બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / 'Like girls change boyfriends, Nitish Kumar changes government', veteran leader's statement becomes controversial

રાજનીતિ / 'જેમ છોકરીઓ બોયફ્રેન્ડ બદલે છે તેમ નીતિશ કુમાર સરકાર બદલે છે', દિગ્ગજ નેતાનું નિવેદન બન્યું ચર્ચાસ્પદ

Hiralal

Last Updated: 09:16 PM, 18 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અવનવા નિવેદન આપીને રાજકીય વિવાદ પેદા કરવા માટે જાણીતા મધ્યપ્રદેશના ભાજપ નેતા અને મહાસચિવ કૈલાશ વિજયવર્ગીએ ફરી એક અજીબ નિવેદન આપ્યું છે.

  • બિહારમાં સત્તા પરિવર્તન પર ભાજપ મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયનું અજીબ નિવેદન 
  • કહ્યું- જેમ છોકરીઓ બોયફ્રેન્ડ બદલી નાખે છે તેમ નીતિશ નવા સાથી શોધી કાઢે છે
  • કૈલાશ વિજયવર્ગીય અવનવા નિવેદનો આપવા માટે જાણીતા છે
  • 25 દિવસ બાદ અમેરિકાથી મધ્યપ્રદેશ આવનાર વિજયવર્ગીય બોલ્યાં 

તાજેતરમાં બિહારમાં નીતિશ કુમારે ભાજપ સાથેનું ગઠબંધન તોડીને આરજેડી સાથે સરકાર બનાવી છે. બિહારમાં સત્તા જતા ભાજપ નેતાઓ અવનવા ઉદાહરણ આપીને સીએમ નીતિશ કુમાર પર કટાક્ષ હુમલાઓ કરી રહ્યાં છે. આ ક્રમમાં હવે ભાજપના વરિષ્ઠ નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ કૈલાશ વિજયવર્ગીયે એક અજીબ નિવેદન આપીને સરકાર બદલવાના નીતિશ કુમારના નિર્ણયને છોકરીઓ દ્વારા બોયફ્રેન્ડ બદલવા સાથે સરખાવી દીધો. 

25 દિવસ બાદ અમેરિકાથી મધ્ય પ્રદેશ આવ્યાં કૈલાશ વિજયવર્ગીય 

25 દિવસ બાદ અમેરિકાથી મધ્ય પ્રદેશ પરત ફરેલા કૈલાશ વિજયવર્ગીયે કહ્યું કે બિહારમાં આવેલા સત્તા પરિવર્તન વખતે હું અમેરિકામાં હતો. ત્યાંના લોકોને મેં કહ્યું કે અમારા દેશમાં જેમ છોકરીઓ પોતાના બોયફ્રેન્ડને બદલી નાખે છે તેવી રીતે નીતિશ કુમાર નવા નવા સાથી શોધી કાઢે છે. વિજયવર્ગીયનો કહેવાનો અર્થ એવો હતો કે નીતિશ કુમાર પલટૂ છે અને ગમે ત્યારે ફરી જાય છે. તેમણે કહ્યું હતું કે જેમ છોકરીઓ પોતાનો બોયફ્રેન્ડ બદલી નાખતા વાર નથી લગાડતી તેમ બિહારના સીએમ નીતિશ કુમાર નવા સાથી શોધી કાઢે છે. 

કોંગ્રેસ નેતા કમલનાથના દાવા પર આવું બોલ્યાં 
કૈલાશ વિજયવર્ગીયએ પૂર્વ મુખ્યમંત્રી કમલનાથના દાવા પર કહ્યું કે કોંગ્રેસ ફરીથી સત્તામાં આવશે, તેમની ઉંમર હવે 75 વર્ષથી વધુ છે, અને જે રીતે તેઓ સત્તામાં પાછા ફરવાના સપના જોઈ શકે છે, તો તેમણે ચોક્કસ આવા સપના જોવા જોઈએ. જેથી તેમનો સમય કાપી શકાય.

સંસદીય બોર્ડમાં ફેરફારને લઈને આપ્યું નિવેદન 
કૈલાશ વિજયવર્ગીયએ વધુમાં જણાવ્યું હતું કે અત્યારે હું પશ્ચિમ બંગાળનો હવાલો સંભાળું છું અને કોઈએ ખોટા સમાચાર ઉડાડી દીધા છે. સાથે જ તેમણે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડમાં ફેરફાર અંગે કહ્યું કે, આ પાર્ટીની સામાન્ય પ્રક્રિયા છે, જે લાંબા સમયથી તે બોર્ડમાં હતા તેમને હટાવી દેવામાં આવ્યા છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Kailash Vijayvargiya Kailash Vijayvargiya statement Nitish Kumar bihar cm કૈલાશ વિજયવર્ગીય બિહાર સત્તા પરિવર્તન સીએમ નીતિશ કુમાર kailash vijayvargiya
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ