બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / last words of colonel Manpreet singh, said i am busy right now will call you in evening

છેલ્લા શબ્દો.. / 'હું વ્યસ્ત છું કરી કોલ કાપ્યો.. સાંજે શહીદ થયા' કર્નલના પરિવારે જણાવી રડાવી મૂકે તેવી કહાની, 2 બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી

Vaidehi

Last Updated: 07:36 PM, 14 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

4 મહિનામાં પોતાનો કાર્યકાળ સમાપ્ત કરવાનાં હતાં પરંતુ આતંકીઓ સાથેની લડતમાં કર્નલ મનપ્રીત સિંહે શહાદત લઈ લીધી.

  • અનંતનાગમાં આતંકીઓ સાથેની લડતમાં 3 ભારતીય જવાનો શહીદ
  • કર્નલ મનપ્રીત સિંહે હુમલા પહેલા જ પરિવાર સાથે કરી હતી વાત
  • 4 મહિનામાં કાર્યકાળ સમાપ્ત થવાનો હતો પરંતુ દેશ માટે શહાદત લીધી

જમ્મૂ-કાશ્મીરનાં અનંતનાગમાં આતંકીઓ સાથે થયેલ એન્કાઉટરમાં ભારતે 3 જવાનો ગુમાવ્યાં છે. સર્ચ ઓપરેશન દરમિયાન આતંકીઓએ તેમના પર ફાયરિંગ કરી દીધી. જેના કારણે કર્નલ મનપ્રીત સિંહ, મેજર આશીષ અને DSP હુમાયૂ ભટ શહીદ થઈ ગયાં. 

સવારે જ પરિવારજનો સાથે વાત કરી હતી
આતંકી હુમલામાં શહીદ થયેલ કર્નલ મનપ્રીત સિંહ એ બટાલિયનનું નેતૃત્વ કરી રહ્યાં હતાં જેણે બુધવારે સવારે અનંતનાગમાં ઓપરેશન ફરી શરૂ કર્યું હતું. ગોળીબારીમાં તેઓ ગંભીરરીતે ઘાયલ થયાં હતાં અને પછી મૃત્યુ પામ્યાં. આ ઓપરેશન પહેલા કર્નલ મનપ્રીતે સવારે 6.45 વાગ્યે પોતાના પરિવારનાં સદસ્યોની સાથે વાતચીત કરી હતી અને કહ્યું હતું કે અત્યારે બિઝી છું સાંજે વાત કરીશ.  

ટૂંક જ સમયમાં રજા પર આવવાની વાત કરી હતી
જાણકારી અનુસાર કર્નલ મનપ્રીતે 17 વર્ષની સેવા પૂરી કરી લીધી હતી. તેઓ 41 વર્ષનાં હતાં. કર્નલ મનપ્રીત સિંહ મોહાલી જિલ્લાનાં ભડોંજિયા ગામનાં રહેવાસી હતાં. તેમની 68 વર્ષીય માતા મંજીત કૌર તેમના નાના દીકરા સંદીપ સિંહ સાથે રહેતી હતી. તેમને આજે સવારે 5.30એ કર્નલ મનપ્રીતનાં શહાદતની જાણકારી આપવામાં આવી હતી. કર્નલ મનપ્રીતે 2 દિવસ પહેલાં પોતાના નાના ભાઈને કહ્યું હતું કે તેઓ ટૂંક જ સમયમાં રજા પર આવશે. 

સેના પદકથી સમ્માનિત હતાં મનપ્રીત સિંહ
જમ્મૂ-કાશ્મીરમાં આતંકવાદીઓનાં એન્કાઉન્ટર કરવા બદલ કર્નલ મનપ્રીતને વીરતા માટે 2021માં સેના પદકથી સમ્માનિત કરવામાં આવ્યાં હતાં. કર્નલ મનપ્રીત સિંહે કુલ 17 વર્ષની સેવામાં 5 વર્ષ સુધી રાષ્ટ્રીય રાયફલ્સ બટાલિયનની સાથે સેકન્ડ ઈન કમાન્ડ અને પછી કમાંડિંગ ઓફિસરનાં રૂપમાં ફરજ બજાવી હતી. તેઓ આવનારા 4 મહિનાઓમાં રાષ્ટ્રીય રાઈફલ્સની સાથે પોતાનો કાર્યકાળ પૂર્ણ કરવાનાં હતાં.

2 બાળકોનાં પિતા હતાં
શહીદ કર્નલ મનપ્રીતે 2003માં લેફ્ટેનેંટ કર્નલ અને 2005માં કર્નલનાં રૂપમાં પદોન્નત કર્યું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની જગમીત ગ્રેવાલ, મા અને 2 બાળકો છે. તેમાં એક બાળક 6 વર્ષનો અને 2 વર્ષની દીકરી શામેલ છે.શહીદ કર્નલ મનપ્રીતે 2003માં લેફ્ટેનેંટ કર્નલ અને 2005માં કર્નલનાં રૂપમાં પદોન્નત કર્યું હતું. તેમના પરિવારમાં તેમની પત્ની જગમીત ગ્રેવાલ, મા અને 2 બાળકો છે. તેમાં એક બાળક 6 વર્ષનો અને 2 વર્ષની દીકરી શામેલ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ