બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / lakimpur kheri case priyanka gandhi vadra clashes with up police congress

VIDEO / પોલીસ અને પ્રિયંકા વચ્ચે થઈ બોલાચાલી, પ્રિયંકાએ કહ્યું, ‘પહેલા વોરન્ટ લઈ આવો અને હિમ્મત હોય તો અડીને બતાવો...’

Dharmishtha

Last Updated: 02:29 PM, 4 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રિયંકા ગાંધીની યુપી પોલીસ સાથે આકરી બોલાચાલી થઈ છે. જેનો વીડિયો સામે આવ્યો છે.

યુપી પોલીસ સાથે પ્રિયંકાની આકરી બોલાચાલી થઈ 
પ્રિયંકા અને પોલીસની વચ્ચેની બોલાચાલીનો  વીડિયો સામે આવ્યો
પ્રિયંકાએ પોલીસને કહ્યું તમારા અધિકારીઓ અને મંત્રીઓ પાસેથી વોરન્ટ લઈ આવો

યુપી પોલીસ સાથે પ્રિયંકાની આકરી બોલાચાલી થઈ 

લખીમપુર ખીરીના ક્ષેત્રમાં થયેલી હિંસામાં ખેડૂતો સહિત 8 લોકોના મોત થયા છે. આ બાદ સોમવારે સ્થળ પર જઈ રહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની રસ્તામાં સીતાપુરમાં અટકાયત કરાઈ જેમાં તેમની યુપી પોલીસ સાથે આકરી બોલાચાલી થઈ છે.

પ્રિયંકા અને પોલીસની વચ્ચેની બોલાચાલીનો  વીડિયો સામે આવ્યો

યુપી પોલીસ સાથે થયેલી બોલચાલનો એક વીડિયોમાં પ્રિયંકા ગાંધી એમ કહેતા જોવા મળી રહ્યા છે કે જો આ ગાડીમાં લઈ જશો તો મારું અપહરણ કરી લેશો. તેમણે કહ્યું કે પોલીસને કહ્યું કે આ જ છે તમારું લીગલ સ્ટેટ્સ. એવું ન માનશો કે હું સમજતી. એ બાદ એક પોલીસ વાળો કહે છે કે તેમની ધરપકડ કરી લો. જેના પર પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, કરો અમને અરેસ્ટ, અમે ખુશીથી આવીશું તમારી સાથે. તમે જો અમને ધરેલી રહ્યા છોને, તેમાં ફિઝિકલ અસોલ્ટ, કિડનેપીંગનો પ્રયાસ, અટેમ્પ્ટ ટૂ મોલેસ્ટ અને અટેમ્પ્ટ ટૂ હાર્મ છે.

પ્રિયંકાએ પોલીસને કહ્યું તમારા અધિકારીઓ અને મંત્રીઓ પાસેથી વોરન્ટ લઈ આવો

પ્રિયંકાએ પોલીસને કહ્યું કે હું બધું જ સમજુ છુ. મને અડીને બતાવો. પોતાના અધિકારીઓ અને મંત્રીઓ પાસેથી વોરન્ટ લઈ આવો. મહિલા સાથે વાત કરતા શીખો. તેમણે પોલીસને કહ્યું કે તમારા રાજ્યમાં ભલે કાયદો ન હોય, પરંતુ આ દેશમાં કાયદો છે. મને ધક્કેલીને ક્યાં જશો અને મને જબરદસ્તી લઈ જઈ રહ્યા છો. તમારો કોઈ હક નથી. તેમણે કહ્યું કે કોઈ વોરન્ટ વગર મને કયા આધાર પર રોકી રહ્યા છો. મને વોરન્ટ બતાવો નહીંતર હું અહીંથી નહીં હલુ.

પોલીસ કર્મીઓ પર પ્રિયંકા ગાંધી સાથે ધક્કા મુક્કી કરવાનો આરોપ

ઘટનાની જાણકારી આપતા કોંગ્રેસના ઉત્તર પ્રદેશ યુનિટના અધ્યક્ષ અજય કુમાર લલ્લૂએ જણાવ્યું કે પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના રાજ્યસભા સભ્ય દીપેન્દ્ર હુડ્ડા સહિત કેટલાક વરિષ્ઠ નેતા લખીમપુર ખીરી જઈ રહ્યા હતા. ત્યારે લગભગ 5 વાગે રસ્તામાં તેમની સીતાપુરમાં ધરપકડ કરવામાં આવી હતી.  તેમણે પોલીસ કર્મીઓ પર પ્રિયંકા ગાંધી સાથે ધક્કા મુક્કી કરવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે કોંગ્રેસ મહાસચિવ ખેડૂતોનું દુઃખ-દર્દ વહેંચવા જઈ રહ્યા હતા. તેમને આ રીતે રોકવા અલોકતાંત્રિક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ