ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / પાકિસ્તાનની અવળચંડાઈ, જમ્મુ કાશ્મીરમાં LoC પર આવ્યાં 5 ડ્રોન, આર્મીએ કર્યો વળતો હુમલો

નેશનલ / પાકિસ્તાનની અવળચંડાઈ, જમ્મુ કાશ્મીરમાં LoC પર આવ્યાં 5 ડ્રોન, આર્મીએ કર્યો વળતો હુમલો

Published By: Ajitsinh Jadeja

Last Updated: 09:52 PM, 13 January 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jammu-Kashmir: પાકિસ્તાન વારંવાર જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું છે.

ADVERTISEMENT

Jammu-Kashmir: પાકિસ્તાન વારંવાર જમ્મુ અને કાશ્મીરમાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યું છે. મંગળવારે જમ્મુના રાજૌરી જિલ્લાના કેરી સેક્ટરમાં નિયંત્રણ રેખા (LoC) પર ફરી એકવાર પાંચ પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યા, જેના કારણે સુરક્ષા દળોએ જવાબી કાર્યવાહી કરી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાંચ પાકિસ્તાની ડ્રોનમાંથી પહેલું મંગળવારે સાંજે 7:30 વાગ્યાની આસપાસ એલઓસી પાર કરીને ભારતીય સીમામાં પ્રવેશતું જોવા મળ્યું. ત્યારબાદ અન્ય ચાર પાકિસ્તાની ડ્રોન રાત્રે 8:30 વાગ્યાની આસપાસ જોવા મળ્યા છે.

vtv app promotion

આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદીએ તેમની વાર્ષિક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે ભારતે પાકિસ્તાનને સ્પષ્ટપણે જણાવી દીધું છે કે નિયંત્રણ રેખા (LoC) નજીક ડ્રોન ઉડાવવા "બિલકુલ અસ્વીકાર્ય" છે. તેમણે ઉમેર્યું કે બંને દેશોએ મંગળવારે ડાયરેક્ટર જનરલ મિલિટરી ઓપરેશન્સ સ્તરની વાટાઘાટો યોજી હતી, જે દરમિયાન ભારતે જમ્મુ અને કાશ્મીરમાં જોવા મળેલી તાજેતરની ડ્રોન ગતિવિધિઓ પર સખત વિરોધ નોંધાવ્યો હતો.

આ પણ વાંચોઃ કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે રાજ્યસભા સીટ ખાલી કરવાનું કર્યું એલાન, રાજનીતિમાં હડકંપ, સામે આવ્યું કારણ

જમ્મુના કાનાચકમાં સેટેલાઇટ ફોન મળી આવ્યો

રવિવાર (11 જાન્યુઆરી, 2026) ના સેટેલાઇટ ફોન મળી આવ્યાના બે દિવસ પછી આ ઘટના બની છે. હકીકતમાં રવિવારે સુરક્ષા દળોએ પાકિસ્તાન સાથેની આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા કાનાચક સેક્ટરમાં એક સેટેલાઇટ ફોન શોધી કાઢ્યો હતો. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક સેટેલાઇટ ફોન મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. ત્યારબાદ ભારતીય સેના, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ અને જમ્મુ અને કાશ્મીર પોલીસે કાનાચક સેક્ટર અને આસપાસના વિસ્તારોમાં સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistani Drone LoC Rajouri District News

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ