બ્રેકિંગ ન્યુઝ
VTV / Fashion & Beauty / know Best Home Remedies to remove blackness of the Lips
આ કારણોસર હોઠ થાય છે કાળા
ADVERTISEMENT
તડકામાં વધારે સમય રહેવાથી હોઠમાં કાળાશ આવી જાય છે. આ સાથે હાઈડ્રેશનની ઊણપ, સ્મોકિંગની આદત, ટૂથપેસ્ટ, લિપસ્ટિક કે લિપ બામ જવાબદાર હોઈ શકે છે. કેફીનનું વધારે પડતું સેવન પણ તમારા હોઠ કાળા કરી શકે છે. આ સિવાય જો કોઈને કીમોથેરાપીની ટ્રીટમેન્ટ ચાલી રહી છે તો પણ તેના હોઠ કાળા થઈ જાય છે. શરીરમાં લોહીની ઊણપ અને જરૂરી વિટામિન્સની ખામી તેમજ કેટલીક દવાઓનું રેગ્યુલર સેવન કરવાના કારણે હોઠ કાળા થઈ જાય છે.

ADVERTISEMENT
આ રીતે મેળવી લો ગુલાબી હોઠ
જો તમે એકપણ રૂપિયાના એકસ્ટ્રા ખર્ચ વિના ગુલાબી હોઠ મેળવવા ઈચ્છો છો તો તમે તમારા રસોડાની કેટલીક ચીજોનો આ રીતે ઉપયોગ કરી શકો છો.
ADVERTISEMENT

લીંબુ
સાઈટ્રિસ એસિડથી ભરપૂર ચીજોની છાલ મેલાનિન ઓછું કરવાનું કામ કરે છે. મેલાનિન જ કાળાશનું કારણ માનવામાં આવે છે. રોજ રાતે સૂતા પહેલાં એક લીંબુ કાપીને તેનો રસ કાઢો. પછી તેની છાલથી હોઠ પર હળવા હાથે મસાજ કરો. સવારે હોઠને સાદા પાણીથી ધોઈ લો. પ્રોસેસમાં લગભગ 1 મહિના જેવો સમય લાગશે. પણ તમને સારું રીઝલ્ટ મળશે.
ADVERTISEMENT
મલાઈ અને બીટ
એક ટેબલસ્પૂન બીટના રસની સાથે એક ટીસ્પૂન મલાઈ મિક્સ કરો. આ પેસ્ટની મદદથી હોઠની માલિશ કરો. ત્યારબાદ તેને 10 મિનિટ માટે એમ જ રહેવા દો. ત્યારબાદ સાદા પાણીથી ધોઈ લો. રોજ રાતે આ કામ કરો. થોડા દિવસમાં જ તમને ફરક દેખાશે.

ADVERTISEMENT
એલોવેરા જેલ
એલોવેરા જેલને હોઠ પર લગાવી લો. જેલ સૂકાઈ જાય ત્યારે તેને હૂંફાળા પાણીથી ધોઈ લો. તમે ઈચ્છો તો આ પ્રયોગમાં તાજી એલોવેરાના લીફનો પણ ઉપયોગ કરી શકો છો. તે મેલાનિનનું સ્તર ઘટાડે છે.
હળદર
અડધી ચમચી હળદરમાં દૂધ મિક્સ કરો અને તેની ઘટ્ટ પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને પેકની જેમ હોઠ પર લગાવી લો. લગભગ 10 મિનિટ બાદ પાણીથી તેને ધોઈ લો. હવે હોઠ પર મોશ્ચરાઈઝેશન લગાવી લો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.