ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / એક ભૂલ તમને કરી શકે છે જેલભેગાં! ઘરમાં વધારે માત્રામાં કેશ રાખતા પહેલા આટલું ખાસ નોટ કરી લેજો

ખાસ કામનું / એક ભૂલ તમને કરી શકે છે જેલભેગાં! ઘરમાં વધારે માત્રામાં કેશ રાખતા પહેલા આટલું ખાસ નોટ કરી લેજો

Last Updated: 05:14 PM, 30 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Income Tax Rules: ઘણી વખત આપણે ન્યૂઝના માધ્યમથી સાંભળીએ છીએ કે નોકરીયાત, અધિકારી કે બિઝનેસમેનના ઘરે આઈટીની રેડ પડી અને લાખો-કરોડો રૂપિયાની કેશ મળી આવી. પરંતુ ઘરમાં કેટલા રૂપિયા કેશ રાખી શકાય તેના નિયમ વિશે જાણો છો તમે?

ADVERTISEMENT

દેશમાં ડિજિટલનું કદ વધી રહ્યું છે લોકો ખિસ્સામાં કેશ રાખવાની જગ્યા પર UPI ડેબિટ કે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરે છે. મોટાભાગના કામો માટે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન જ કરવામાં આવી રહ્યું છે. જોકે હજુ પણ ઘણા લોકો ATM કે બેંકથી કેશ ઉપાડે છે અને મોટા સ્તર પર ટ્રાન્ઝેક્શન કરે છે પરંતુ શું તમને ખબર છે કે તમે પોતાના ઘરમાં કેટલી કેશ રાખી શકો છો અને તેમાં લિમિટ શું છે? ઈનકમ ટેક્સે ઘરમાં કેશ રાખવાના અમુક નિયમ બનાવ્યા છે. જો તમે નિયમોને લઈને કંઈ પણ ગડબડ કરો છો તો તમે ફસાઈ શકો છો.

money-15

ઘરમાં કેટલા રાખી શકો છો કેશ?

આવકવેરા વિભાગે ઘરમાં કેશ રાખવાની કોઈ લિમિટ નથી નક્કી કરી. તમે જેટલી ઈચ્છો તેટલી કેશ ઘરમાં રાખી શકો છો અને તેનુ ટ્રાન્ઝેક્શન કરી શકો છો. પરંતુ તેની સાથેની એક પણ ભૂલ તમારા પર ભારે પડી શકે છે. તેના માટે આવકવેરા વિભાગની તરફથી ધરપકડ પણ થઈ શકે છે અને ભારે દંડ પણ લગાવવામાં આવી શકે છે.

આ ભૂલથી ફસાઈ શકો છો તમે

મોટાભાગે આપણે ખબરોના માધ્યમથી સાંભળીએ છીએ કે નોકરીયાત, અધિકારી અને બિઝનેસમેનના ઘરે આઈટીની રેડ પડી અને લાખો કરોડો રૂપિયાની કેશ મળી આવી. આ કેશ અનઓફિશ્યલ કેશ હોય છે. આવકવેરા વિભાગ દ્વારા આ કેશ જપ્ચ કરી લેવામાં આવે છે.

money-16

સાથે જ કેશ સાથે સંબંધિત વ્યક્તિીની ધરપકડ પણ થઈ જાય છે. કુલ મળીને આવકવેરા વિભાગની કાર્યવાહી ત્યારે કરવામાં આવે છે જ્યારે કેશ ક્યાંથી આવે છે તે ઈનકમ ઓફ સોર્સની જાણકારી નથી થતી. એવામાં કેશ રાખનાર લોકોની પાસે ઈનકમ ઓફ સોર્સની જાણકારી હોવી જરૂરી છે.

વધારે કેશ ઉપાડવા પર આપવું પડશે પાન કાર્ડ

સેન્ટ્રલ બોર્ડ ડાયરેક્ટર ટેક્સના નિયમ અનુસાર જો કોઈ એક વખતમાં 50 હજાર રૂપિયાથી વધારે કેસ બેંકથી ઉપાડે છે તો તેને પોતાના પાન કાર્ડને બતાવવું પડશે. એક વર્ષમાં બેંક એકાઉન્ટથી 20 લાખથી વધારે કેશ ઉપાડી શકાય છે.

money

વધુ વાંચો: શું તમારે પણ પરસેવો અને તડકાથી આંખો બળવા લાગે છે? તો અપનાવો આ ઉપાય, મળશે આરામ

ત્યાં જ એક વખતમાં 2 લાખથી વધારે કેશ જમા કરવા પર પાન અને આધાર આપવાનું રહેશે. જણાવી દઈએ કે જો તમે ખોટી રીતે પૈસા નથી કમાયા તો તમારે ગભરાવવાની જરૂર નથી. તમારી પાસે ઈનકમ સોર્સની જાણકારી હોવી જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Cash Income Tax Rules IT Raid
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ