બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: 140 કરોડ લોકોના સ્વપ્નને સાકાર કરવા તમારુ મજબુત સમર્થન જોઈએ - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / Lok Sabha Election 2024 2011 World Cup players who not only dominated the cricket field but also the political pitch

Lok Sabha Election 2024 / 2011 વર્લ્ડકપના એવાં ખેલાડીઓ, જેઓનો માત્ર ક્રિકેટના ગ્રાઉન્ડ પર જ નહીં, પોલિટિકલ પીચ પર પણ હતો દબદબો

Megha

Last Updated: 02:43 PM, 11 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટની પીચ પર ચોગ્ગા અને છગ્ગા લગાવનાર યુસુફ પઠાણ હવે રાજકીય પીચ પર હાથ અજમાવશે. 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમમાંથી આ પહેલા પણ બે ખેલાડીઓ રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે.

પોલિટીક્સ એટલે કે રાજકારણમાં ક્રિકેટરની એન્ટ્રી થવી એ કોઈ નવી વાત નથી. રમતગમતમાંથી નિવૃત્તિ લીધા બાદ ઘણા ખેલાડીઓ જેવા કે ગૌતમ ગંભીર, મોહમ્મદ કૈફ, મોહમ્મદ અઝહરુદ્દીન, નવજોત સિંહ સિદ્ધુ અને હરભજન સિંહ જેવા ઘણા મોટા નામોએ રાજકીય ક્ષેત્રે પ્રવેશ કર્યો છે.

આખરે ગૌતમ ગંભીરે કેમ રાજનીતિમાંથી સંન્યાસ લઇ લીધો? આ રહ્યાં 5 જવાબદાર કારણ  | lok sabha election 2024 five reasons that force bjp mp gautam gambhir  retirement from politics

હવે આ યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે. 2007 T20 વર્લ્ડ કપ અને 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા યુસુફ પઠાણે મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો છે.

ક્રિકેટની પીચ પર ચોગ્ગા અને છગ્ગા વડે ચાહકોનું દિલ જીતનાર યુસુફ પઠાણ હવે રાજકીય પીચ પર પણ હાથ અજમાવશે. પઠાણ મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસની ટિકિટ પર 2024ની બહેરામપુર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. આ ચૂંટણીમાં તેમની સામે અધીર રંજન ચૌધરી હશે, જેમને પશ્ચિમ બંગાળની રાજનીતિમાં મોટું નામ માનવામાં આવે છે. જોકે પઠાણના આગમનથી આ લડાઈ ઘણી રસપ્રદ બની ગઈ છે. પઠાણ 2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમમાંથી રાજકારણમાં પ્રવેશનાર ત્રીજા ક્રિકેટર છે.

ગુજરાતી ક્રિકેટર યુસુફ પઠાણ લડશે લોકસભાની ચૂંટણી, આ બેઠક પરથી મળી ટિકિટ,  સામે મોટું માથું I TMC fields Yusuf Pathan from Congress MP Adhir Ranjan  Chowdhury's Baharampur constituency

2011ની વર્લ્ડ કપ વિજેતા ટીમમાંથી આ પહેલા પણ બે ખેલાડીઓ રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે. અગાઉ ગૌતમ ગંભીર અને હરભજન સિંહ પણ રાજકારણમાં પ્રવેશી ચૂક્યા છે. ગૌતમ 2019ની લોકસભા ચૂંટણીમાં પૂર્વ દિલ્હી બેઠક પરથી સાંસદ બન્યા હતા, જ્યારે 2022માં હરભજન સિંહ પંજાબથી આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ છે. 

ગૌતમ ગંભીર, હરભજન સિંહ અને યુસુફ પઠાણ 2011 ક્રિકેટ વર્લ્ડ કપમાં એક જ ટીમનો ભાગ હતા અને સાથે પ્રેક્ટિસ કરતા હતા. હવે આ ત્રણેય ખેલાડીઓ અલગ-અલગ રાજકીય પક્ષોનો હિસ્સો છે. 

સાથે જ કહેવામાં આવી રહ્યું હતું કે શમી ટૂંક સમયમાં રાજકારણમાં એન્ટ્રી કરી શકે છે. જાણીતું છે કે વર્લ્ડ કપ દરમિયાન ઈજા થઈ હતી અને 19 નવેમ્બરના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામેની ફાઈનલ હાર બાદ તેણે કોઈપણ પ્રકારની ક્રિકેટ રમી નથી. હજી સુધી, ન તો પાર્ટી કે ક્રિકેટરે કોઈ સત્તાવાર નિવેદન જારી કર્યું છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ