બ્રેકિંગ ન્યુઝ
Ajit Jadeja
Last Updated: 05:00 PM, 15 March 2024
PM Modi Tamil Nadu Road Show : તમિલનાડુના કોયમ્બતુરમાં 18 માર્ચના યોજાનાર રોડ શો માટે પ્રશાસને મંજુરી આપી નથી. પોલીસ દ્વારા સુરક્ષા સહિતના કારણો આપીને મંજૂરી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે.તમિલનાડુના કોઁયમ્બતુરમાં તંત્ર દ્વારા બીજેપી દ્વારા યોજાનાર પીએમ નરેન્દ્ર મોદીના રોડશો માટે મંજુરી આપવાનો ઇનકાર કર્યો છે. લોકસભા ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે કોયંમ્બતુરમાં પોલીસને અરજી કરી 18 માર્ચના પીએમ મોદીનો 3.6 કિલો મીટર લાંબો રોડ શો યોજવાની મંજુરી માંગી હતી પરંતુ કોયંમ્બતુર તંત્રએ સુરક્ષાના જોખમો સહિતના વિવિધ કારણો દર્શાવીને પરવાનગી આપવાનો ઇનકાર કર્યો છે. તમિલનાડુના કોઈમ્બતુર પ્રશાસને બીજેપીને PM મોદીનો પ્રસ્તાવિત રોડ શો યોજવાની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો છે. વાસ્તવમાં, લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભારતીય જનતા પાર્ટીએ ગુરુવારે કોઈમ્બતુર શહેર પોલીસ પાસે મંજુરી માંગી હતી
ADVERTISEMENT
સૂત્રોના જણાવ્યા અનુસાર, પરવાનગી આપવાનો ઇનકાર કરતી વખતે, કોઈમ્બતુર પ્રશાસને તેની પાછળ ચાર મુખ્ય કારણો દર્શાવ્યા છે, જેમાં શામેલ છે. સુરક્ષા ખતરો, કોઈમ્બતુરનો સાંપ્રદાયિક ઇતિહાસ, સામાન્ય જનતાને પડતી સમસ્યાઓ, રોડ શોના રૂટ પર આવેલી શાળાઓને કારણે વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી.
ADVERTISEMENT
ભાજપનો પ્રસ્તાવિત રોડ શો આરએસ પુરમમાં સમાપ્ત થવાનો હતો. આરએસ પુરમ એ જ જગ્યા છે જ્યાં 1998માં શ્રેણીબદ્ધ બ્લાસ્ટ થયા હતા. તદુપરાંત, કોયમ્બતુરની સાંપ્રદાયિક રીતે સંવેદનશીલ પ્રકૃતિને જોતાં, કોઈપણ રાજકીય પક્ષ અથવા જૂથને રોડ શો યોજવાની મંજૂરી આપવામાં આવી નથી. આ રોડ શો લોકસભા ચૂંટણી પહેલા પીએમ મોદીના દક્ષિણ ભારત પ્રવાસનો ભાગ હતો. ભાજપે આ ટેક્સટાઈલ સિટીમાં 3.6 કિમી લાંબા રોડ શો માટે પરવાનગી માંગી હતી. વહીવટી તંત્રનું કહેવું છે કે 18 અને 19 માર્ચે વિદ્યાર્થીઓની જાહેર પરીક્ષાઓ પણ લેવામાં આવશે અને જે માર્ગ પર રોડ શોનો પ્રસ્તાવ છે ત્યાં ઘણી શાળાઓ પણ આવેલી છે.
વધુ વાંચો ઃ ગુજરાતમાં આગામી 5 દિવસ પડશે કાળઝાળ ગરમી, જાણો તાપમાનનો પારો ક્યાં જઇને અટકશે
આરએસપુરમ એ જગ્યા છે જ્યાં 14 ફેબ્રુઆરી 1998ના રોજ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીનો કાર્યક્રમ પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો અને ત્યાં શ્રેણીબદ્ધ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. વિસ્ફોટોના થોડા કલાકો પહેલા અડવાણીએ તેમની મીટિંગ રદ કરી હતી. બાદમાં સભા સ્થળ પાસે વિસ્ફોટકો ભરેલી કાર મળી આવી હતી. ભાજપ રાજ્ય સરકાર પાસે બોમ્બ વિસ્ફોટોમાં જીવ ગુમાવનારા લોકો માટે તે જગ્યાએ સ્મારક બનાવવાની માંગ કરી રહી છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.