બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

logo

રાહુલ ગાંધીના રાજા-મહારાજાઓ અંગેના નિવેદન મુદ્દે સી.આર.પાટીલે આપી પ્રતિક્રિયા, રાજા-મહારાજાઓને થયેલા અનુભવોથી જ તેઓ કોંગ્રેસથી દૂર થયા

VTV / લાઈફસ્ટાઈલ / ખોરાક અને રેસીપી / Amazing fact about vegetables : These vegetables that are actually fruits

જાણવા જેવું / કારેલાં અને ભીંડા શાકભાજી નહીં ફળ છે! વર્ષોથી ફળને શાક સમજીને ખાઈ રહ્યા છો? બીજા બે નામ તો હજુ ચોંકાવના

Pooja Khunti

Last Updated: 08:47 AM, 15 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vegetable That Are Fruits: કેટલીક વાર આપણે નથી જાણતા કે આપણે જે ખાઈએ છીએ, તે શાકભાજી છે કે ફળ. એવાં કેટલાંક ફળ છે જેને આપણે શાકભાજી સમજીને ખાઈએ છીએ.

  • એવાં કેટલાંક ફળ છે જેને આપણે શાકભાજી સમજીને ખાઈએ છીએ
  • છોડ પર ફૂલના અંડાશયમાંથી બનેલા ફળને ફળ કહેવાય
  • રીંગણ પણ એક ફળ છે

સ્વસ્થ રહેવા માટે સંતુલિત આહાર લેવો ખૂબજ જરૂરી છે. શરીરનાં સંપૂર્ણ વિકાસ માટે વિટામિન, મિનરલ અને ફાયબર સહીત દરેક પોષક તત્વની જરૂર હોય છે.  એટલાં માટે જ આપણાં આહારમાં શાકભાજી અને ફળોનું હોવું ખૂબજ જરૂરી છે.  તેમનાં સેવનથી શરીરને પોષણ મળે છે. જેનાં કારણે આપણે સ્વસ્થ રહીએ છીએ અને શરીર બીમારીઓ સામે લડવા માટે મજબૂત બને છે. કેટલીક વાર આપણે નથી જાણતા કે આપણે જે ખાઈએ છીએ તે, શાકભાજી છે કે ફળ.  જેમકે કાચા પપૈયાંનું શાક બનાવવામાં આવે છે તો પાકેલાં પપૈયાને ખાવામાં આવે છે. ઘણી વાર એવું પણ બને છે કે આપણે જેને શાકભાજી સમજીને ખાતા હોઈએ તે ફળ નીકળે. એવાં કેટલાંક ફળ છે જેને આપણે શાકભાજી સમજીને ખાઈએ છીએ.  

કેવી રીતે ખબર પડે 
આ જાણવું ખૂબજ સરળ છે.  છોડ પર ફૂલના અંડાશયમાંથી બનેલા ફળને ફળ કહેવાય છે. ફળની અંદર બીજ હોય છે.  ટેક્નિકલી જોવા જઈએ તો ફળ છોડનાં બીજ જ છે. જે ફૂલોનાં અંડાશયમાંથી ઉત્પન્ન થાય છે.  તમને જે શાકભાજીની અંદર બીજ દેખાય તો સમજી લેવું કે, તે ફળ છે. કેળાંની અંદર પણ ભૂરા રંગના દાગ હોય છે જે તેમનાં બીજ હોય છે. જાણો આ ફળો વિશે જેને તમે શાકભાજી સમજીને સેવન કરો છો. 

કોળું 
ઉત્તર અને દક્ષિણ ભારતની અંદર કોળું ખૂબજ ખાવામાં આવે છે.  આમ તો તેને પક્કાવાની રીત અલગ-અલગ છે.  તેની અંદર બીજ હોય છે. તેથી કોળું શાકભાજી નથી પણ એક ફળ છે.  તેને કાચું અને રાંધીને આમ બંને રીતે ખાવામાં આવે છે. 

રીંગણ 
રીંગણ પણ એક ફળ છે. જેને ખોટી રીતે શાકભાજી તરીકે ઓળખવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગી હશે કે, રીંગણ એક ફળ છે. તેની અંદર વિટામિન A અને વિટામિન Cની સાથે પોલિફીનોલ્સની ભરપૂર માત્રા હોય છે. 

કારેલું
કારેલું ખાવામાં કડવું હોય છે જેથી લોકો તેને ખાવું પસંદ નથી કરતાં. કારેલું પણ એક ફળ છે અને તેની અંદર વિટામિન C ભરપૂત માત્રામાં હોય છે. પછી ભલે લોકો તેને ખાવામાં પસંદ કરે કે નાં કરે. 

ભીંડા 
લોકોને ભાવતું શાક એટલે ભીંડા. હકીકતમાં તે પણ એક ફળ છે. તેની અંદર ઘણાં નાનાં-નાનાં બીજ હોય છે.  તેની અંદર વિટામિન અને મેગ્નેશિયમની ભરપૂર માત્રા હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ