બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Know how and how much almonds to eat properly

જાણવા જેવું / આડેધડ બદામ ખાઈ લેવાથી નથી થતો ફાયદો! જાણો કઈ રીતે અને કેટલા બદામ ખાવા છે યોગ્ય

Pooja Khunti

Last Updated: 12:51 PM, 7 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

How many almonds to eat in day: ડ્રાઈ ફ્રૂટ્સની અંદર બદામનું સેવન વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. જાણો એક દિવસની અંદર કેટલા બદામનું સેવન કરવું જોઈએ.

  • બદામનાં સેવનથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે
  • બદામનાં સેવનથી મગજ શક્તિ મજબૂત બને છે
  • બદામનાં નિયમિત સેવનથી હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે

ડ્રાઈ ફ્રૂટ્સની અંદર બદામનું સેવન વધુ પ્રમાણમાં કરવામાં આવે છે. બદામમાં ભરપૂર પોષક તત્વો હોય છે એટલા માટે બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. બદામમાં હેલ્ધી ફેટ, પ્રોટીન, ફાયબર, વિટામિન E, મેગ્નેશિયમ , કોપર, આયર્ન, પોટેશિયમ અને ઝીંક જેવા મહત્વપૂર્ણ તત્વ હોય છે. 

બદામ ખાવાનાં ફાયદાઓ 

  • બદામનાં સેવનથી શરીરમાં ઉર્જાનો સંચાર થાય છે. 
  • બદામનાં સેવનથી પેટ ભરેલું રહે છે. તેથી વારંવાર ભૂખ નહીં લાગે. 
  • બદામનાં સેવનથી મહિલાઓને માસિક સ્ત્રાવ સમયે દુ:ખાવો ઓછો થાય છે. 
  • બદામનાં સેવનથી પાચન શક્તિ મજબૂત બને છે. કબજિયાતની સમસ્યાથી રાહત મળે છે. 
  • બદામનાં સેવનથી મગજ શક્તિ અને યાદ શક્તિ મજબૂત બને છે. 
  • બદામની અંદર એન્ટીઓક્સિડેન્ટ ગુણ હોય છે. જે ત્વચા અને વાળનાં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક હોય છે. 
  • બદામનાં નિયમિત સેવનથી હ્રદયનું સ્વાસ્થ્ય સારું રહે છે. હાઇ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલની સમસ્યા દૂર થાય છે. 

વાંચવા જેવું: કારેલાં અને ભીંડા શાકભાજી નહીં ફળ છે! વર્ષોથી ફળને શાક સમજીને ખાઈ રહ્યા છો? બીજા બે નામ તો હજુ ચોંકાવના

દરરોજ કેટલા બદામનું સેવન કરવું જોઈએ 
બદામનું સેવન સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે પરંતુ એક દિવસની અંદર કેટલા બદામનું સેવન કરવું જોઈએ? દરેક વ્યક્તિની પાચન ક્રિયા અને પચાવવાની ક્ષમતા અલગ હોય છે. એટલા માટે જરૂરી છે કે પ્રથમ વાર દરરોજ પાણીમાં પલાળેલા 2 બદામ ખાવા જોઈએ. 10 દિવસ સુધી 2 બદામ ખાધા પછી જો કોઈ પાચનની સમસ્યા ન જણાય તો તમે 5 બદામ ખાવાનું શરૂ કરી શકો છો.   

ધીમે-ધીમે બદામ ખાવાની માત્રા વધારો 
21 દિવસ સુધી પાણીમાં પલાળેલા 5 બદામનું સેવન કરવું જોઈએ. આ 21 દિવસની અંદર જાડા, સ્થૂળતા અને પાચનને લગતી કોઈ પણ સમસ્યા જોવા ન મળે તો તમે બદામની માત્રા વધારીને 10 કરી શકો છો. આગલા 3 મહિના સુધી દરરોજ 10 બદામનું સેવન કરો. જે લોકો નિયમિત રીતે કસરત કરતાં હોય, પૂરતા પ્રમાણમાં પાણીનું સેવન કરતાં હોય અને લાંબા સમયથી દરરોજ બદામનું સેવન કરતાં હોય એવા લોકો દરરોજ 20 બદામનું સેવન કરી શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ