ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 03:14 PM, 25 May 2024
ADVERTISEMENT
લોકો જ્યારે આર્થિક સંકટમાં આવે છે ત્યારે વ્યાજથી પૈસા લેવાનું વિચારે છે, આ સિવાય કેટલાક કિસ્સામાં પ્રોપર્ટી ગીરવે મૂકવાની કે વેચવાનો ઉપાય પણ કરતા હોય છે. તો કેટલાક લોકો પોતાની FD પણ તોડી નાખતા હોય છે. આ લોકોને ખબર નથી હોતી કે પૈસા માટે FD તોડવાની જરૂર નથી, તે FDની અવેજમાં તેને લોન મળી શકે છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
જ્યારે પૈસાની જરૂર પડે તો પ્રી મેચ્યોર પીરીયડમાં FD તોડવાની જરૂર નથી. ફિક્સ્ડ ડિપોઝિટના બદલામાં એક સિક્યોર લોન મળે છે. જેમાં ગેરંટી સ્વરૂપે FD ગીરવે મૂકવાની હોય છે. FDના 90 ટકા રકમ લોન સ્વરૂપે મળી શકે છે. જો તમારી FD 10 લાખની હોય તો 9 લાખની લોન મળવાપાત્ર હોય છે.
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, FDની લોન પર કોઈ પ્રોસેસિંગ ફી નથી લાગતી. આ લોનની ભરપાઈ તમે હપ્તાથી કે એક સાથે પણ કરી શકો છો. જો તમે લોનની ભરપાઈ ન કરી શકો તો ગીરવે મુકેલી FD મારફતે તેની વસૂલી કરવામાં આવે છે. આ લોન લેવા માટે FD પર મળનાર વ્યાજ કરતા 1-2 ટકા વ્યાજ વધુ ચૂકવવાનું થાય છે. મતલબ કે તમને FD પર 5 ટકા વ્યાજ મળે છે તો તેની લોન 7 ટકાના વ્યાજદરે મળશે.
સંકળાયેલા મુદ્દાઓ