બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Lucknow highcourt issues notice to Manoj Muntasir regarding film adipurush dialogues

Adipurush / આદિપુરુષમાં વિવાદિત ડાયલોગ લખનાર મનોજ મુંતશિરની લાગી ગઈ 'લંકા', નોટિસ ઈશ્યૂ, મેકર્સ પર અલ્હાબાદ હાઈકોર્ટની કડકાઇ

Vaidehi

Last Updated: 06:12 PM, 27 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લેખક મનોજ મુંતશિરની મુશ્કેલીઓમાં વધારો,લખનઉ હાઈકોર્ટે તેમને નોટિસ ફટકારી કોર્ટમાં હાજર રહેવાનાં આદેશ આપ્યાં છે.

  • આદિપુરુષ ફિલ્મનાં લેખકની મુશ્કેલીમાં વધારો
  • લખનઉ હાઈકોર્ટે આપ્યાં આદેશ
  • મનોજ મુંતશિરે આપવી પડશે કોર્ટમાં હાજરી

Adipurush Controversy: લખનઉ હાઈકોર્ટની બેંચે આદિપુરુષ ફિલ્મ પર ચાલી રહેલા વિવાદ મામલે 2 જનહિત અરજીઓ પર આજે સુનાવણી કરી હતી. સુનાવણી ઉપરાંત ન્યાયાલયે ફિલ્મનાં ડાયલોગ લેખક મનોજ મુંતશિરને પક્ષકાર બનાવવાની અરજીનો સ્વીકાર કરતાં તેમને નોટિસ ફટકારી છે. એટલે કે હવે લેખકે લખનઉ કોર્ટમાં હાજરી આપીને લાગેલા આક્ષેપો પર કોર્ટને જવાબ આપવાની ફરજ પડશે.

બુધવારે કરવામાં આવશે સુનાવણી
ન્યાયમૂર્તિ રાજેશસિંહ ચૌહાણ અને શ્રી પ્રકાશ સિંહની પીઠે કુલદીપ તિવારી અને નવીન ધવનની અરજીઓ પર આ નિર્ણય લીધો હતો. આ મામલાની સુનાવણી બુધવારે કરવામાં આવશે. આ સિવાય ડેપ્યુટી સોલિસિટર જનરલ એસ.બી. પાંડેને કેન્દ્ર સરકાર તેમજ સેંસર બોર્ડ પાસેથી મામલા અંગેની માહિતી મેળવીને કોર્ટમાં સોંપવાનો આદેશ આપ્યો છે.

ફિલ્મ આદિપુરુષ થઈ ફેલ 
આદિપુરુષે બીજા શનિવારે 5.25 કરોડ અને રવિવારે 6 કરોડની કમાણી કરી હતી. શનિવારની સરખામણીએ કલેક્શનમાં નજીવી વૃદ્ધિ જોવા મળી હતી. જો કે ભારતમાં પહેલા 3 દિવસમાં 220 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પછી ધીરે ધીરે વિવાદ એ રીતે ફિલ્મ પર હાવી થયો કે 500 કરોડમાં બનેલી ફિલ્મ દરરોજ ડૂબવા લાગી. હવે પ્રભાસની ફિલ્મ માટે ભારતમાં 300 કરોડની કમાણી કરવી મુશ્કેલ બની રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ