બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / lok sabha election 2024 poll schedule big news related to 97 crore people first phase

ચૂંટણી 2024 / આ તારીખે થશે પહેલા તબક્કાનું મતદાન, ગુજરાતમાં એક જ ફેરમાં- સૂત્રોનો દાવો

Dinesh

Last Updated: 05:22 PM, 15 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

lok sabha election 2024: લોકસભા ચૂંટણીની સાથે અરુણાચલ પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે તેમજ મહારાષ્ટ્રમાં 4 કે 5 તબક્કામાં મતદાન થઈ શકે: સૂત્ર

ચૂંટણી પંચ આવતીકાલે એટલે કે શનિવારે લોકસભા ચૂંટણીને લઈ મતદાન તારીખથી લઈ મતદાન ગણતરી સુધીનો કાર્યક્રમ જાહેર કરશે. ચૂંટણી પંચે સોશિયલ મીડિયા એક્સ પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે, કેટલાક રાજ્યોમાં લોકસભા ચૂંટણી અને વિધાનસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરવા માટે શનિવારે બપોરે 3 વાગ્યે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવશે. વર્તમાન લોકસભાનો કાર્યકાળ 16 જૂને સમાપ્ત થઈ રહ્યો છે અને તે પહેલા નવી લોકસભાની રચના થવા જઈ રહી છે.

A selection committee meeting will be held regarding the appointment of election commissioners

12 લાખથી વધુ મતદાન મથકો પર મતદાન થશે
લોકસભા ચૂંટણીની સાથે આંધ્ર પ્રદેશ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ અને ઓડિશામાં વિધાનસભાઓનો કાર્યકાળ જૂનમાં વિવિધ તારીખે પૂરો થઈ રહ્યો છે. ગત વખતે લોકસભા ચૂંટણીની તારીખો 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી અને 11 એપ્રિલથી સાત તબક્કામાં મતદાન થયું હતું. મતગણતરી 23 મેના રોજ થઈ હતી. 2014માં પણ ચૂંટણી પંચે ચૂંટણી કાર્યક્રમની જાહેરાત કરવા માટે પત્રકાર પરિષદ બોલાવવાની માહિતી એક દિવસ અગાઉ આપી હતી. આગમી ચૂંટણીમાં 12 લાખથી વધુ મતદાન મથકો પર લગભગ 97 કરોડ લોકો મતદાન કરવા માટે પાત્ર છે.

કેવી રીતે થઈ શકે છે 2024ની લોકસભાની ચૂંટણી ?
1. 2019ની જેમ 2024ની લોકસભા ચૂંટણીમાં પણ 6 કે 7 તબક્કામાં યોજાવીની શક્યતા.
2. ઉત્તર પ્રદેશ, બિહાર અને પશ્ચિમ બંગાળ જેવા મોટા રાજ્યોમાં 6 થી 7 તબક્કામાં મતદાન થવાની સંભાવના છે.
3. લોકસભા ચૂંટણીની સાથે અરુણાચલ પ્રદેશ, ઓડિશા, સિક્કિમ અને આંધ્ર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાશે.
4. મહારાષ્ટ્રમાં 4 કે 5 તબક્કામાં મતદાન થઈ શકે 
5. તમિલનાડુ, કેરળ, ગુજરાત, હરિયાણા, આંધ્રપ્રદેશ, તેલંગાણા અને દિલ્હી સહિતના કેન્દ્રશાસિત પ્રદેશોમાં એક જ તબક્કામાં ચૂંટણી યોજાવાની શક્યતા છે.
6. રાજ્યોની ભૌગોલિક તેમજ સ્થાનિક વાતાવરણ, સ્થાનિક તહેવારોને ધ્યાનમાં રાખીને મતદાનની તારીખો નક્કી થાય તેવી શક્યતા.
7. પ્રથમ તબક્કો 17 એપ્રિલની આસપાસ હોઈ શકે અને છેલ્લા તબક્કાનું મતદાન 20 મેની આસપાસ થવાની શક્યતા છે.
8. મત ગણતરી અને નવી સરકારની રચનાની પ્રક્રિયા મેના અંતિમ સપ્તાહમાં હોઈ શકે.

વાંચવા જેવું: તમિલનાડુ સરકારે PM મોદીને રોડ શોની મંજૂરી ન આપી, આપ્યાં 4 કારણ

ઓપિનિયન પોલ શું કહે છે ?
ગત સંસદીય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (BJP)ને 303 બેઠકો મળી હતી જ્યારે કોંગ્રેસને 52 બેઠકો મળી હતી. તે લોકસભામાં વિપક્ષના નેતાનું પદ મળે તેટલું પણ સંખ્યા બળ વિપક્ષ પાસે ન હતું. આગામી લોકસભા ચૂંટણીમાં વિપક્ષી ગઠબંધન ઇન્ડિયા (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ) માટે મહા હરીફાઈ જોવામાં આવી રહી છે. ન્યૂઝ 18ના ઓપિનિયન પોલ અનુસાર, બીજેપીની આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સને આગામી ચૂંટણીમાં ઐતિહાસિક જનાદેશ મળી શકે છે. આ ઓપિનિયન પોલ અનુસાર 543 સભ્યોની લોકસભામાં એનડીએને 411 બેઠકો મળી શકે છે, જેમાંથી એકલા ભાજપને રેકોર્ડ 350 બેઠકો મળી શકે છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ