બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / M S Dhoni talked with Virat kohli for 35 minutes before ind vs aus final match
Vaidehi
Last Updated: 04:34 PM, 20 November 2023
ADVERTISEMENT
ઑસ્ટ્રેલિયાની સામે ફાઈનલમાં ટીમ ઈન્ડિયાને મળેલી હારે કરોડો ફેન્સનું દીલ તોડ્યું. માત્ર ફેન્સ જ નહીં પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ અત્યંત નિરાશ દેખાયા હતાં. મીડિયા રિપોર્ટસ્ અનુસાર ઑસ્ટ્રેલિયાની સામે મેચ પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીએ આશરે 35 મીનિટ સુધી વિરાટ કોહલી સાથે વાતચીત કરી હતી. આ બાદ તેઓ રૂમમાં મેચ જોવા લાગ્યાં. પણ સતત વિકેટ ગયાં બાદ તેઓ થોડીવાર માટે રૂમમાંથી બહાર આવ્યાં હતાં અને પછી ફરી રૂમમાં મેચ જોવા જતાં રહ્યાં હતાં.
MS Dhoni remains the last Indian captain to win the ICC trophy. pic.twitter.com/X0wqe7pOf0
— Mufaddal Vohra (@mufaddal_vohra) November 19, 2023
ADVERTISEMENT
એક પછી એક વિકેટ પડતાં ધોની નિરાશ થયાં
મીડિયા રિપોર્ટસ્ અનુસાર જ્યારે ભારતીય ટીમનાં પહેલાં 3 બેટર પેવેલિયનમાં પાછા વળ્યાં ત્યારે મહેન્દ્ર સિંહ ધોની ચિંતિત દેખાયા હતાં. આ દરમિયાન પત્ની સાક્ષી સહિત તમામ પરિવારજનો પૂર્વ કેપ્ટન ધોનીને સમજાવવા લાગ્યાં હતાં. જો કે આ બાદ માહી ફરી રૂમમાં જતાં રહ્યાં અને ફાઈનલ મેચ ટીવી પર જોવા લાગ્યાં હતાં. ત્યાં રહેલા ગાર્ડ અનુસાર મેચ દરમિયાન ધોની રૂમમાં એકલા જ મેચ જોઈ રહ્યાં હતાં.
Happy Birthday Sakshi Dhoni 🤩🫶❤️#MSDhoni pic.twitter.com/RhNQMQvwff
— Chakri Dhoni (@ChakriDhoni17) November 19, 2023
થોડા દિવસો પહેલાં માહી ઉત્તરાખંડ ગયાં હતાં
પત્ની સાક્ષીનાં જન્મદિવસનું સેલિબ્રેશન કરવા માટે એમ.એસ.ધોની ઉત્તરાખંડ ગયાં હતાં. જ્યાં પરિવારે શાંતિપૂર્ણ નેચરની વચ્ચે મીની ટ્રીપ એન્જૉય કરી. ફેન્સ અનુસાર આ દરમિયાન પણ ધોની ત્યાં રહેલા ટીવીમાં વર્લ્ડકપ મેચ જોતા હતાં અને અપડેટેડ રહેતાં હતાં.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT