બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / sex mistakes 5 things women should not do after sex

Sex Life / શારીરિક સંબંધ બાદ આ 5 ભૂલોના કારણે મહિલાઓની હેલ્થ પર પડે છે ખરાબ અસર, આજે જ સુધારો

Manisha Jogi

Last Updated: 12:18 PM, 10 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સેક્સ જીવનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. સેક્સ કર્યા પછી કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તે બાબતે લોકોને ખાસ જાણકારી હોતી નથી. જેના કારણે મહિલાના આરોગ્ય પર અને મેરિડ લાઈફ પર ખરાબ અસર થાય છે.

  • સેક્સ જીવનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે
  • સેક્સ કર્યા પછી કઈ બાબતોનું ધ્યાન રાખવું?
  • સેક્સ કર્યા પછી મહિલાઓએ આ ભૂલ ના કરવી

સેક્સ જીવનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો માનવામાં આવે છે. માનસિક અને શારીરિક આરોગ્ય માટે સેક્સ ખૂબ જ જરૂરી છે. અનેક લોકો સેક્સ બાબતે ખુલીને વાત કરતા નથી, જેના કારણે દર વર્ષે લોકોએ આરોગ્યની અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. સંભોગ કર્યા પછી મહિલા આ ભૂલ કરે તો તેના કારણે હેલ્થ પર ખરાબ અસર થાય છે. સેક્સ કર્યા પછી કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ, તે બાબતે લોકોને ખાસ જાણકારી હોતી નથી. જેના કારણે મહિલાના આરોગ્ય પર અને મેરિડ લાઈફ પર ખરાબ અસર થાય છે. 

સેક્સ કર્યા પછી મહિલાઓએ આ ભૂલ ના કરવી
સેક્સ પછી યૂરિન ના કરવું

અનેક મહિલાઓ સેક્સ કર્યા પછી આળસને કારણે યૂરિન પાસ કરવા જતી નથી. સેક્સ કર્યા પછી મહિલા અને પુરુષે યૂરિન પાસ જરૂરથી કરવું જોઈએ. સેક્સ દરમિયાન જે પણ બેક્ટેરિયા હોય છે, તે મૂત્રાશયમાં ફેલાતા ઈન્ફેક્શનનું જોખમ રહે છે. ઈન્ફેક્શન ના થાય તે માટે મહિલાઓએ સેક્સ કર્યા પછી યૂરિન પાસ જરૂરથી કરવું જોઈએ. 

યોનિ સાફ ના કરવી
સેક્સ કર્યા પછી મહિલાઓએ નિયમિતરૂપે યોનિ સાફ કરવી જોઈએ. આ પ્રકારે કરવાથી મહિલાઓને ઈન્ફેક્શન થવાનું જોખમ ઓછું રહે છે. સંવેદનશીલ જગ્યા પર ભીના કપડાથી સફાઈ કરવી. આ પ્રકારે કરવાથી UTI ઈન્ફેક્શનનું જોખમ ઓછું રહે છે. 

યોનિ પર સાબુનો ઉપયોગ
સંભોગ કર્યા પછી યોનિ સાફ કરવા માટે સાબુનો ઉપયોગ ના કરવો. યોનિના માઈક્રોબાયોમ માટે સાબુ હાનિકારક સાબિત થાય છે. જે યોનિનું પ્રાકૃતિક મોઈશ્ચરાઈઝર ખતમ કરીને પીએચ બેલેન્સ બગાડી શકે છે. પીએચ બેલેન્સ બેક્ટેરિયાને ફેલાતા રોકે છે. યોનિ સાફ કરવા માટે સામાન્ય પાણીનો જ ઉપયોગ કરવો. 

સેક્સ પછી હોટ ટબ બાથ
અનેક મહિલાઓને સેક્સ કર્યા પછી નહાવું ગમે છે. સેક્સ પછી હોટ ટબ બાથ ના લેવું. યોનિ ઉત્તેજના પર રિસ્પોન્સ આપે છે, ત્યારે તે ખુલી જાય છે. જેથી સેક્સ કર્યા પછી હોટ ટબ બાથ લેવાથી મહિલાઓને ઈન્ફેક્શન થવાનું જોખમ વધુ રહે છે. 

વાઈપ્સનો ઉપયોગ
યોનિ સાફ કરવા માટે ક્યારેય પણ ભીના વાઈપ્સનો ઉપયોગ ના કરવો. વેટ વાઈપ્સમાં રહેલ કેમિકલ્સને કારણે તમારી હેલ્થને નુકસાન થઈ શકે છે. જેના કારણે બળતરા અને ખંજવાળની તકલીફ થાય છે. 

સેક્સ કર્યા પછી  બાબતોનું રાખો ખાસ ધ્યાન

  • જનનાંગ સાફ કરવા માટે સામાન્ય પાણીનો ઉપયોગ કરીને ટુવાલથી સાફ કરી દેવું. 
  • જનનાંગ સાફ કરવા માટે મેડિકેટેડ ટિશ્યૂ પેપરની જગ્યાએ સામાન્ય ટિશ્યૂ પેપરનો ઉપયોગ કરો. 
  • સેક્સ કર્યા પછી યૂરિન પાસ કરવું.
  • સંભોગ બાદ ઢીલા સુતરાઉ કપડાં પહેરવા.
  • નહાયા પછી જનનાંગને થપથપાવીને સાફ કરવા, ત્યારપછી ટુવાલથી સાફ કરવા. 
  • ઈન્ફેક્શન થયું હોય ત્યારે સેક્સ ના કરવું. સેક્સ પછી દુર્ગંધયુક્ત સ્ત્રાવ, દુખાવો અને ખંજવાળ આવતી હોય તો સ્ત્રીરોગ નિષ્ણાંતની સલાહ લેવી. 

વધુ વાંચો: ડાયાબિટીસ હોય તો શરીરને હેલ્ધી રાખવા દરરોજ કરવા જોઈએ આ યોગાસન, શરીરમાં મળશે અનેક ફાયદા

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ