બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / સુરત / Lakhan who drowned in the sea of Surat, was found alive in Navsari

સુરત / 14 વર્ષનો લખન સુરતના દરિયામાં તણાયો: 36 કલાક સુધી ઊંડા પાણીમાં મોત સામે ઝઝૂમતો રહ્યો, નવસારીના માછીમારોએ આ રીતે બચાવી લીધો જીવ

Malay

Last Updated: 02:14 PM, 1 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Surat News: સુરતમાં 14 વર્ષના કિશોરની દરિયા સાથે બાથ ભીડવાની રોમાંચક ઘટના આવી સામે, શુક્રવારે દરિયામાં ડૂબેલો 14 વર્ષનો લખન 36 કલાક બાદ જીવંત મળ્યો.

  • શુક્રવારે દરિયામાં ડૂબ્યો હતો લખન
  • 36 કલાક બાદ નવસારી નજીકથી જીવંત મળ્યો
  • લખનને માછીમારોએ જોતાં બચાવી લેવાયો 

કહેવાય છે કે કુદરત સામે માણસ હંમેશા લાચાર હોય છે. જોકે કેટલાક લોકો એવા પણ હોય છે કે જીવવાની જીજીવિશામાં કુદરત સાથે પણ લડે છે અને જીતી જાય છે. આવો જ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જ્યાં શુક્વારે દરિયામાં ગરક થઇ જનાર 14 વર્ષના કિશોરે 36 કલાક સુધી અફાટ દરિયા સામે ઝઝૂમી પોતાનો જીવ બચાવ્યો છે. સુરતના દરિયામાં ડૂબેલો કિશોર નવસારીથી સુરક્ષિત મળી આવ્યો છે. 

36 કલાક સુધી પાણીમાં તરતો રહ્યો
નવસારી એસ.પી સુશીલ અગ્રવાલે આ ઘટના વિશે જણાવ્યું કે, શુક્રવારે દાદી સાથે ડુમસ બીચ પર ગયેલો 14 વર્ષનો લખન દરિયાના ઉંડા પાણીમાં ગરક થયો હતો. જોકે, લખન ડરવાને બદલે દરિયા સામે બાથ ભીડી પાણીમાં તરતો રહ્યો. જેના થોડા સમય બાદ દરિયામાં લાકડાની પાટ મળતાં તે પાટ પર બેસી ગયો હતો. સુરતમાં ડૂબેલો લખન સતત 36 કલાક સુધી દરિયામાં પાણી અને ભોજન વિના તરતો રહ્યો હતો. જે બાદ ડૂમસથી 60 કિમી દૂર નવસારીના ધોલાઇ બંદર પાસે જોવા મળ્યો હતો.

માછીમારોની પડી નજર
તેઓએ જણાવ્યું કે, 36 કલાકમાં દરિયામાં લખન 22 નોટિકલ માઇલ દૂર નવસારી પહોચ્યો હતો. આ દરમિયાન માછીમારોની નજર પાણીમાં તેના પર પડતા તેઓ તાત્કાલિક બોટ તેની પાસે લઈને પહોંચ્યા અને તેને બચાવી લીધો હતો. માછીમારોએ લખનને તેમની બોટમાં બેસાડી પોલીસ પ્રશાસનનો સંપર્ક કર્યો હતો અને સવારે 5 વાગ્યે બોટમાં લખનને સલામત લઈને ધોલાઈ પહોંચ્યા હતા.

માતા-પિતા પણ ચોંકી ઉઠ્યા
ધોલાઈ પહોંચતા જ લખનને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જે બાદ લખનને ધોલાઈથી નવસારીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. બીજી બાજુ લખનના માતા-પિતાએ પોતાના બાળકના ગુમ થવાની ફરિયાદ નોંધાવી હતી. લખનના દરિયામાં ડૂબી જવાની અને બચી જવાની કહાની સાંભળી તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. લખન 36 કલાક દરિયા સામે ઝઝુમી જીવતો મળતાં માતાપિતા ખુશખુશાલ થઈ ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ