ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / 5 દિવસમાં 250000000000 બનાવી લીધા, આ કંપનીના રોકાણકારોને તગડો નફો, રૂપિયાના ઢગલા

સ્ટોક માર્કેટ / 5 દિવસમાં 250000000000 બનાવી લીધા, આ કંપનીના રોકાણકારોને તગડો નફો, રૂપિયાના ઢગલા

Last Updated: 05:48 PM, 26 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વીતેલા સપ્તાહમાં ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી અને આ દરમિયાન સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 4 કંપનીઓને ભારે નુકસાન થયું, જ્યારે છ કંપનીઓના બજારમૂલ્યમાં વધારો થયો.

ADVERTISEMENT

વીતેલા સપ્તાહમાં ભારતીય શેરબજારમાં ભારે અસ્થિરતા જોવા મળી હતી અને આ દરમિયાન સેન્સેક્સની ટોચની 10 કંપનીઓમાંથી 4 કંપનીઓને ભારે નુકસાન થયું, જ્યારે છ કંપનીઓના બજારમૂલ્યમાં વધારો થયો. આમાં, IT ક્ષેત્રની દિગ્ગજ કંપની ઇન્ફોસિસના રોકાણકારોને સૌથી વધુ ફાયદો થયો છે અને માત્ર પાંચ ટ્રેડિંગ દિવસોમાં લગભગ રૂ. 25,000 કરોડનો જંગી નફો કર્યો છે.

સેન્સેક્સમાં 428.87 પોઈન્ટનો ઘટાડો

વીતેલા સપ્તાહમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જના 30 શેેર વાળા સેન્સેક્સમાં 428.87 પોઈન્ટ અથવા 0.55 ટકા, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટીમાં 111 પોઈન્ટ અથવા 0.47 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.. દરમિયાન, પાંચ દિવસના ટ્રેડિંગ દરમિયાન મુકેશ અંબાણીની રિલાયન્સને સૌથી વધુ નુકસાન થયું , એલઆઈસી, એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક પણ ખોટ કરતી કંપનીઓની યાદીમાં સામેલ છે. જ્યારે ઈન્ફોસિસ, HDFC બેંક, ભારતી એરટેલ, TCS, HUL અને ITCને ફાયદો થયો હતો.

ઇન્ફોસિસ કમાણીમાં આગળ

ઈન્ફોસિસના રોકાણકારોએ શેરબજારમાં માત્ર પાંચ દિવસમાં 24,934.38 કરોડ રૂપિયાની કમાણી કરી છે. કંપનીનું માર્કેટ કેપ (ઇન્ફોસિસ માર્કેટ કેપ) વધીને રૂ. 7,78,612.76 કરોડ થયું છે. આ સિવાય HDFC બેન્ક એમકેપમાં રૂ. 9,828.08 કરોડનો ઉછાળો આવ્યો હતો અને તે વધીને રૂ. 12,61,627.89 કરોડ થયો હતો. આ સિવાય ભારતી એરટેલનું બજાર મૂલ્ય રૂ. 9,398.89 કરોડ વધીને રૂ. 936,413.86 કરોડ થયું છે. આ સિવાય ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ (TCS)નું માર્કેટ કેપ રૂ. 9,262.3 કરોડ વધીને રૂ. 15,01,976.67 કરોડ થયું છે. આ સિવાય હિન્દુસ્તાન યુનિલિવર (HUL) અને ITCની બજાર કિંમતમાં પણ વધારો થયો છે.

રિલાયન્સના રોકાણકારોનું 75,000 કરોડનું નુકસાન! હવે વાત કરીએ તેમના રોકાણકારોને નુકસાન પહોંચાડતી કંપનીઓની, મુકેશ અંબાણીની RIL આ યાદીમાં સૌથી આગળ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપિટલાઇઝેશન (રિલાયન્સ મેકેપ) રૂ. 74,969.35 કરોડ ઘટીને રૂ. 16,85,998.34 કરોડ થયું હતું. આ સિવાય ભારતીય જીવન વીમા નિગમ (LIC)નું મૂલ્ય રૂ. 21,251.99 કરોડ ઘટીને રૂ. 5,19,472.06 કરોડ થયું હતું. સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયાનો MCap (SBI માર્કેટ કેપ) રૂ. 17,626.13 કરોડ ઘટીને રૂ. 6,64,304.09 કરોડ અને ICICI બેન્કનો MCap રૂ. 11,549.98 કરોડ ઘટીને રૂ. 8,53,945.19 કરોડ થયો હતો. રિલાયન્સે ગત સપ્તાહે શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે જોરદાર નુકસાન સહન કર્યું હોવા છતાં, રિલાયન્સ દેશની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓની યાદીમાં નંબર 1 પર છે . આ પછી TCS, HDFC બેન્ક, ભારતી એરટેલ, ICICI બેન્ક, ઇન્ફોસિસ, સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા, હિન્દુસ્તાન યુનિલિવર, ITC અને LICનો સમાવેશ થાય છે.

આ પણ વાંચોઃ બજેટ પહેલા મુકેશ અંબાણીને ઝટકો! રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને પાંચ દિવસમાં 75000 કરોડનું નુકસાન

PROMOTIONAL 13

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Stock Market Sensex Nifty
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ