બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ફક્ત આધાર લાવો અને ગેરન્ટી વગર 90,000 રુપિયાની લોન લઈ જાઓ

કામની વાત / ફક્ત આધાર લાવો અને ગેરન્ટી વગર 90,000 રુપિયાની લોન લઈ જાઓ

Published By: Nirav Kumar

Last Updated: 01:38 AM, 2 June 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

1 જૂન 2020 ના રોજ સ્ટ્રીટ વેન્ડર માટે થયેલી પીએમ સ્વનિધિ યોજનાના આજે 6 વર્ષ પૂર્ણ થયા છે. જે અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને તેને સ્ટ્રીટ વેન્ડરો માટે જીવન બદલી નાખનારી યોજના ગણાવી છે.

કેન્દ્ર સરકાર અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવે છે. જેમાં વ્યવસાય શરૂ કરવા માટે નાણાકીય સહાય પૂરી પાડવા માટે પણ યોજનાઓનો સમાવેશ થાય છે. તેમાં પીએમ સ્વનિધિ યોજનાનો પણ સમાવેશ થાય છે જેના હેઠળ સરકાર નાના સ્ટ્રીટ વેન્ડરને ગેરંટી-ફ્રી લોન આપે છે. 1 જૂન 2020 ના રોજ શરૂ થયેલી આ સરકારી યોજનાએ 6 વર્ષ પૂર્ણ કર્યા છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેને અસંખ્ય સ્ટ્રીટ વેન્ડરો માટે જીવન બદલી નાખનારી યોજના તરીકે ગણાવી છે.

  • પીએમ મોદીએ શું કહ્યું?

પીએમ નરેન્દ્ર મોદીએ સ્વનિધિ યોજનાના 6 વર્ષ પૂર્ણ થવા પર લખ્યું કે, "આજે આપણે #6YearsofPMSVANidhi ઉજવીએ છીએ એક એવી યોજના જેણે ગેરંટી-ફ્રી લોન, નાણાકીય સમાવેશ અને વિકાસ માટે નવી તકો આપીને અસંખ્ય સ્ટ્રીટ વેન્ડરના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. આ યોજના સંપૂર્ણપણે વિશ્વાસ અને સશક્તિકરણ પર આધારિત છે. મારા બધા લાભાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન જેમના દૃઢ નિશ્ચય અને સાહસ આપણા રાષ્ટ્રના અર્થતંત્રને મજબૂત બનાવવાનું ચાલુ રાખે છે."

  • વ્યવસાય શરૂ કરવામાં મદદરૂપ

જો તમે નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો પરંતુ આર્થિક મુશ્કેલીઓને કારણે તેવું કરી શકતા નથી તો કેન્દ્ર સરકારની આ યોજના તમને મદદ કરી શકે છે. જેમાં કોવિડ-19 મહામારી દરમિયાન સ્ટ્રીટ વેન્ડર માટે શરૂ કરાયેલી આ યોજના હવે 2030 સુધી લંબાવવામાં આવી છે.જેમાં પહેલાં 80,000 રૂપિયા સુધીની લોન ઉપલબ્ધ હતી પરંતુ હવે તે વધારીને 90,000 રૂપિયા કરવામાં આવી છે.

vtv hiring (2)
  • ગેરંટી વગર લોન

પીએમ સ્વાનિધિ યોજનાની સૌથી મોટી વિશેષતા એ છે કે 90,000 રૂપિયા સુધીની લોન કોઈપણ ગેરંટી કે સિક્યુરિટી વગર આપવામાં આવી રહી છે. આ લોન ત્રણ હપ્તામાં આપવામાં આવે છે. જેમાં પ્રથમ હપ્તો ચૂકવ્યા બાદ બીજા હપ્તામાં વધુ રકમ આપવામાં આવે છે અને પછી ત્રીજા હપ્તામાં તેનાથી પણ મોટી લોન આપવામાં આવે છે.

આ યોજનામાં પ્રથમ હપ્તો 15,000 રૂપિયાનો, બીજો હપ્તો 25,000 રૂપિયાનો અને ત્રીજો હપ્તો 50,000 રૂપિયાનો આપવામાં આવે છે. જેમાં પહેલો હપ્તો સમયસર ચૂકવ્યા બાદ બીજો હપ્તો મળે છે. તેવી જ રીતે બીજો હપ્તો ચૂકવ્યા બાદ ત્રીજા હપ્તામાં 50,000 રૂપિયાની લોન મળે છે.

vtv hiring
  • માત્ર આધાર કાર્ડ જરૂરી

આ યોજનામાં વધારે પેપર વર્કની જરૂર નથી. જેમાં માત્ર તમારા આધાર કાર્ડથી લોન મેળવી શકાય છે. તેમાં કોઈ કોલેટરલની જરૂર નથી. આ લોનની રકમ નાના EMI માં સરળતાથી ચૂકવી શકાય છે.

વધુ વાંચો : પાસપોર્ટના નામે એજન્ટને રૂપિયા આપવાની જરૂર નથી, બસ આ રીતે કરો કામ

  • આ રીતે કરવી અરજી

PM સ્વાનિધિ યોજના માટે અરજી કોઈપણ સરકારી બેંકમાં કરી શકાય છે. જેમાં આ યોજના ફોર્મ ભરો. તમારા આધાર કાર્ડની નકલ અટેચ કરો. અને વેરિફિકેશન બાદ બેંક લોન મંજૂર કરે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM SVANidhi Yojana Guarantee Free Loans Money

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ