Team VTV09:03 PM, 19 Jan 22
| Updated: 09:22 PM, 19 Jan 22
ભારતની જેમ સ્વિસ બેન્ક સાથે પણ ફ્રોડ કરવાના એક કેસમાં બ્રિટિશ અદાલતે મધ્ય લંડન ખાતેના લક્ઝુરિયસ ઘરમાંથી રવાના થઈ જવાનો આદેશ આપ્યો છે. યુકેની કોર્ટે મોટો આંચકો
વિજય માલ્યાને લંડનના આલીશાન ઘરમાંથી તગેડી મુકાશે
લેણદાર બેંક માલ્યાનાં ઘર પર કબજો જમાવશે
સ્વિસ બેન્ક પાસેથી લીધેલી મોર્ગેજ લોન માલ્યા ચૂકવી શક્યો નથી
ભારતીય બેન્કોની સાથે રૂ. 9000 કરોડની છેતરપિંડી કરીને બ્રિટન નાસી છૂટેલા લિકર કિંગ વિજય માલ્યાને હવે યુકેની કોર્ટે મોટો આંચકો આપ્યો છે.ભારતની જેમ સ્વિસ બેન્ક સાથે પણ ફ્રોડ કરવાના એક કેસમાં બ્રિટિશ અદાલતે મધ્ય લંડન ખાતેના લક્ઝુરિયસ ઘરમાંથી રવાના થઈ જવાનો આદેશ આપ્યો છે.
સ્વિટ્ઝર્લેન્ડની અગ્રણી યુબીએસ બેન્ક પાસેથી આ મધ્ય લંડનના રિજન્ટ્સ પાર્કમાં સ્થિત ભવ્ય મકાન પર વિજય માલ્યાએ મોર્ગેજ લોન લીધેલી છે. જે ભરપાઈ કરવામાં ન આવતાં યુબીએસ બેન્ક દ્વારા વિજય માલ્યા વિરુદ્ધ બ્રિટિશ હાઈકોર્ટમાં કેસ કરવામાં આવ્યો છે. આ કેસની સુનાવણી બાદ બ્રિટનની અદાલતે વિજય માલ્યાને લંડન સ્થિત તેના ઘરમાંથી પરિવાર સહિત હાંકી કાઢવાનો આદેશ આપ્યો છે. જેના પછી હવે યુબીએસ બેન્ક આ આલીશાન ઘરનો કબજો મેળવશે.
લંડન હાઈકોર્ટના જજે ગત અઠવાડિયે માલ્યાના કરોડો પાઉન્ડના આ આલીશાન ઘરનો કબજો કરી લેવાના આદેશ પર પ્રતિબંધ લગાવવા અંગેનો નિર્ણય સુરક્ષિત રાખી દીધો હતો. જો કે મંગળવારે બ્રિટિશ અદાલતે લંડન સ્થિત ઘરમાંથી હાંકી કાઢવાના કોર્ટના આદેશને રોકવા માટેની માલ્યાની અરજી નકારી દીધી હતી.
વિજય માલ્યા લંડન સ્થિત પોતાના ભવ્ય મકાનમાં 95 વર્ષીય માતા લલિતા અને પુત્ર સિદ્ધાર્થ સાથે રહે છે. લંડન હાઈકોર્ટના તાજેતરના આદેશ પછી હવે વિજય માલ્યાને પરિવાર સહિત આ ઘરમાંથી હાંકી કાઢવામાં આવશે. જેના પછી આ આલીશાન ઘર પર યુબીએસ બેન્ક કબજો કરશે.