બ્રેકિંગ ન્યુઝ

logo
logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / know how lack of sleep can cause obesity

Fitness / મોડા સુધી ઉજાગરા કરતાં લોકો પર મોટાપાનું જોખમ: જાણો ઊંઘ અને મેદસ્વિતા વચ્ચે શું છે સંબંધ

Manisha Jogi

Last Updated: 12:49 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હેલ્ધી બોડી માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. અપૂરતી ઊંઘના કારણે વજન કેવી રીતે વધી શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. અનહેલ્ધી ફૂડ અને કસરતના અભાવને કારણે મેદસ્વીતા વધી શકે છે.

  • હેલ્ધી બોડી માટે ઊંઘ ખૂબ જ જરૂરી
  • કસરતના અભાવને કારણે મેદસ્વીતા વધી શકે છે
  • અપૂરતી ઊંઘના કારણે વજન કેવી રીતે વધી શકે છે?

હેલ્ધી બોડી માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. અપૂરતી ઊંઘના કારણે અનેક હેલ્થ પ્રોબ્લેમ થઈ શકે છે. આજના સમયમાં મેદસ્વીતા એક કોમન પ્રોબ્લેમ છે. અનહેલ્ધી ફૂડ અને કસરતના અભાવને કારણે મેદસ્વીતા વધી શકે છે. અનિંદ્રાને કારણે વજન વધી શકે છે. અપૂરતી ઊંઘના કારણે વજન કેવી રીતે વધી શકે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

અપૂરતી ઊંઘના કારણે વજન વધવાની સમસ્યા
સ્લીપ સાયકલ, કેલરી અને વેઈટ

જે લોકો 6.5 કલાક કરતા ઓછી ઊંઘ લે છે, તે લોકોનું વજન અસામાન્ય રીતે વધી શકે છે. આ લોકોનું BMI 25.0 અને 29.9 સુધી હતું, જેને વધુ વજન હોવાનું માનવામાં આવે છે.  8 થી 8.5 કલાકની ઊંઘ લેવાથી હેલ્થમાં સુધારો થાય છે. ડાયટ અને ફિઝિકલ એક્ટિવિટીમાં ફેરફાર જોવા મળે છે. કેલરી ઈન્ટેક ઓછું થાય છે અને લોકો ફિઝિકલી એક્ટીવ થાય છે, જેથી કેલરી બર્નિંગ કેપેસિટી વધે છે. 

હોર્મોન બેલેન્સ
અપૂરતી ઊંઘના કારણે ઘ્રેલિન હોર્મોનનું સ્તર વધી જાય છે, જેના કારણે વારંવાર ભૂખ લાગે છે. લેપ્ટિન હોર્મોનનું સ્તર ઓછું થવા લાગે છે, જેના કારણે ભોજન કર્યા પછી પણ સંતોષ થતો નથી. વારંવાર ફૂડ ક્રેવિંગ થાય છે. જે લોકો વધુ ભોજન કરે છે અને અસામાન્ય રૂપે કેલરી ઈન્ટેક લે છે, તેના કારણે વજન વધી શકે છે.

ક્રોનિક ડિસીઝ
જે લોકો પૂરતી ઊંઘ લે છે તેમની સરખામણીએ ઓછી ઊંઘ લેતા લોકો કેલરીનું વધુ સેવન કરે છે. તેમની ડાયટ પેટર્ન પણ અનહેલ્ધી હોય છે. પૂરતી ઊંઘ લેતા નથી તે લોકોને હાઈ બ્લડ પ્રેશર, હાર્ટ ડિસીઝ, ડાયાબિટીસ અને મેદસ્વીતા જેવી ક્રોનિક પ્રોબ્લેમ થવાનું જોખમ રહે છે. 

લેટ નાઈટ સ્નેકિંગ
આજના સમયમાં લોકોને મોડી રાત સુધી જાગવાની આદત હોય છે. રાત્રે બોડી એક્ટિવ હોય તો ભૂખ લાગે છે જેના કારણે મોડી રાત્રે ભૂખ લાગે છે. રાત્રે મોડા સમયે કંઈપણ ખાવામાં આવે તો તે બર્ન થતું નથી. જે શરીરમાં ફેટ તરીકે સ્ટોર થવા લાગે છે અને વજન વધવાનું જોખમ રહે છે. 

વધુ વાંચો: શારીરિક સંબંધ બાદ આ 5 ભૂલોના કારણે મહિલાઓની હેલ્થ પર પડે છે ખરાબ અસર, આજે જ સુધારો

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ