ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / વિશ્વ / 'ઈરાન તરત છોડી દો' બગડી રહેલી સ્થિતિની વચ્ચે ભારતીયોને વિદેશ મંત્રાલયની એડવાઈઝરી

વિશ્વ / 'ઈરાન તરત છોડી દો' બગડી રહેલી સ્થિતિની વચ્ચે ભારતીયોને વિદેશ મંત્રાલયની એડવાઈઝરી

Published By: Nirav Kumar

Last Updated: 05:38 PM, 14 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઈરાનમાં અત્યારે એનાર્કી ફેલાયેલી છે. જેથી ઇન્ડિયન એમ્બેસીએ ભારતીય સિટીઝન્સને વહેલી તકે ઈરાન છોડી દેવા અપીલ કરી છે.

ADVERTISEMENT

ઈરાનમાં ચાલી રહેલી રાજકીય અસ્થિરતા, હિંસક વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે તેના નાગરિકો માટે એક એડવાઈઝરી જાગેર કરી છે. તેહરાનમાં ભારતીય એમ્બેસીએ જણાવ્યું છે કે ઈરાનમાં રહેતા તમામ ભારતીય નાગરિકો - પછી ભલે તે વિદ્યાર્થીઓ હોય,ટુરિસ્ટ, વ્યવસાયિક લોકો હોય કે પ્રવાસીઓ હોય  શક્ય તેટલી વહેલી તકે ઉપલબ્ધ માધ્યમોનો ઉપયોગ કરીને દેશ છોડી દે.

ઇન્ડિયન એમ્બેસીએ જણાવ્યું કે, આ સલાહ ભારત સરકાર દ્વારા 5 જાન્યુઆરી, 2025 ના રોજ જારી કરાયેલી સલાહનું વિસ્તરણ છે. જેની સલાહમાં કહેવામાં આવ્યું છે કે, "ઈરાનમાં સતત બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય નાગરિકોને કોમર્શિયલ ફ્લાઇટ્સ સહિત કોઈપણ ઉપલબ્ધ પરિવહન માધ્યમ દ્વારા ઈરાન છોડવાની સલાહ આપવામાં આવે છે".

ઇન્ડિયન એમ્બેસીએ ફરીથી જણાવ્યું કે, "ઈરાનમાં રહેલા તમામ ભારતીય નાગરિકો અને PIOs અત્યંત સાવધાની રાખવી જોઈએ, કોઈપણ વિરોધ પ્રદર્શન કે ભીડવાળા વિસ્તારોમાં ન જવું જોઈએ અને પરિસ્થિતિ અંગે લેટેસ્ટ અપડેટ્સ માટે સ્થાનિક મીડિયા પર નજર રાખવી".

vtv app promotion

આ અપીલમાં એમ પણ કહેવાયું કે, તેઓ હંમેશા તેમના તમામ મુસાફરી અને ઇમિગ્રેશન ડોક્યુમેન્ટ જેમ કે પાસપોર્ટ અને આઈડી કાર્ડ - પોતાની સાથે રાખે અને સરળતાથી ઉપલબ્ધ રાખે. કોઈપણ સહાયની સ્થિતિમાં તેમને તરત ઇન્ડિયન એમ્બેસીએ સંપર્ક કરવા પણ કહેવાયું છે.

આ સિવાય ઇન્ડિયન એમ્બેસીએ ઇમરજન્સી નંબરો પણ જાહેર કર્યા છે. જેમાં ભારતીય નાગરિકો અહિંયા જણાવેલા મોબાઇલ નંબરો પર સંપર્ક કરી શકે છે. +989128109115, +989128109109, +989128109102, અને +98932179359.

વધુ વાંચો : 'અમે વેચાવા નથી બેઠા'... અમેરિકાનો ભાગ નહીં બનીએ, ગ્રીનલેન્ડના PMએ ટ્રમ્પને આપ્યો જવાબ

એક તરફ અમેરિકા અને ઇઝરાયલ ઈરાન સામે લશ્કરી કાર્યવાહીની ધમકી આપી રહ્યા છે તો બીજી તરફ ઈરાનમાં મોટા પાયે પ્રોટેસ્ટ અને હિંસા થઇ રહી છે. આથી ભારતીય દૂતાવાસે આ એડવાઈઝરી જાહેર કરી છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indian Embassy Iran Indian Citizens

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ