બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / loco pilot seen taking the risk of resetting the train alarm chain

અદભૂત / ટ્રેનની એલાર્મ ચેનને રીસેટ કરવા માટે લોકો પાયલટે ઉઠાવ્યું જોખમ, VIDEO જોઈને તમારા રૂંવાડા ઉભા થઇ જશે

Premal

Last Updated: 07:57 PM, 8 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયામાં ઘણી વખત આપણે એવા વીડિયો જોઈએ છીએ જેને જોઈને આપણા શ્વાસ થંભી જાય છે. અત્યારે ટ્રેન અકસ્માતના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં છવાઈ ગયા છે, જેમાંથી મોટાભાગના લોકોના રૂંવાડા ઉભા થઇ જાય છે.

  • ટ્રેનને ફરીથી દોડાવવા માટે લોકો પાયલટે ઉઠાવ્યું જોખમ
  • ખતરનાક જગ્યા પર ઉભા રહી લોકો પાયલટે ઉભા રહી કર્યુ કામ
  • વીડિયો જોઈને સોશિયલ મીડિયા યુઝર્સના રૂંવાડા ઉભા થયા 

ટ્રેનની ચેન કારણ વગર ના ખેંચતા 

હાલમાં એક એવો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે, જેને જોઇને સારામાં સારા માણસની હવા ટાઇટ થઇ ગઇ છે.  ટ્રેન યાત્રા દરમ્યાન કોઈ પણ ઈમરજન્સીમાં પ્રવાસી ટ્રેનને રોકવા માટે સાંકળ ખેંચી શકે છે. જેના કારણે ટ્રેન રોકાઈ જાય  છે અને પ્રવાસીઓ સુધી સહાયતા પહોંચાડવામાં આવે છે. અત્યારે આપણા દેશમાં એવા ઘણા અરાજક તત્વો હોય છે, જે અવાર-નવાર પોતાની મસ્તી માટે ટ્રેનની ચેન ખેંચતા હોય છે. જેનાથી વારંવાર ટ્રેન મોડી પહોંચે છે. 

લોકો પાયલટે ટ્રેનની એલાર્મ ચેનને રિસેટ કરવા માટેનુ જોખમ ઉઠાવ્યું

હાલમાં એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ચેન પુલિંગને કારણે નદી પર ઉભી રહેલી ટ્રેનને ફરીથી દોડાવવા માટે પહેલા ટ્રેનના એલાર્મને રીસેટ કરવા માટે એક લોકો પાયલટ આ કામ કરી રહ્યો છે. વીડિયો દેખાતી જગ્યા એટલી ખતરનાક છે કે કોઈ પણ આ જગ્યા પર ઉભા રહેવાની હિંમત કરી શકતુ નથી. વીડિયોને મધ્ય રેલવેના પબ્લિક રિલેશન ઑફિસરે શેર કર્યો છે. વીડિયો જોઈને સોશિયલ મીડિયાના યુઝર્સના રૂંવાડા ઉભા થયા છે. વીડિયોને શેર કર્યાની સાથે કેપ્શનમાં જણાવવામાં આવ્યું છે કે, સહાયક લોકો પાયલટ સતીશ કુમારે 11059 ગોદાન એક્સપ્રેસ ટ્રેનની એલાર્મ ચેનને રિસેટ કરવા માટેનુ જોખમ ઉઠાવ્યું છે. જે ટિટવાલા અને ખડાવલી સ્ટેશનોની વચ્ચે નદી પર બનેલા પુલ પર રોકાઈ હતી. આ સાથે પ્રવાસીઓને ટ્રેનની એલાર્મ ચેનને કારણ વગર ન ખેંચવાની અપીલ કરવામાં આવી છે. 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ