બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / Lpg consumers get choice of getting a refill cylinder from three dealers without residence proof
ADVERTISEMENT
સરકાર આવનારા 2 વર્ષમાં દેશના 1 કરોડ ફ્રી એલપીજી કનેક્શન આપવા જઈ રહી છે. તેને માટેની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. દેશમાં દરેક ઘરમાં એલપીજી કનેક્શન હોય તે માટે સરકાર ઉજ્જવલા જેવી યોજના ચલાવી રહી છે.તેના આધારે આવનારા 2 વર્ષમાં 1 કરોડ ફ્રી એલપીજી કનેક્શન અપાશે. આ માટે સરકાર નિયમોમાં ફેરફાર કરવાની તૈયારી કરી રહી છે.

ADVERTISEMENT
રેસિડેન્ટ પ્રૂફ વિના જ મળશે સિલિન્ડર
ઓઈલ સેક્રેટરી તરુણ કપૂરે કહ્યું કે સરકાર ઓછામાં ઓછા ડોક્યૂમેન્ટમાં એલપીજી કનેક્શનની તૈયારી કરી રહી છે. બદલાયેલા નિયમમાં રેસિડન્ટ પ્રૂફ વિના જ એલપીજી કનેક્શન આપવાની યોજના છે. આ કનેક્શન માટે નિવાસ પ્રમાણપત્ર સૌથી મોટું દસ્તાવેજ હોય છે. પણ તેના વિના હવે સિલિન્ડર આપવાનું શક્ય બનાવાયું છે. ગામમાં આ પ્રૂફ બનાવવાનું કામ મુશ્કેલ હોય છે. આ માટે સરકારે આ નવો નિયમ લાવ્યો છે.
ADVERTISEMENT
3 ડીલર પાસેથી લઈ શકાશે સિલિન્ડર
નવા નિયમમાં ગ્રાહકને એવી સુવિધા આપવામાં આવશે જેમાં તેઓ એકસાથે 3 ડીલરની પાસે સિલિન્ડરનું બુકિંગ કરાવી શકશે. એક ડીલરની પાસે સિલિન્ડરની સમસ્યા રહે છે. નંબર લગાવવા છતાં જલ્દી સિલિન્ડર મળતો નથી. તમે પાડોશના 3 ડીલરને એકસાથે પાસબુકની મદદથી ગેસ લઈ શકશો. તેઓએ કહ્યું કે છેલ્લા 4 વર્ષમાં 8 કરોડ ફ્રી એલપીજી કનેક્શન અપાયા છે. આ સાથે મોટા સ્તરે કુકિંગ ગેસ સપ્લાયનું નેટવર્ક પણ મજબૂત થયું છે. તેનું પરિણામ એ છે તકે આજે દેશમાં 29 કરોડ એલપીજી યૂઝર્સ છે.
ADVERTISEMENT

વહેંચાશે 1 કરોડ નવા કનેક્શન
ADVERTISEMENT
બજેટમાં જાહેર કરાયા અનુસાર સરકારે જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના આધારે દેશમાં આવનારા 2 વર્ષમાં 1 કરોડ ફ્રી એલપીજી ગેસ કનેક્શન અપાશે. ઉજજ્વલા સ્કીમના આધારે સરકાર પ્રદેશના ગેસ વિતરણ રિટેલરને 1600 રૂપિયાની સબ્સિડી આપે છે. આ માધ્યમથી લોકોને ફ્રી કનેક્શન અપાય છે. સબ્સિડીની મદદથી સિલિન્ડરની સિક્યોરિટી ફીસ અને ફિટિંગ ચાર્જને માફ કરાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.