બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Fashion & Beauty / Know how we can use Baking Soda For skin Whitening Treatment at Home

ટિપ્સ / ઘરની આ વસ્તુનો કરશો ઉપયોગ તો ઓછા ખર્ચે નિખરશે તમારી ત્વચા

Bhushita

Last Updated: 10:48 AM, 14 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેકિંગ સોડા ફક્ત રસોઈમાં જ કામમાં આવે છે એવું નથી. તે ચહેરાનો રંગ નિખારવામાં પણ મહત્વનું કામ કરે છે. આજે આપણે જાણીશું કે કઈ રીતે બેકિંગ સોડાનો ઉપયોગ કરવામાં આવે તો સ્કીનના કલરમાં બદલાવ આવી શકે છે. આ ઉપયોગમાં તમારે વધારે ખર્ચ પણ કરવો પડતો નથી.

  • ચહેરાની સુંદરતા વધારવામાં કામનો છે બેકિંગ સોડા
  • સાવધાની સાથે ઉપયોગ કરવાથી ચહેરાના ડાધ કરે છે દૂર
  • બેકિંગ સોડા એક્સફોલિએટર અને એન્ટી બેક્ટેરિયલ છે
બેકિંગ સોડાનો ફાઈલ ફોટો

દરેક ઘરની રસોઈમાં વપરાતા બેકિંગ સોડાનો ઉપયોગ તમે બ્યૂટી ટ્રીટમેન્ટ માટે પણ કરી શકો છો. બેકિંગ સોડા એક્સફોલિએટર અને એન્ટી બેક્ટેરિયલ છે. આજે આપણે જાણીશું કે બેકિંગ સોડા બ્યૂટી માટે કઈ રીતે લાભદાયી છે અને ક્યારે કેવી રીતે તેનો ઉપયોગ કરવાથી લાભ થશે. 

Read Also - http://સરકાર આ 12 પ્લાસ્ટિક વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવાની તૈયારીમાં, બની રહી છે યોજના

ત્વચાનો રંગ નિખારવા આ રીતે કરો બેકિંગ સોડાનો ઉપયોગ
બેકિંગ સોડામાં લીંબુનો રસ મિક્સ કરો. 2 ચમચી બેકિંગ સોડામાં 1 લીંબુનો રસ મિક્સ કરો. તેને ફેસ પર સારી રીતે લગાવી લો. ધ્યાન રાખો કે આંખોને નાકમાં ન જાય. 15 મિનિટ બાદ હાથથી ઘસીને ઠંડા પાણીથી ફેસ ધોઈ લો.

ફાઈલ ફોટો

બેકિંગ સોડા આ રીતે વધારે છે ચહેરાનો ગ્લો

  • બેકિંગ સોડા સ્કીનનો ગ્લો જાળવી રાખવામાં મદદ કરે છે. આ સિવાય ખીલની સમસ્યામાં પણ રાહત આપે છે. 
  • સ્કીન પર ફંગલ કે બેક્ટિરિયલ ઈન્ફેક્શન થાય તો તેમાં પણ બેકિંગ સોડા મદદ કરે છે. આ ઉપરાંત સનબર્ન અને સન ટેનને દૂર કરવામાં પણ લાભદાયી છે.
  • બેકિંગ સોડા એક સારું એક્સફોલિએટર છે જેનાથી ચહેરાની ડેડ સ્કીન દૂર થાય છે અને સ્કીન યંગ દેખાય છે.
  • તેમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટી પણ હોય છે જેના કારણે ચહેરા પર ફરીથી ખીલ થતા નથી. તેમાં બ્લિચિંગ પ્રોપર્ટી હોવાય છે જેનાથી સ્કિન લાઈટનિંગ ટ્રીટમેન્ટ પણ થઈ જાય છે. 
  • ચહેરા પર ગ્લો લાવવા માટે બેકિંગ સોડામાં ઓરેન્જ જ્યૂસ મિક્સ કરો અને 15 મિનિટ સુધી રહેવા દો. હવે પાણીથી ચહેરો ધોઈ લો. અઠવાડિયે 1 વાર આમ કરવાથી ચહેરાનો ગ્લો જળવાઈ રહે છે.
  • જો વધારે પ્રમાણમાં ખીલની સમસ્યા હોય તો બેકિંગ સોડામાં પાણી મિક્સ કરીને ખીલવાળા ભાગ પર લગાવો. 15 મિનિટ બાદ હૂંફાળા પાણીથી મોઢું ધોઈ લો. અઠવાડિયે 2 વખત આ ટ્રીટમેન્ટ કરવાથી ફાયદો થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Baking Soda Beauty tips Home Remedies Skin Whitening Skin treatment tips બેકિંગ સોડા beauty tips
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ