બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / LPG Gas Cylinder Subsidy check how can and how much subsidy you can get

તમારા કામનું / ગેસ સિલિન્ડર પર કઈ રીતે અને કેટલા રૂપિયા સબ્સિડી મળશે, અહીં સરળ રીતે મેળવો સંપૂર્ણ જાણકારી

Noor

Last Updated: 10:03 AM, 19 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગેસ સિલિન્ડર પર કેટલા રૂપિયા અને કેવી રીતે મળશે સબ્સિડી, જાણી લો સંપૂર્ણ જાણકારી.

  • ગેસ સિલિન્ડરના ગ્રાહકો માટે કામના સમાચાર
  • રાંધણ ગેસની વધતી કિંમતોથી સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે
  • આ રીતે ગેસ સિલિન્ડર પર મળે છે સબ્સિડી

દેશભરમાં રાંધણ ગેસની વધતી કિંમતોથી સામાન્ય જનતા પરેશાન થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર તરફથી સામાન્ય જનતાને સબ્સિડીની સુવિધા આપવામાં આવે છે. દેશના ઘણાં રાજ્યોમાં ગ્રાહકોને અલગ-અલગ સબ્સિડી આપવામાં આવે છે. જે લોકોની વાર્ષિક આવક લગભગ 10 લાખ રૂપિયાથી ઉપર છે તેમને સબ્સિડીની સુવિધા નથી આપવામાં આવતી. એલપીજી સિલિન્ડરની કિંમતોમાં 1 માર્ચે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

કેટલી મળે છે સબ્સિડી?

ગેસના એક સિલિન્ડર પર ગ્રાહકોને 153.86 રૂપિયા આપવામાં આવે છે, જેને કેન્દ્ર સરકારે વધારીને 291.48 રૂપિયા કરી દીધા છે. જ્યારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ પહેલાં 174.86 રૂપિયા સબ્સિડી આપવામાં આવતી હતી, જેને વધારીને 312.48 રૂપિયા કરી દેવામાં આવી છે.

સબ્સિડી મળી રહી છે કે નહીં? ઘરે બેઠા કરો ચેક

  • સૌથી પહેલાં તમારે ઈન્ડિયન ઓઇલની વેબસાઇટ https://cx.indianoil.in/ પર વિઝિટ કરવાની રહેશે.
  • હવે Subsidy Status અને Proceed પર ક્લિક કરો.
  • ત્યારબાદ Subsidy Related (PAHAL)ના ઓપ્શન પર ક્લિક કરો. પછી Subsidy Not Received પર ક્લિક કરો.
  • તમારો રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને LPG ID નોંધાવો.
  • ત્યારબાદ તેને વેરિફાય કરો અને સબ્મિટ કરી દો.
  • ત્યારબાદ તમારી તમામ જાણકારી મળી જશે.

આ નંબર પર કરી શકો છો સંપર્ક 

સબ્સિડી ન મળવાનું મોટું કારણ એલપીજી આઇડીનું એકાઉન્ટ નંબર સાથે લિંક ન હોવું હોઈ શકે છે. તેના માટે તમે પોતાના નજીકના ડિસ્ટ્રીબ્યૂટરનો સંપર્ક કરીને પોતાની સમસ્યા જણાવો. આ ઉપરાંત ટોલ ફ્રી નંબર 18002333555 પર કોલ કરીને પણ તમે પોતાની ફરિયાદ નોંધાવી શકો છો.

આધાર કાર્ડ કેવી રીતે લિંક કરાવવું

જો તમે ઇન્ડેન ગેસના ગ્રાહક છો તો તમે પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી SMS મોકલીને લિંક કરી શકો છો. તેના માટે તમારે પોતાના મેસેજ બોક્સમાં IOC ટાઇપ કરવાનું છે. પછી એજન્સીના ટેલીફોન નંબરનો STD કોડ અને ગ્રાહક સંખ્યા ટાઇપ કરીને કસ્ટમર કેરમાં મોકલી દો. એકવાર તમારો મોબાઇલ નંબર રજિસ્ટર થઈ જાય તો UID <આધાર નંબર> ટાઇપ કરીને એજન્સીના નંબરમાં આપો. તેનાથી પણ તમારો આધાર નંબર ગેસ કનેક્શશન સાથે લિંક થઈ જશે. જેવું લિંક થઈ જશે તો તમને કન્ફર્મેશનનો નંબર આવશે.

સિલિન્ડર અત્યાર સુધીમાં 225 રૂપિયા મોંઘુ થઈ ગયું છે

ડિસેમ્બરથી લઈને અત્યાર સુધી ગેસ સિલિન્ડરના ભાવમાં 225 રૂપિયાનો વધારો થયો છે. ડિસેમ્બરમાં સિલિન્ડરની કિંમત 594 રૂપિયા હતી, જે વધીને 819 રૂપિયા થઈ ગઈ છે. તમને જણાવી દઈએ કે પહેલીવાર 50 રૂપિયાનો વધારો થયો હતો. આ પછી 25 ફેબ્રુઆરીએ ગેસના ભાવમાં 25 રૂપિયા વધારો કરવામાં આવ્યો હતો અને તે પછી ફરીથી 1 માર્ચે 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

LPG Subsidy gas cylinder Important News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ