બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 'મને મોકો જ ન મળ્યો એટલે...', આ શું બોલી ગયા પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી

અપિલ / 'મને મોકો જ ન મળ્યો એટલે...', આ શું બોલી ગયા પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણી

Published By: Vishal Dave

Last Updated: 03:29 PM, 28 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રીને પત્ર લખીને ભેળસેળિયા માફિયાઓ સામે કડક કાયદો લાવવાની માંગ કરી છે.

ગુજરાતમાં ખાદ્ય પદાર્થો અને દવાઓમાં ભેળસેળના કેસો સતત સામે આવી રહ્યા છે. નકલી ઘી, માખણ, પનીર અને દવા જેવા ભેળસેળિયા માલના જથ્થા ઝડપાયા બાદ હવે આ મુદ્દો રાજકીય ચર્ચાનો વિષય બની ગયો છે. પૂર્વ આરોગ્ય મંત્રી કુમાર કાનાણીએ હાલના આરોગ્ય મંત્રીને પત્ર લખીને ભેળસેળિયા માફિયાઓ સામે કડક કાયદો લાવવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ કહ્યું છે કે, “જ્યાં સુધી કાયદાકીય ધોરણ મજબૂત નહીં બને, ત્યાં સુધી આવા માફિયાઓ પર કાબૂ મેળવવો મુશ્કેલ છે.”

“ભેળસેળિયા સામે કાયદો જ નથી, તો અધિકારીઓ કાર્યવાહી કેવી રીતે કરશે?” – કુમાર કાનાણી

કુમાર કાનાણીએ VTV ન્યૂઝ સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું કે,

“હું આરોગ્ય મંત્રી હતો ત્યારે પણ આ પ્રશ્ન ગંભીર હતો,પણ મારી પાસે સંપૂર્ણ સત્તા ન હોવાથી યોગ્ય કાર્યવાહી થઈ શકી નહીં.”

તેમણે ઉમેર્યું કે, “હું રાજ્ય કક્ષાનો આરોગ્ય મંત્રી હતો અને મારી ઉપર નીતિન પટેલ હતા.હું ચાર વર્ષ મંત્રી રહ્યો, જેમાંથી ત્રણ વર્ષ કોરોનાના સમયમાં ગયા.તેથી હું યોગ્ય રીતે કામ કરી શક્યો નહીં અને એ જ કારણથી મારો મંત્રીપદ પણ ગયું.”

તેમણે સ્વીકાર્યું કે તેમના કાર્યકાળ દરમિયાન ભેળસેળિયા સામે પૂરતી કાર્યવાહી ન થઈ શકી,પણ હવે તેમની માંગ છે કે હાલના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાસે સંપૂર્ણ સત્તા છે.અને તેઓ ઈચ્છે તો આવા માફિયાઓ સામે કડક કાયદો લાવી શકે છે.

આ પણ વાંચોઃ સિવિલ હોસ્પિટલમાં ચમત્કાર, મર્યાની 15 મિનિટ બાદ જીવતો થયો દર્દી, ધબકારા ચૂકી જવાય તેવું બોલ્યો

“માફિયાઓને ડરાવવા માટે વિધાનસભામાં કડક કાયદો પસાર કરો”

કાનાણીએ સ્પષ્ટ કહ્યું કે માત્ર ચેતવણી આપવાથી કે દંડ ફટકારવાથી પરિણામ નહીં મળે.“ભેળસેળિયા માફિયાઓને સાચે ડર લાગવો હોય, તો વિધાનસભામાં કડક કાયદો પસાર કરવો જરૂરી છે,” એમ તેમણે કહ્યું.

તેમણે ઉલ્લેખ કર્યો કે તાજેતરમાં અનેક શહેરોમાં નકલી ઘી, માખણ, પનીર અને દવાના જથ્થા ઝડપાયા છે,પણ એ કેસોમાં શું કાર્યવાહી થઈ તેની કોઈ સ્પષ્ટ માહિતી નથી.

તેથી, હવે સમય આવી ગયો છે કે ભેળસેળ વિરુદ્ધ કાયદાકીય તલવાર તિક્ષ્ણ કરવામાં આવે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kumar Kanani Food Adulteration Urges Strict Law

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ