લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી) પોતાના ગ્રાહકોની સુરક્ષા માટે નવા નવા ઈન્શ્યોરન્સ લાવતું રહે છે. ત્યારે કંપનીએ હાલમાં જ ગ્રાહકો માટે એક ખાસ પ્લાન શરૂ કર્યો છે, જેમાં તમે ફક્ત એક જ વાર પૈસા લગાવી આખી જિંદગી કમાણી કરી શકો છો. આ ખાસ પ્લાન જીવન અક્ષય છે. પેન્શન મેળવવા માટેની આ બેસ્ટ સ્કીમ છે. આને ઓનલાઈન ઓફલાઈન બંને રીતે ખરીદી શકાય છે.
એલઆઈસી પોતાના ગ્રાહકોની સુરક્ષા માટે નવા નવા ઈન્શ્યોરન્સ લાવતું રહે છે
કંપનીએ હાલમાં જ ગ્રાહકો માટે એક ખાસ પ્લાન શરૂ કર્યો છે
પેન્શન મેળવવા માટેની આ બેસ્ટ સ્કીમ છે
એલઆઈસીની આ પોલિસીનું નામ જીવન અક્ષય -7 (પ્લાન નંબર 857) છે. આ સિંગલ પ્રીમિયમવાળી નોન-લિંક્ડ, નોન-પાર્ટિસિપેટિંગ અને વ્યક્તિગત વાર્ષિક યોજના છે. આ પોલિસી 25 ઓગસ્ટ 2020થી શરૂ થઈ છે.
કોણ લઈ શકે છે આ પ્લાન
આ પ્લાન 30 વર્ષથી 85 વર્ષ સુધીની વયના લોકો માટે ઉપલબ્ધ છે. વિકલાંગો (વિકલાંગ આશ્રિતો)ને લાભ આપવા માટે પણ ખરીદી શકાય છે. પોલિસી જારી કર્યાના ત્રણ મહિના પછી લોનની સુવિધા પણ ઉપલબ્ધ છે. એટલે કે પોલિસી હોલ્ડર લોન પણ લઈ શકશે.
મહિનાના 19 હજાર રૂપિયા કેવી રીતે મળે છે
આ પોલિસીમાં ઓછામાં ઓછાં 100000 રૂપિયા રોકાણ કરી શકાય છે. જ્યારે મહત્તમ રોકાણની કોઈ મર્યાદા નથી. જો તમે આ પોલિસીમાં લમ્પસમ 4072000 રૂપિયા રોકાણ કરો છો તો દર મહિને 19 હજાર રૂપિયા પેન્શન મેળવી શકો છો.
મિનિમમ 12 હજાર એન્યુટી મળશે
આ પ્લાનને તમે મંથલી, 3 મહિના, 6 મહિના અને એક વર્ષના એન્યુટી મોડમાં ખરીદી શકો છો. આમાં ગ્રાહકોને ન્યૂનતમ 12 હજાર રૂપિયાની એન્યુટી મળી શકે છે.
જોઈન્ટ લાઈફ એન્યુટી મળી શકે છે
આ પોલિસીમાં એક જ પરિવારના બે લોકો, એક જ પરિવારના વંશજો (દાદા-દાદી, માતા-પિતા, બાળકો, પૌત્રો), જીવનસાથી અથવા ભાઈ-બહેન વચ્ચે જોઈન્ટ લાઈફ એન્યુટી લઈ શકાય છે. પોલિસી જારી થયાના 3 મહિના બાદ અથવા ફ્રી લુક અવધિ સમાપ્ત થયા બાદ લોન સુવિધા કોઈપણ સમયે ઉપલબ્ધ થશે.
શું હોય છે એન્યુટી સ્કીમ
કોઈપણ એન્યુટી સ્કીમાં રોકાણ કરાયેલી રકમ પર વ્યાજ સાથે એક નક્કી કરાયેલા સમય પછી ઈન્કમ મળે છે. આમાં દર મહિને પણ ઈન્કમ મેળવી શકાય છે. આ રીતે, લમ્પસમ રોકાણ પછી આવી યોજનાઓમાં નિયમિતપણે નિશ્ચિત આવક થાય છે.