બ્રેકિંગ ન્યુઝ
VTV / બિઝનેસ / મોંઘુ થાય તે પહેલા સોનું ખરીદવાની છેલ્લી તક! ગોલ્ડ રેટ 1 લાખ નહીં જશે 125000 રૂપિયાને પાર
Last Updated: 11:53 AM, 23 February 2025
નિષ્ણાતો માને છે કે આગામી મહિનાઓમાં સોનાના ભાવમાં વધારો ચાલુ રહેશે. કારણ કે ટ્રમ્પ વહીવટીતંત્રનો ટેરિફ એજન્ડા આગળ વધી રહ્યો છે.
ADVERTISEMENT
આગામી દિવસોમાં સોનાના ભાવ ફરી વધવાની શક્યતા છે. જોકે વધતા ભાવોને કારણે કેટલાક નિષ્ણાતો ટૂંકા ગાળાના નફા-બુકિંગ દબાણની આશંકા વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ તેઓ ભવિષ્યમાં સોનામાં રોકાણ કરીને મોટા નફાનો દાવો પણ કરી રહ્યા છે. નિષ્ણાતોનું માનવું છે કે દોઢથી બે વર્ષમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1.25 લાખ રૂપિયા સુધી પહોંચી શકે છે.
ADVERTISEMENT
સોનાના ભાવ વધવાની ધારણા
સ્વિટ્ઝર્લૅન્ડ સ્થિત બ્રોકરેજ ફર્મ યુબીએસએ વધતી રોકાણ માંગને ધ્યાનમાં રાખીને સોનાના ભાવનો અંદાજ $3200 પ્રતિ ઔંસ સુધી વધારી દીધો છે. આ મહિને ફેબ્રુઆરી 2025 માં તેણે આ વર્ષ માટે સોનાના ભાવનો લક્ષ્યાંક $3000 પ્રતિ ઔંસ સુધી વધારી દીધો હતો. કારણ કે વિદેશી વિનિમય અનામત અને ઇટીએફના વૈવિધ્યકરણ માટે કેન્દ્રીય બેંકો તરફથી મજબૂત માંગને માન્યતા આપવામાં આવી હતી.
ADVERTISEMENT
બ્રોકરેજ ફર્મ યુબીએસએ તેના અહેવાલમાં જણાવ્યું હતું કે, અમે હમણા જ કિમતી ધાતુઓ પર પોતાના વિચારને મધ્યમ ઓવરવેટથી વધારી પુર્ણ ઓવરવેટ કરી દીધો છે. કેમ કે ટ્રમ્પ વહીવટીતંત્ર ટેરિફ એજન્ડા આગળ વધારી રહ્યું છે અને વૈશ્વિક વેપારમાં વ્યાપક અને ઊંડા વિક્ષેપોનું જોખમ વધી રહ્યું છે. વિશેષ રૂપમાં આ માહોલમાં સોના અને ચાંદીને પ્રમુખ લાભાર્થી રુપમાં પસંદ કરાય છે.

ADVERTISEMENT
સોનું પોર્ટફોલિયોને સંતુલિત કરે છે: જોખમ ટાળવા માટે સોનું પોર્ટફોલિયો બનાવવામાં મહત્વપૂર્ણ છે. અમે સંતુલિત યુએસડી-આધારિત પોર્ટફોલિયોના 5% સોનાને ફાળવીશું. જોકે ચાંદીને સેન્ટ્રલ બેંકની ખરીદીનો સીધો ફાયદો થશે નહીં. છતાં સોનાની ઊંચી કિંમત ચાંદીના ભાવને થોડો ટેકો પૂરો પાડે તેવી શક્યતા છે. કારણ કે ચાંદીનો સોના સાથે સ્થિર અને મજબૂત હકારાત્મક સંબંધ છે, તે જોડે છે.
લાંબા ગાળે ભાવમાં વધારો થવાની શક્યતા
ADVERTISEMENT
એક મિડિયા હાઉસ સાથેની વાતચીતમાં એચડીએફસી સિક્યોરિટીઝના કરન્સી અને કોમોડિટીઝના વડા અનુજ ગુપ્તાએ જણાવ્યું હતું કે સોના માટે પ્રતિ 10 ગ્રામ રૂ. 87,000 ના પ્રતિકારની સ્થિતિ છે. આ સ્તર તોડ્યા પછી સોનામાં વધુ વધારો થવાની ધારણા છે. તેમણે રોકાણકારોને સાવધ વલણ અપનાવવાની સલાહ આપી. તેમણે કહ્યું કે લાંબા ગાળે સોનામાં વધારો થવાની શક્યતા છે, જ્યારે ટૂંકા ગાળામાં થોડો નફો બુકિંગની શક્યતા છે.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ જાણવા જેવું / સરકારના આ એક નિર્ણયથી બચે છે વેપારીઓના રૂપિયા! શું તમે જાણો છો?
ચાંદીના ભાવમાં વધારો નહીં થાય
ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલ (GJC) ના ભૂતપૂર્વ પ્રમુખે એક મીડિયા સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે સોનામાં થોડો ઘટાડો થયો છે. પરંતુ આગામી 3-4 મહિનામાં તેની કિંમત 10 ગ્રામ દીઠ 89,000-90,000 રૂપિયા સુધી પહોંચવાની ધારણા છે. તેમણે કહ્યું કે મે-જૂનમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળી શકે છે. તેમણે કહ્યું કે આગામી 1 થી 1.5 વર્ષમાં સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,25,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. ચાંદીના ભાવમાં આટલો વધારો થવાની અપેક્ષા નથી.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે vtvgujarati.com આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતીને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.