બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / વડોદરા / Lack of facilities in the administrative ward office in Vadodara

વડોદરા / ઉતાવળે ઉદ્ધાટન તો કર્યા પણ સુવિધા કંઇ ના આપી, વડોદરામાં વહીવટી વોર્ડનો 'ગોબરો વહીવટ'

ParthB

Last Updated: 01:06 PM, 8 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં ઈલેક્શન વોર્ડ પ્રમાણે વહીવટી વોર્ડ તો શરૂ કરી દેવામાં આવ્યા છે. જોકે વહીવટી વોર્ડ ઓફિસમાં વ્યવસ્થાના નામે મિંડુ છે.

  • વડોદરામાં ઈલેક્શન વોર્ડ પ્રમાણે વહીવટી વોર્ડ શરૂ કર્યા
  • 19 વોર્ડ ઓફિસમાં 1 એપ્રિલથી શરૂ કર્યા વહીવટી વોર્ડ
  • ઉતાવળે ઉદ્ઘાટન તો કર્યા પણ સુવિધાનો છે અભાવ
  • વહીવટી વોર્ડ ઓફિસમાં યોગ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ નથી ગોઠવાયું

19 વોર્ડ ઓફિસમાં 1 એપ્રિલથી વહીવટી વોર્ડ શરૂ

વડોદરા મનપા મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે તાજેતરમાં મોટો વહીવટી ફેરફાર કર્યો હતો. અને 1લી એપ્રિલથી વડોદરા શહેરના 19 વોર્ડ વિસ્તારોમાં 19 વહીવટી વોર્ડ ઓફિસ કાર્યરત કરવામાં આવી હતી. જેને લઈને તાબડતોબ તમામ વોર્ડ ઓફિસમાં નવા વોર્ડ ઓફિસર, રેવન્યુ ઓફિસરની નિમણૂંક કરી દેવામાં આવી. જો કે, તંત્ર દ્વારા ઉતાવળે ઉદ્ધાટન કરવામાં આવેલા વહીવટી વોર્ડમાં વ્યવસ્થાના નામે મિંડુ છે. 

ઉતાવળે ઉદ્ઘાટન તો કર્યા પણ સુવિધાનો છે અભાવ

વડોદરામાં ઈલેક્શન વોર્ડ પ્રમાણે વહીવટી વોર્ડ તો શરૂ કરી દેવામાં આવ્યા છે. જો કે, વ્યવસ્થાના નામે મિંડુ છે. 19 વોર્ડ ઓફિસમાં 1 એપ્રિલથી વહીવટી વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે. ઉતાવળે ઉદ્ઘાટન કરીને શરૂ કરવામાં આવેલા વહીવટી વોર્ડમાં સુવિધાનો અભાવ છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ યોગ્ય નથી ગોઠવાયું. વાસણા ગામમાં તો દુકાનમાં જ વોર્ડ ઓફિસ શરૂ કરી દેવામાં આવી છે. તો કેટલાક સ્થળોએ કમ્પ્યૂટર અને અગત્યના દસ્તાવેજો મુકવા માટે તિજોરીની પણ સુવિધા નથી કરવામાં આવી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ