ન્યૂઝ અપડેટ્સ
VTV / બિઝનેસ / બજેટ પહેલા મુકેશ અંબાણીને ઝટકો! રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને પાંચ દિવસમાં 75000 કરોડનું નુકસાન
Last Updated: 01:43 PM, 26 January 2025
ADVERTISEMENT
બજેટને હવે એક અઠવાડિયાની વાર છે એ પહેલા
ADVERTISEMENT
દેશની સૌથી મોટી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને મોટું નુકસાન થયું છે. શેરબજારમાં કંપનીના શેરમાં ઘટાડાને કારણે કંપનીના માર્કેટ કેપમાં લગભગ 75 હજાર કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. બીજી તરફ, LIC અને SBIના માર્કેટ કેપમાં પણ મોટો ઘટાડો જોવા મળ્યો છે. દેશની બીજી સૌથી મોટી ધિરાણકર્તા ICICI બેંકના માર્કેટ કેપમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. જોકે, ગયા અઠવાડિયે, દેશની 10 સૌથી મૂલ્યવાન કંપનીઓમાંથી ચારની સંયુક્ત બજાર મૂડીમાં 1,25,397.45 કરોડ રૂપિયાનો ઘટાડો થયો હતો.

ADVERTISEMENT
બીજી તરફ, દેશની ટોચની 10 કંપનીઓમાંથી 6 કંપનીઓના માર્કેટ કેપમાં વધારો થયો છે. આ કંપનીઓના સંયુક્ત માર્કેટ કેપમાં રૂ. ૫૮,૫૫૪.૮૮ કરોડનો વધારો જોવા મળ્યો છે. દેશની સૌથી મોટી IT કંપનીઓમાંની એક, ઇન્ફોસિસના માર્કેટ કેપમાં સૌથી મોટો વધારો જોવા મળ્યો છે. TCS, HDFC બેંક, એરટેલ, IT અને HUL ના માર્કેટ કેપમાં વધારો જોવા મળ્યો છે. ગયા અઠવાડિયે, BSE સેન્સેક્સ 428.87 પોઈન્ટ અથવા 0.55 ટકા ઘટ્યો હતો, અને નિફ્ટી 111 પોઈન્ટ અથવા 0.47 ટકા ઘટ્યો હતો.
દેશની આ કંપનીઓના માર્કેટ કેપમાં ઘટાડો
ADVERTISEMENT
વધુ વાંચો: કરદાતાઓ માટે રાહતના સમાચાર! બજેટમાં ટેક્સના દર ઘટાડવા સરકારનો માસ્ટર પ્લાન
ADVERTISEMENT

આ કંપનીઓના માર્કેટ કેપમાં વધારો
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો