ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 08:28 AM, 26 January 2025
ADVERTISEMENT
કેન્દ્ર સરકાર આગામી બજેટમાં ખરીદ શક્તિ વધારવા માટે મહત્ત્વના નિર્ણય લઈ શકે છે જેમાં સૌથી અગત્યનો ઇન્કમ ટેક્સ સ્લેબને લઈને હશે. નવા ટેક્સના માળખામાં છૂટ આપીને લોકો વધુ ખર્ચ કરે તે સરકારની યોજના છે. જો લોકોની ખરીદ શક્તિ વધશે તો તે ઈકોનોમીને ફાયદો કરાવશે તે કેવી રીતે થશે ચાલો સમજીએ.
ADVERTISEMENT
સરકાર દેશની અર્થવ્યવસ્થાને વેગ આપવા માટે આવકવેરા સ્લેબમાં ફેરફાર કરી શકે છે, તેનાથી લોકોની આવક વધશે અને તેઓ વધુ ખર્ચ કરશે. હાલમાં દેશમાં બે પ્રકારની ટેક્સ સિસ્ટમ છે. એક જૂની કર વ્યવસ્થા અને બીજી નવી કર વ્યવસ્થા. સરકારના નવા ટેક્સના માળખા હેઠળ કર ચૂકવતા લોકોને રાહત આપી શકે છે. નવી કર વ્યવસ્થા હેઠળ, સરકારે 3 લાખ રૂપિયાથી 15 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા સુધીનો ટેક્સ નક્કી કર્યો છે. જે જૂની ટેક્સ પધ્ધતિ કરતાં ઓછું છે. જોકે, જૂની કર વ્યવસ્થામાં તમને અનેક પ્રકારની છૂટ મળે છે. તે જ સમયે, નવી કર વ્યવસ્થામાં, ઓછો કર ચૂકવવો પડશે પરંતુ એક કે બે યોજનાઓ સિવાય કોઈ મુક્તિ નથી.

ADVERTISEMENT
નવા ટેક્સના માળખામાં છૂટછાટ
1 ફેબ્રુઆરીએ રજૂ થનાર બજેટમાં ટેક્સમાં વધુ છૂટ મળશે તેવી આશા સેવાઇ રહી છે, કારણ કે સરકાર અર્થતંત્રને પણ સાચવવા માંગે છે. લોકોને ટેક્સમાં રાહત મળશે તો લોકો બચત કરતાં વધુ ધ્યાન ખર્ચ કરવા પર આપશે અને જેટલો ખર્ચ વધશે એટલી દેશનિય આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આને લઈને બે શક્યતાઓ સામે આવી ઢીક હે એલ સરકાર સ્ટાન્ડર્ડ ડિડક્શનની લિમિટને 75000 થી વધારીને 1 લાખ રૂપિયા કરી શકે છે અને બીજી ટેક્સ ફ્રી રકમ 7 લાખથી વધીને 10 અલખ રૂપિયા સુધીની થઈ શકે છે, આ ઉપરાંત સરકાર 20% ટેક્સ ભરવાવાળનો ઇન્કમ સ્લેબ વધારીને 20 લાખ રૂપિયા સુધીનો કરી શકે છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ગુજરાત સરકારનું વિકાસલક્ષી બજેટ, ચાલુ વર્ષે 12 ટકાના વધારા સાથે 3.75 લાખ કરોડ રહેવાની ધારણા

ADVERTISEMENT
વધુ ઇન્કમ ઈકોનોમી માટે જરૂરી
ટેક્સ સ્લેબમાં છૂટ મળવાથી મિડલ ક્લાસના હાથમાં વધુ રૂપિયા બચશે અને બચત પર ટેક્સ મુક્તિ નહીં મળે અને જેથી તે આ રૂપિયાને પોતાની જારોરોઇયત કે શોખ પૂરો કરવા માટે ખર્ચશે. આપનો દેશ કે જે વિશ્વની પંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે તેના માટે જરૂરી છે કે વપરાશ વધે. શહેર અને ગ્રામ્ય બંને વિસ્તારોમાં માંગ વધવી જોઈએ અને જીડીપીમાં પણ વધારો થવો જોઈએ આ અબ્ધિ બાબતોને ધ્યાનમાં લઈને સરકાર મોટો નિર્ણય લઈ શકે છે.
ADVERTISEMENT
(DISCLAIMER: બિઝનેસને લગતો આ આર્ટિકલ ન્યૂઝ આધારિત છે જેમાં રિસ્કનું પ્રમાણ વધુ હોય શકે છે, કોઈ પણ જગ્યાએ રોકાણ કે બિઝનેસને લગતો વહીવટ કરતી વખતે એક વખત માર્કેટ નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે, vtvgujarati.com કોઈ પણ મુશ્કેલી માટે બંધનકર્તા રહેશે નહીં જેની ખાસ નોંધ લેવી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો