બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Limbhoi village in Modasa taluk of Aravalli district is a ghost temple

શ્રધ્ધા / ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં થાય છે ભૂતની પૂજા, બાબરા મહારાજનો છે 200 વર્ષથી વાસ, આ કારણે ખેડૂતોને અપાર શ્રદ્ધા

Kishor

Last Updated: 10:18 AM, 15 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભુતનું નામ પડતાં જ બાળકો ડરી જાય છે. પરંતુ શુ તમને ખબર છે ગુજરાતનું એવું ગામ છે જ્યાં ભુતની પૂજા થાય છે. લોકો દ્વારા પૂજવામાં આવતો આ ભુત લોકોના પાકની, લોકોના ગામની રક્ષા કરે છે એવી માન્યતા છે.

  • ગુજરાતનું એક એવું ગામ કે જે કરે છે ભુતની પૂજા
  • ગુજરાતમાં ભુતનું પહેલું મંદિર લીંભોઈમાં આવેલું છે
  • સાત વર્ષ પહેલા થઇ છે ભુતનાથ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા

અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના લીંભોઈ ગામની સીમમાં ખેતરમાં વર્ષો જુના વૃક્ષ નીચે ભૂતનાથ બાબરા મહારાજનું મંદિર આવેલું છે. 400 થી વધુ ઘરની વસ્તી ધરાવતું લીંભોઈ ગામના લોકો વર્ષોથી ભૂતનાથની પૂજા કરતા આવ્યા છે. ગ્રામલોકો દ્વારા અહીં બીરાજમાન ભૂતનાથનું પૂજન અર્ચન કરી ખેતી અને ગામની રક્ષા માટે પ્રાર્થના કરતા હતા.આ પ્રાર્થના દ્વારા ખેડૂતો પોતાના પાકની રક્ષા ભૂતનાથ કરે છે એવી માન્યતા આજદિન સુધી આ બાબરાભૂતના મંદિરે રહેલી છે. સમય જતા શ્રધાળુંઓ દ્વારા અનેક બાધા-આંખડી રાખવામાં આવતી અને એ પરિપૂર્ણ થતી તે જોતા ગામના ભકતોએ આ સ્થાન ઉપર બાબરા ભૂતનું મંદિર બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરી હતી. ત્યારથી આ પંથકના ખેડૂતો પકવેલો પાક પ્રથમ બાબરાભુતના મંદિરે ધરાવી પછી જ ઘર કે બજારમાં લઇ જવાય છે.

200 વર્ષ થી કરે છે અહી વાસ

એટલું જ નહી આ બાબરા મહારાજના મંદિર ખેડૂતોની રક્ષાની સાથે અનેક શ્રદ્ધાળુઓના દુખ દર્દ દુર થયા હોવાના ઉદાહરણ છે. જેમાં સંતાનપ્રાપ્તિ,ધંધા રોજગાર,વિદેશ યાત્રા વગેરે મનોકામના પૂર્ણ થાય છે તેવી માન્યતા રહેલી છે. આમ ભૂત પ્રેતના નામથી દેશ અને દુનિયાના લોકો જયારે ભયભીત થતા હોય છે ત્યારે અરવલ્લીમાં આવેલ આ ભૂતનાથ મહારાજ સર્વની મનોકામના પૂર્ણ કરે છે. લોકો દ્વારા ભૂતનાથ મહારાજને સિગરેટનું નૈવીધ્ય ચડાવાય છે.લોકોની આસ્થા ભૂતનાથમાં એટલી છે કે દર વર્ષે અહી પાટોત્સવની પણ અહી ઉજવણી કરવામાં આવે છે.


ગ્રામલોકોને ભુત પર છે અપાર શ્રદ્ધા
500 વીઘા જમીનમાં ખેતરોનું રક્ષણ બાબરા ભૂત કરે છે.આ બાબરાભૂતે અનેક મરણ પથારીએ રહેલા દર્દીઓને સાજા કર્યા હોવાનો પણ ભક્તજનો દાવો કરી રહ્યા છે. ઓછા ભણેલા ગ્રામલોકોની ભૂતનાથ પર આસ્થા ભલે અંધશ્રદ્ધા હોય પણ તેમના જીવનના કષ્ટ દુર કરવામાં તે પુરતી છે તે હકીકત છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ