બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / એક દિવસમાં કેટલી ચમચી ખાંડ ખાવી જોઈએ? WHOની સલાહ મોટા નુકસાનથી બચાવશે

photo-story

7 ફોટો ગેલેરી

લાઈફસ્ટાઈલ / એક દિવસમાં કેટલી ચમચી ખાંડ ખાવી જોઈએ? WHOની સલાહ મોટા નુકસાનથી બચાવશે

Last Updated: 10:25 PM, 26 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

લોકોને મીઠાઈ ખાવી વધારે ગમે છે . આજે ભાગ્યે જ કોઈ એવી મીઠાઈ હશે જેમાં ખાંડનો ઉપયોગ નહી થતો હોય. ખાંડ ઉમેરવાથી ભોજનની મીઠાશ વધે છે જે આપણને ખૂબ જ પસંદ પણ આવે છે. પરંતુ તેના કારણે સ્વાસ્થ્યને પણ ખૂબ જ નુકસાન થાય છે. જાણો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) શું કહે છે.?

1/7

photoStories-logo

1. ખાંડ શરીર માટે કેટલી યોગ્ય.

ખાંડ એક કોઈ પણ મીઠાઇમાં ખૂબ મહત્વની હોય છે. પરંતુ જો ખાંડને વધારે પ્રમાણ ખાવામાં આવે તો તેના કારણે સ્વાસ્થ્યને ભારે નુકસાન થઈ શકે છે. ઘણા લોકોને નથી ખબર હોતી કે એક દિવસમાં કેટલી ખાંડ સ્વાસ્થ્ય માટે સારી છે અને એક દિવસમાં કેટલી ખાંડ ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે. જો તમે પણ આ લોકોમાં આવો છો તો આ આર્ટિકલ તમારા કામનો છે, અહી WHO Sugar Guidelines અનુસાર જાણીશું કે એક દિવસમાં કેટલી ખાંડનું સેવન કરી શકાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/7

photoStories-logo

2. એક દિવસમાં કેટલી ખાંડ ખાવી સુરક્ષિત?

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અનુસાર, વ્યક્તિને તેની દૈનિક કેલરીના 10% થી વધુ ખાંડનું સેવન ન કરવું જોઈએ. સારા સ્વાસ્થ્ય માટે એવી સલાહ આપવામાં આવે છે કે ખાંડનું સેવન વધુ ઘટાડીને 5% સુધી મર્યાદિત કરવું. જો તમે દરરોજ 2000 કેલરીનો વપરાશ કરો છો તો તમારે 200 કેલરીથી વધુ ખાંડ ન લેવી જોઈએ. કારણ કે 1 ગ્રામ ખાંડમાં લગભગ 4 કેલરી હોય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/7

photoStories-logo

3. ડાયાબીટીસ

એટલા માટે હેલ્ધી અને એક્ટિવ લાઇફસ્ટાઇલને ફોલો કરતો વ્યક્તિ દરરોજ લગભગ 10 ચમચી ખાંડ લઈ શકે છે, પરંતુ જે લોકો ડેસ્ક જોબ કરે છે અથવા ઓછી મહેનતનું કામ કરે છે, તેમના માટે તેની માત્રા 6 ચમચીથી વધુ ખાંડ ન લેવી જોઈએ. ધ્યાન રાખવું કે જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારે ખાંડનું સેવન સંપૂર્ણપણે બંધ કરી દેવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

4/7

photoStories-logo

4. શું છે ખાંડની યોગ્ય માત્ર?

અમેરિકન હાર્ટ એસોસિએશન (AHA) અનુસાર, એક તંદુરસ્ત વ્યક્તિએ દરરોજ 36 ગ્રામથી વધુ ખાંડનું સેવન ન કરવું જોઈએ, એટલે કે પુરુષોએ 9 ચમચીથી વધુ અને મહિલાઓએ 6 ચમચીથી વધુ ખાવું જોઈએ નહીં. ધ્યાન રાખો કે અહીં ખાંડ વિશે વાત કરવામાં કહી રહી છે, જે ખાદ્ય પદાર્થોમાં ઉમેરવામાં આવે છે, જેમ કે ઠંડા પીણા , બિસ્કિટ અને કેક. ફળો અને દૂધમાં જોવા મળતી કુદરતી શર્કરા આનાથી અલગ છે. આ ભેળસેળયુક્ત ખાંડ શરીરને નુકસાન પહોંચાડે છે અને જાડાઈ, ડાયાબિટીસ જેવા અનેક રોગોનું કારણ બને છે. એટલા માટે હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે, ખોરાકમાં ભેળસેળ યુક્ત ખાંડનું પ્રમાણ ઓછું કરવું જોઈએ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/7

photoStories-logo

5. વધારે ખાંડથી શું થાય છે નુકસાન?

એક્સપર્ટ્સનું માનવું છે કે, ખાંડમાં હાઇ કેલેરી હોય છે પરંતુ આમા કોઈ પોષક તત્વો નથી હોતા. એવામાં ખાંડનું વધારે સેવન કરવાથી વજન વધવાનું સૌથી મોટું કારણ છે, કારણ કે એકસ્ટ્રા કેલેરી શરીરમાં ફેટના રૂપે જામી જાય છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/7

photoStories-logo

6. ખાંડ બ્લડ સુગર લેવલ વધારે છે

ઇન્સુલીન રેજીસ્ટન્સ અને ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ વધી જાય છે. લાંબા સમય સુધી વધારે ખાંડનું સેવન કરવાથી હાર્ટ ડીસીઝનું જોખમ પણ વધી જાય છે. આમ જોવા જઈએ તો વધારે ખાંડનું સેવન જાડાઈ, ડાયાબિટીસ અને હ્રદય સંબંધિત ગંભીર બિમારીઓનું કારણ બની શકે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/7

photoStories-logo

7. Disclaimer

અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

world health organisation health SugarControl
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ