46 AM, 15 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધોનીની સામે બોલિંગ કરવા માટે વૈભવ અરોરા આવ્યો ત્યારે તેણે ઓવરનો પાંચમો બોલ વાઈડ ફેંક્યો જે બાદ વૈભવએ પોતાની જાતને સાબિત કરી અને ધોનીને મોટા શોટ મારતા અટકાવ્યો હતો.

  • CSKના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો
  • ધોનીની સામે બોલિંગ કરવા માટે વૈભવ અરોડા આવ્યો હતો 
  • વૈભવ એ ધોનીને બંને બોલ પર મોટા શોટ મારતા અટકાવ્યો હતો

ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2023 T20 મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ એ રવિવારે ચેન્નાઈ સુપર કિંગ્સ ને છ વિકેટે હરાવ્યું. પહેલા બેટિંગ કરતા ચેન્નાઈએ છ વિકેટે 144 રન બનાવ્યા હતા. KKRએ 18.3 ઓવરમાં ચાર વિકેટે આસાનીથી લક્ષ્ય હાંસલ કરી લીધું હતું. કેકેઆર તરફથી કેપ્ટન નીતિશ રાણાએ અણનમ 57 અને રિંકુ સિંહે 54 રનનું યોગદાન આપ્યું હતું. બંનેએ ચોથી વિકેટ માટે 99 રનની ભાગીદારી કરી હતી. ચેન્નાઈ તરફથી દીપક ચહરે ત્રણ વિકેટ ઝડપી હતી. જણાવી દઈએ કે મેચમાં CSKના કેપ્ટન ધોનીએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. મેચમાં ધોની પણ છેલ્લી ઓવરમાં બેટિંગ કરવા આવ્યો હતો પરંતુ માહી સાથે કંઈક એવું થયું જેની કોઈએ અપેક્ષા પણ નહોતી કરી. 

હવે થયું એવું કે જ્યારે ધોનીની સામે બોલિંગ કરવા માટે વૈભવ અરોરા આવ્યો ત્યારે તેણે ઓવરનો પાંચમો બોલ વાઈડ ફેંક્યો હતો અને એ સમયે લાગ્યું કે કદાચ આ યુવા બોલર માહીનું દબાણ સહન ન કરી શક્યો. આ જ કારણ હતું કે આગળનો બોલ પણ વૈભવનો નો બોલ ફેંક્યો હતો. હવે એ સમયે ધોની ફ્રી હિટ બોલ રમતો હતો અને ધોનીની સામે કોઈપણ બોલર માટે ફ્રી હિટ બોલ ફેંકવી એ પોતાના પગ પર કુલ્લહાડી મારવા જેવું છે પણ વૈભવ અરોરાએ પોતાની જાતને સાબિત કરી અને ધોનીને બંને બોલ પર મોટા શોટ મારતા અટકાવ્યો હતો. 

જણાવી દઈએ કે ધોની 'ફ્રી હિટ' બોલ પર સ્કોર કરી શક્યો ન હતો જેણે બધાને ચોંકાવી દીધા હતા, વૈભવે ઓફ સ્ટમ્પ પર યોર્કર ફેંક્યું હતું, જેને માહી રમવામાં નિષ્ફળ ગયો હતો અને બોલ્ડ થયો હતો. તે એક એવી ક્ષણ હતી જેણે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા. પછીના બોલ પર બોલરે ફુલ લેન્થ પર બોલ ફેંક્યો, આ બોલ પર પણ ધોનીનું હેલિકોપ્ટર ચાલી શક્યું નહીં, પરંતુ ધોનીને બે રન લેવાની તક મળી હતી. 

જણાવી દઈએ કે ઓવરનો પાંચમો બોલ મિસ થયા બાદ ધોનીના ચહેરા પર આશ્ચર્ય જોવા મળ્યું હતું. આનાથી સ્પષ્ટ હતું કે ભારતીય બોલરના શ્રેષ્ઠ બોલનો સામનો કરીને ધોની ચોંકી ગયો હતો. ધોનીની આ પ્રતિક્રિયા ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. તે જ સમયે ધોનીની સામે વૈભવની શાનદાર બોલિંગે માત્ર KKR જ નહીં પરંતુ ખુદ ધોનીનું પણ દિલ જીતી લીધું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ