ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / 'અમે વેચાવા નથી બેઠા'... અમેરિકાનો ભાગ નહીં બનીએ, ગ્રીનલેન્ડના PMએ ટ્રમ્પને આપ્યો જવાબ

વિશ્વ / 'અમે વેચાવા નથી બેઠા'... અમેરિકાનો ભાગ નહીં બનીએ, ગ્રીનલેન્ડના PMએ ટ્રમ્પને આપ્યો જવાબ

Published By: Pravin Joshi

Last Updated: 11:55 PM, 13 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નિલ્સને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ગ્રીનલેન્ડને અમેરિકાના નિયંત્રણમાં લેવાના નિવેદનોને સખત શબ્દોમાં નકારી કાઢ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યું છે કે ગ્રીનલેન્ડ દેશ કોઈ માટે વેચાણ માટે નથી.

ADVERTISEMENT

વિશ્વ રાજનીતિમાં એક વખત ફરી ગ્રીનલેન્ડ મુદ્દે ગરમાવો આવી ગયો છે. ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નિલ્સને અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનો પર કડક પ્રતિક્રિયા આપતાં સ્પષ્ટ કરી દીધું છે કે ગ્રીનલેન્ડ ન તો વેચાણ માટે છે અને ન તો અમેરિકા તેનો ભાગ બનવા તૈયાર છે. તેમણે કહ્યું કે ગ્રીનલેન્ડની ઓળખ, સ્વતંત્રતા અને નિર્ણયનો અધિકાર કોઈપણ રીતે સમજૂતી માટે નથી.

didha - 2026-01-13T235301.865

જન્સ-ફ્રેડરિક નિલ્સને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ સાથે સંયુક્ત નિવેદન આપતાં જણાવ્યું હતું કે, અમે અમેરિકન બનવા માંગતા નથી, અમે ડેનિશ બનવા માંગતા નથી, અમે ગ્રીનલેન્ડર તરીકે જીવવા માંગીએ છીએ. તેમણે ઉમેર્યું કે ગ્રીનલેન્ડનું ભવિષ્ય બહારની કોઈ શક્તિ નહીં પરંતુ અહીંના લોકો નક્કી કરશે. આ નિવેદનને ગ્રીનલેન્ડની રાજકીય એકતા અને આત્મગૌરવનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે.

ગ્રીનલેન્ડના વડાપ્રધાનએ ફરી એકવાર સ્પષ્ટતા કરી કે ગ્રીનલેન્ડ ડેનમાર્કના સામ્રાજ્યનો અવિભાજ્ય ભાગ છે અને NATO ગઠબંધન પર તેમને સંપૂર્ણ વિશ્વાસ છે. તેમણે જણાવ્યું કે સુરક્ષા અને વૈશ્વિક સ્થિરતા માટે સહયોગ જરૂરી છે, પરંતુ તેનો અર્થ એ નથી કે કોઈ દેશ બળજબરીથી અથવા દબાણથી ગ્રીનલેન્ડ પર દાવો કરી શકે.

donald-trump

આ તરફ ડેનમાર્કની વડાપ્રધાન મેટ્ટે ફ્રેડરિક્સને પણ ટ્રમ્પના નિવેદનોને ગંભીર ગણાવ્યા છે. તેમણે કહ્યું કે હાલનો સમય અત્યંત પડકારજનક છે અને આ એક “નિર્ણાયક ક્ષણ” છે. તેમણે ચેતવણી આપી કે જો અમેરિકા ગ્રીનલેન્ડ પર બળજબરીથી કબજો કરવાનો પ્રયાસ કરશે તો તે માત્ર યુરોપ માટે નહીં પરંતુ સમગ્ર NATO ગઠબંધન માટે મોટું સંકટ બની શકે છે.

મેટ્ટે ફ્રેડરિક્સને યુરોપિયન દેશોને એકજૂટ રહેવા અપીલ કરી અને કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા અને લોકોના આત્મનિર્ણયના અધિકારનું રક્ષણ કરવું સૌની જવાબદારી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ગ્રીનલેન્ડ પર કોઈપણ પ્રકારની દાદાગીરી સ્વીકાર્ય નથી અને ડેનમાર્ક આ મુદ્દે પાછળ નહીં હટે.

ઉલ્લેખનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અગાઉ પણ ગ્રીનલેન્ડને અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવી ચૂક્યા છે. તેમણે દાવો કર્યો હતો કે ગ્રીનલેન્ડની વ્યૂહાત્મક સ્થિતિ, ત્યાંના ખનિજ સંસાધનો અને આર્કટિક વિસ્તારમાં રશિયા તથા ચીનની વધતી હાજરીને કારણે અમેરિકા માટે ગ્રીનલેન્ડ જરૂરી છે. ટ્રમ્પે અહીં સુધી કહ્યું હતું કે અમેરિકા ગ્રીનલેન્ડને “સરળ કે કઠિન રસ્તે” પણ હાંસલ કરી શકે છે.

આ પણ વાંચોઃ પાકિસ્તાનની અવળચંડાઈ, જમ્મુ કાશ્મીરમાં LoC પર આવ્યાં 5 ડ્રોન, આર્મીએ કર્યો વળતો હુમલો

રશિયા અને ચીનની આર્કટિક વિસ્તારમાં વધતી પ્રવૃત્તિઓને કારણે ગ્રીનલેન્ડ વૈશ્વિક રાજનીતિનું કેન્દ્ર બની ગયું છે. જોકે, ગ્રીનલેન્ડ અને ડેનમાર્ક બંનેએ સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે કોઈપણ પ્રકારનો દબાણ અથવા સોદો સ્વીકાર્ય નથી. આ નિવેદનો બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે આ મુદ્દે નવી ચર્ચા શરૂ થઈ છે અને આવનારા સમયમાં આર્કટિક ક્ષેત્રની રાજનીતિ વધુ ગરમ થવાની શક્યતા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Denmark Greenland Trump

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ