ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Assembly election 2023 / madhya pradesh election results 2023

Assembly Elections 2023 / મધ્યપ્રદેશમાં ભાજપને ગલગલિયા, 70થી વધુ બેઠકો પર આગળ, કોંગ્રેસ 28માં, ફરી કમળ ખીલે ખરું

Published By: Hiralal

Last Updated: 08:43 AM, 3 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં શરુઆતના રુઝાનમાં ભાજપ 70થી વધુ બેઠકો પર આગળ ચાલી રહી છે તો કોંગ્રેસ 28માં આગળ ચાલી રહી છે.

ADVERTISEMENT

  • મધ્યપ્રદેશમાં એક્ઝિટ પોલ સાચા પડે ખરા
  • 70થી વધુ બેઠકો પર રુઝાન 
  • ભાજપ 47 તો કોંગ્રેસ 28 પર આગળ

મધ્યપ્રદેશમાં એક્ઝિટ પોલ સાચા પડે તેવી શક્યતા છે મતગણતરીના શરુઆતના રુઝાનોમાં ભાજપ 70થી વધુ બેઠકો પર આગળ ચાલી રહ્યો છે જ્યારે કોંગ્રેસ પાછળ રહી ગયો છે. 230 બેઠકો ધરાવતા મધ્ય પ્રદેશમાં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે છે. 2018થી 2020 વચ્ચેના દોઢ વર્ષને બાદ કરતાં મધ્યપ્રદેશમાં છેલ્લા બે દાયકાથી ભાજપ સત્તામાં છે. શિવરાજ સિંહ ચૌહાણ ચાર વખત મુખ્યમંત્રી રહી ચૂક્યા છે.  

ભાજપ 125-150 બેઠકો જીતશે, નરોત્તમ મિશ્રાનો દાવો
મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યું, "આ લોકશાહીનું મહાપર્વ છે અને આ તહેવારમાં લોકોની ભાગીદારી પણ વધી છે... ત્યાં વધુ મતદાન થયું છે... ભાજપની સરકાર બનવા જઈ રહી છે... અમે 125-150 બેઠકો જીતીશું.

સીએમ શિવરાજે મતગણતરી પહેલા શું કહ્યું?
મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે દાવો કર્યો હતો કે તેમની પાર્ટી ભાજપ પ્રચંડ બહુમતી સાથે સત્તા જાળવી રાખશે. ભાજપ પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવવા જઈ રહી છે. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, "વડાપ્રધાન મોદીજી પ્રત્યેના પ્રેમ અને વિશ્વાસ, કેન્દ્ર અને રાજ્યની યોજનાઓ, મધ્યપ્રદેશના અભૂતપૂર્વ વિકાસને કારણે ભાજપને વધુ બેઠકો મળશે.

એક્ઝિટ પોલમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધી ટક્કર 
કેટલાક એક્ઝિટ પોલમાં બંને મુખ્ય પક્ષો વચ્ચે સીધી હરીફાઈમાં વર્તમાન ભાજપને કોંગ્રેસ કરતા આગળ રાખવામાં આવી છે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી 17 નવેમ્બરના રોજ એક જ તબક્કામાં યોજાઇ હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Assembly Elections 2023 Election Election Results 2023 Rajasthan Assembly Election 2023 વિધાનસભા ચૂંટણી 2023 Assembly Elections 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ