બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Landfall forecast after 9 pm now, appeal to people to stock up on essentials - keep mobile batteries charged

આફતરૂપી વાવાઝોડું / બિપોરજોય: હવે રાત્રે 9 વાગ્યા પછી લેન્ડફોલની આગાહી, લોકોને જીવનજરૂરી વસ્તુઓનો સંગ્રહ-મોબાઈલની બેટરી ચાર્જ રાખવા અપીલ

Malay

Last Updated: 12:38 PM, 15 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Statement by shankar chaudhary: વાવાઝોડાને લઈ વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે, વાવાઝોડા સમયે લોકોએ ઘરોની અંદર રહેવું અને જીવનજરૂરી ચીજવસ્તુઓનો સંગ્રહ કરી લેવો.

 

  • ગુજરાત પર બિપોરજોય વાવાઝોડાનું સંકટ
  • વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીની લોકોને અપીલ
  • વાવાઝોડા સમયે લોકો ઘરોની અંદર રહોઃ શંકર ચૌધરી
  • લોકોએ અફવાઓમાં ધ્યાન ન આપવુંઃ ગેનીબેન ઠાકોર

ગુજરાતની માથે વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. વાવાઝોડું સતત ગુજરાતની તરફ આગળ વધી રહ્યું છે. IMD દ્વારા જણાવ્યા અનુસાર, બિપોરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોંચ્યું છે. બિપોરજોય વાવાઝોડું જખૌથી માત્ર 170 કિમી દૂર છે. જ્યારે દ્વારકાથી 210 કિમી, નલિયાથી 210 કિમી, પોરબંદરથી 290 કિમી, કરાંચીથી 270 કિમી દૂર છે. 

શંકર ચૌધરીએ જનતાને અપીલ
સતત આગળ વધી રહેલા બિપોરજોય વાવાઝોડાના સંકટ વચ્ચે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જનતાને અપીલ કરી છે. શંકર ચૌધરીએ જણાવ્યું છે કે, આપણે સાવધાની રાખવાની છે. વાવાઝોડાના સમયે લોકોએ ઘરોની અંદર જ રહેવું. વાવાઝોડું પસાર થઈ જાય ત્યાં સુધી ઘરની બહાર ન નીકળવું.

બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ ગૃહરાજ્ય મંત્રી પ્રદીપસિંહને એવો પત્ર લખ્યો  કે થવા લાગ્યા અનેક તર્ક-વિતર્ક | Controversy over letter from Banas Dairy  chairman ...
શંકર ચૌધરી (અધ્યક્ષ, ગુજરાત વિધાનસભા)

ખોટી અફવાઓથી દૂર રહેવુંઃ શંકર ચૌધરી
તેઓએ જનતાને અપીલ કરતા જણાવ્યું છે કે, દરેકે જીવન જરૂરી ચિજવસ્તુનો સંગ્રહ કરી લેવો અને મોબાઈલની બેટરી ફુલ રાખવી. સાથે જ ઘરમાં ટોર્ચની વ્યવસ્થા પણ કરી લેવી. તેઓ જણાવ્યું કે, પશુપાલકોએ પશુઓની ખાસ કાળજી રાખવી. અંતે તેઓએ જણાવ્યું કે, ગુજરાતના લોકોએ અફવાઓમાં ન દોરાવું નહીં અને ખોટી અફવા ફેલાવવી નહીં.  

ગેનીબેન ઠાકોરે પણ લોકોને સાવચેત રહેવાની કરી અપીલ
શંકર ચૌધરી ઉપરાંત વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે પણ વાવાઝોડાને લઈને લોકોને અપીલ કરી છે. તેઓએ લોકોને પૂરતી તકેદારી રાખવા અને કોઈ અફવામાં ન આવવાની અપીલ કરી છે. ગેનીબેન ઠાકોરે જણાવ્યું છે કે, લોકોએ પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાનું પાલન કરવું. દસ્તાવેજો અને કિંમતી વસ્તુઓને લોકો સુરક્ષિત જગ્યાએ રાખવા. પશુઓને સલામત અને યોગ્ય જગ્યાએ ખસેડી દેવા. આપતિ સમયે લોકો ગભરાયા વગર તંત્ર અથવા મારો સંપર્ક કરે. ગેનીબેન ઠાકોરે વીડિયો વાયરલ કરી પોતાનો નંબર આપી લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે. 

ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે શંકર ચૌધરી પર પ્રહાર કરતા કહ્યું કંઇક આવું...
ગેનીબેન ઠાકોર (ધારાસભ્ય, વાવ)

આજે રાત્રે વાવાઝોડું લેન્ડફોલ થશેઃ આલોક પાંડે
બિપોરજોય વાવાઝોડાના સંકટ અંગે રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું છે કે, આજે રાત્રે વાવાઝોડું લેન્ડફોલ થશે, વાવાઝોડું ટકરાશે ત્યારે પવન 115થી 125 કિમીની ઝડપે ફૂંકાશે. વાવાઝોડાના કારણે રાજ્યમાં ભારે વરસાદ થશે. વાવાઝોડાને લઈ પાટણ અને બનાસકાંઠાને સતર્ક રહેવા કહેવાયું છે. અત્યાર સુધી 95 હજાર લોકોનું સ્થળાંતર કરાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વાવાઝોડાની સમીક્ષા કરી રહ્યા છે. આજે પણ CMએ સમીક્ષા બેઠક યોજી છે.

કેન્દ્ર સરકાર સતત કરી રહી છે મોનીટરીંગ 
બિપોરજોય વાવાઝોડાને લઈને આ સમયે રાજ્યથી લઈને કેન્દ્ર સરકાર એલર્ટ મોડ પર છે. દેશના ગૃહમંત્રી, રક્ષા મંત્રી, ત્રણેય સેના પ્રમુખ, NDRF, SDRF, ગુજરાતના મુખ્યમંત્રી અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને હવામાન વિભાગ સાથે સંકળાયેલા દરેક કર્મચારી, આ સમયે બધાની નજર માત્ર બિપોરજોય વાવાઝોડા પર છે.  

ગુજરાતમાંથી કુલ કેટલાં લોકોનું સ્થળાંતર કરાયું?
વાવાઝોડાના સંભવિત ખતરાને ધ્યાનમાં રાખી ગુજરાતમાં 95 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું. જૂનાગઢમાંથી 4 હજાર 462 અને કચ્છમાંમાંથી 17 હજાર 739 લોકોનું સ્થળાંતર, જામનગરમાંથી 8 હજાર 542 અને પોરબંદરમાંથી 3 હજાર 469 લોકો, દેવભૂમિ દ્વારકામાંથી 4 હજાર 863 અને ગીર સોમનાથમંથી 1 હજાર 605 લોકોનું સ્થળાંતર, મોરબીમાંથી 1 હજાર 936 અને રાજકોટમાંથી 4 હજાર 497 લોકોનું સ્થળાંતર કરાયું છે. તમામ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ