બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Know the time of bursting of firecrackers during Diwali in Ahmedabad, U turn in the matter of retirement statement in Rajasthan politics

2 મિનિટ 12 ખબર / અમદાવાદમાં દિવાળીમાં ફટાકડા ફોડવાનો જાણી લો ટાઈમ, રાજસ્થાનની રાજનીતિમાં રિટાયરમેન્ટના નિવેદન મામલે યુ ટર્ન

Vishal Khamar

Last Updated: 11:12 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેઈલ પર ધમકી આપનાર બે શખ્શોની પોલીસે કરી ધરપકડ જેમાં એક શખ્સ અમદાવાદનો હોવાનું જાણવા મળી રહ્યું છે. રાજસ્થાનનાં પૂર્વ મુખ્યમંત્રીએ રાજનીતીમાં રિટાયરમેન્ટ મુદ્દે યુ ટર્ન લીધો છે.

Chimanbhai Patel Bridge in Ahmedabad will be closed for 3 days due to the repairing work

રાજ્યમાં બ્રિજ તૂટવાના સિલસિલાને લઈ અમદાવાદમાં વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. શહેરમાં બ્રિજોનું સમારકામ કરવાનું કાર્ય હાથ ધર્યું છે. સાબરમતી ચીમનભાઈ પટેલ બ્રિજ રીપેરીંગ કરવાનો નિર્ણય લીધો છે. જેને લઈ તે વાહન વ્યવહાર માટે બંધ કરાયો છે.  પહેલા RTO સર્કલથી સાબરમતી એપ્રોચ સુધીનો બ્રિજ 3 દિવસ માટે બંધ રહેશે ત્યારબાદ સાબરમતી એપ્રોચથી RTO સર્કલ સુધી 6થી 9 તારીખ સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને બ્રિજ પર રોડ પેચવર્કનું કામ કરશે. જેને લઈ આજે મેચ પૂર્ણ થયા બાદ મોડી રાતથી એક તરફનો બ્રિજ બંધ કરવામાં આવશે. સમારકામને લીધે એક તરફ બ્રિજ બંધ રહેતા ટ્રાફિકની સમસ્યા સર્જાશે.

Bandh announcement in Dediyapada, but MP Mansukh Vasava left to open a shop

નર્મદા જિલ્લાના ડેડીયાપાડા પંથકની જંગલની જમીન પર ખેડાણની બાબતમાં ડેડીયાપાડાના MLA ચૈતર વસાવા અને વનવિભાગના કર્મચારીઓ વચ્ચે બબાલ થઈ જતા મામલો બિચક્યો હતો. આ દરમિયાન બીજા અન્ય લોકો સામે પણ બોલાચાલી થતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા, તેમની પત્ની અને P.A સામે ફરિયાદ નોંધાઈ હતી. જે બાદમાં ચૈતર વસાવાના સમર્થકોએ ડેડીયાપાડા બંધનું એલાન આપ્યું છે. જોકે સાંસદ મનસુખ વસાવાએ  વેપારીઓને દુકાન ખોલવા અપીલ કરી છે. આ સાથે ભાજપના જ કેટલાક આગેવાનો ચૈતર વસાવાને મદદ કરી રહ્યા હોવાનું નિવેદન આપતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. 

mukesh ambani 19 year old youth from telangana arrested for sending threatening email to ambani

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઈમેલ પર પાંચ વખત પૈસા આપવાની અથવા મારી નાખવાની ધમકી આપનાર બે યુવાનોની ધરપકડ થઈ છે જેમાં એક ગુજરાતી છે. આ ગુજરાતી અમદાવાદનો હોવાનું જણાવાઈ રહ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ શનિવારે બે યુવાનોની ધરપકડ કરી છે જેમાં એક 19 વર્ષીય તેલંગાણાનો યુવાન અને 21 વર્ષનો ગુજરાતી યુવાન સામેલ છે.

Firecrackers can be burst only for two hours in Ahmedabad, Police announced, they cannot be burst in other places

અમદાવાદમાં દિવાળીમાં ફટાકડાં ફોડવાનો ટાઈમ જાહેર કરાયો છે. શનિવારે અમદાવાદ પોલીસે એક જાહેરનામું બહાર પાડીને ફટાકડાં ફોડવાનો ટાઈમ આપ્યો છે. પોલીસના જાહેરનામા અનુસાર, શહેરમાં ફક્ત બે કલાક જ ફટાકડાં ફોડી શકાશે એટલે કે રાતના 8 થી 10માં જ ફટાકડાં ફોડી શકાશે તે સિવાય નહીં ફોડી શકાય. જાહેરનામાનો ભંગ કરનારની સામે કાર્યવાહી કરવાની પણ પોલીસે વાત કરી છે. 125 ડેસીબલથી 145 ડેસીબલ સુધીના ફટાકડા ફોડવા જરૂરી છે. ફટાકડાની લૂમ દ્વારા પ્રદુષણ અને ઘન કચરો ફેલાતો હોવાથી પ્રતિબંધ લગાવાયો છે. બજાર,શેરીઓ અને સાંકડી ગલીઓમાં ફટાકડા ફોડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચાઈનીઝ તુકકલનું વેચાણ નહિ કરવા આદેશ આપવામાં આવ્યો છે. 

Diwali holidays declared for government employees in Gujarat, offices will remain closed from 11 to 15 November

ગુજરાત સરકારનાં સામાન્ય વહીવટ વિભાગ દ્વારા દિવાળીનાં તહેવારોને ધ્યાને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં તા. 11.11.2023 ના રોજ બીજા શનિવારેની રજા. તા. 12.11.2023 નાં રોજ દિવાળીની રજા, તા.14.11.2023 ને મંગળવારનાં રોજ નૂતન વર્ષ દિન નિમિત્તે રજા તથા તા. 15.11.2023 નાં રોજ ભાઈબીજ નિમિત્તે રજા જાહેર કરવામાં આવી છે. 

What is the relationship of heart attack with corona or vaccine? The top doctors of Gujarat explained

ગુજરાતમાં દિવસેને દિવસે હાર્ટઍટેકના બનાવો સતત વધી રહ્યા છે. આ દરમિયાન હવે રાજ્યમાં વધતા હાર્ટઍટેકના કિસ્સાને લઈ પહેલીવાર પત્રકાર પરિષદ કરવામાં આવી છે. હૃદયની સંભાળ માટે નિષ્ણાંત ચાર તબીબો દ્વારા આજે પત્રકાર પરિષદ કરવામાં આવી હતી. જેમાં યુ એન મહેતા હોસ્પિટલના હેડ ડો.ચિરાગ દોશીએ નિવેદન આપતા કહ્યું કે, યુવાનોમાં હાર્ટઍટેકના કિસ્સામાં 52% મોત હ્રદયના હુમલાને કારણે થતો જોવા મળ્યો છે. તેમણે કહ્યું કે, ડેથ રેટ ખરેખર વધ્યો છે કે શું છે સાચી માહિતી અને રિસર્ચ કર્યું છે. 

A young man trapped in the terror of usurers in Banaskantha has been missing for two days

રાજ્યમાં વ્યાજના વિષચક્રમાં ફસાઈને અનેક પરિવારો બરબાદ થઈ રહ્યા છે. જેને લઈ અનેક લોકો તો આપઘાત સુધી કરી લેતા હોય છે. આ તરફ હવે બનાસકાંઠાથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ બનાસકાંઠામાં વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલો યુવક ગુમ થયો છે. આ તરફ ગુમ થયેલ યુવકનો એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં યુવક વ્યાજખોરોનો નામજોગ ઉલ્લેખ કરી અને તેઓ 2 લાખના બદલે 10-10 હજાર વ્યાજ વસુલતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ તરફ પોલીસ ફરિયાદ કરી છતાં કોઈ કાર્યવાહી ન થઈ હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. 

 rajasthan story rajasthan election u turn from vasundhara raje retirement statement

 રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ રાજનીતિમાં રિટાયરમેન્ટ મુદ્દેના નિવેદન મામલે યુ ટર્ન લીધો છે. રિટાયરમેન્ટ મુદ્દેના નિવેદન પર તેમણે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, આ હસી મજાકમાં કરેલી વાત છે. મેં આ દુષ્યન્તની પરિપક્વતાના સંદર્ભમાં કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, જો રિટાયરમેન્ટ લેવાની હોત તો ઉમેદવારીપત્ર કેમ ભરત. વધુમાં ઉમેર્યું કે, પ્રદેશની સેવા કરી છે અને કરતી રહીશ. અત્રે જણાવી દઈએ કે, પૂર્વ સીએમ બે દિવસથી જાલાવાડ જિલ્લાની પ્રવાસે છે. 

PM Modi in chattisgarh said that BJP will continue the pradhan mantri garib kalyan aann yojana for 5 more years

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગતરોજ છત્તીસગઢ પહોંચ્યા. દુર્ગ જિલ્લામાં જનસભાને સંબોધિત કરતાં સમયે PM મોદીએ એલાન કર્યું કે મફતમાં રાશ યોજના PMGKAYને 5 વર્ષ વધારવામાં આવશે. પ્રધાનમંત્રીની આ ઘોષણાથી દેશનાં આશરે 80 કરોડથી વધારે લોકોને લાભ મળશે. તેમણે કોંગ્રેસ પર આરોપ મૂક્યો કે તે ગરીબોનાં હકનાં પૈસા લૂંટીને ખાય છે.

Delhi-NCR's air is as toxic as 25-30 cigarette smoke: AQI crosses 500; The Delhi government demanded an urgent meeting of...

દિલ્હી-એનસીઆરની હવા સતત ઝેરી બની રહી છે. 4 નવેમ્બર, શનિવારે પણ હવાનું સ્તર 'ગંભીર' શ્રેણીમાં રહેશે. શનિવારે સવારે દિલ્હીમાં એકંદર હવા ગુણવત્તા સૂચકાંક (AQI) 504 હતો. ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 571 AQI, ધીરપુરમાં 542, નોઈડામાં 576 અને ગુરુગ્રામમાં 512 AQI નોંધવામાં આવ્યા હતા. હવાની ગુણવત્તા અંગે જાાણીતા ડોક્ટરોએ કહ્યું કે 400-500 AQI વાળી હવા 25-30 સિગારેટના ધુમાડા જેટલી હોય છે. તે તમામ વય જૂથોના લોકોને અસર કરે છે. સગર્ભા સ્ત્રીઓમાં ઝેરી હવા પેટમાં ઉછરી રહેલા બાળકને પણ નુકસાન પહોંચાડે છે.

Hrithik Roshan will also be seen in Salman Khan s Tiger 3

સલમાન ખાનની ફેન ફોલોવિંગ ખુબ મોટી છે. એટલે સલમાન ખાનની ફિલ્મ આવવાની હોય એટલે ફેન્સ આતુરતાનો કોઈ પાર ન રહે તેવી સ્થિતિનું નિર્માણ થાતું હોય છે. કારણ કે ભાઈજાનએ આજના યુવાનોના સૌથી ફેવરિટ એક્ટર્સમાંથી એક છે. ત્યારે હવે ચાહકોની રાહનો અંત આવવા જઈ રહ્યો છે. કારણ કે ભાઈજાનની ટાઈગર-3 દિવાળી પર રિલિઝી થવા જઈ રહી છે. સલમાન ખાને દિવાળી પર તેના ફેન્સને ખુબ મોટી ભેટ આપવો જઈ રહ્યો છે. સલમાન ખાનની આ ફિલ્મમાં તેની સાથે રિતિક રોશન પણ જોવા મળશે. ત્યારે ફેન્સ હવે આ ફિલ્મ જોવા માટે ખુબ જ આતુર છે.

AUS knock ENG from semifinal contention with 33 run win

છેલ્લા વર્લ્ડ કપનું ચેમ્પિયન ઈંગ્લેન્ડ સત્તાવાર રીતે વર્લ્ડ કપમાંથી આઉટ થયું છે. શનિવારે ઓસ્ટ્રેલિયાએ 33 રને પરાજય આપતાંની સાથે જ ઈંગ્લેન્ડની સફર પૂરી થઈ છે. શનિવારના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને જીતવા માટે 287 રનનો ટાર્ગેટ આપ્યો હતો, પરંતુ ઈંગ્લેન્ડ 48.1 ઓવરમાં 253 રન પર સમેટાઈ ગયું હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ