બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / know about e - rupee and hoe it is different from digital currency

તમારા કામનું / ભારત લાવી રહ્યું છે પોતાની ડિજિટલ કરન્સી, જાણો E-રૂપીથી કઈ રીતે થશે પેમેન્ટ અને તમને શું થશે ફાયદો

Khevna

Last Updated: 12:54 PM, 9 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતમાં ટૂંક સમયમાં જ ઈ-રૂપી આવી જશે, જેમાં પેમેન્ટ માટે બેંક અકાઉન્ટ કે પછી વીજળી અથવા ઈન્ટરનેટની પણ જરૂર નહીં પડે. જાણો વિગતવાર

  • દેશમાં જલ્દી જ આવી જશે ઈ-રૂપી 
  • ઈન્ટરનેટ અથવા વીજળી વગર થઇ શકશે પેમેન્ટ 
  • કોઈ બેંક અકાઉન્ટની પણ જરૂર નથી 

 

ભારતનાં પહેલા ઈ-રૂપી લોન્ચિંગનો રસ્તો સાફ થઇ ગયો છે. ઈ-રૂપી ડિજીટલ કરન્સીની જેમ જ કામ કરશે. આમાં ખાસ વાત એ હશે કે તેના ઉપયોગ માટે વીજળી કે ઇન્ટરનેટની જરૂર નહીં પડે. શરૂઆતમાં તેનો ઉપયોગ સીમિત માત્રામાં કરી શકાશે, ત્યાર બાદ તેની સીમા વધારવામાં આવશે. RBIએ શુક્રવારે ઈ-રુપીની કોન્સેપ્ટ નોટ જાહેર કરી છે જેમાં ઘણી મોટી જાણકારીઓ આપવામાં અવી છે. આજકાલ બેન્કિંગ છેતરપીંડીની ઘટનાઓ વધતી જઈ રહી છે એટલા માટે જ ઈ-રૂપી કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે, જે લેવડદેવડ માટે સંપૂર્ણ રીતે સુરક્ષિત રહેશે. 

સરકારે પહેલા જ સ્પષ્ટ કરી દીધું હતું કે તેઓ બીટકોઈન માફક કોઈપણ ક્રિપ્ટોકરંસી ભારતમાં નહીં ચાલવા દે. એમ પણ કહ્યું હતું કે બદલતા પરિવેશમાં વર્ચુઅલ કરંસી પણ એક હકીકત છે અને તેને ધ્યાનમાં રાખતા ભારત પોતાના ડિજીટલ રૂપિયા જાહેર કરશે, તેનુ જ નામ ઈ-રૂપી છે. આ ઈ-રૂપીથી આપણે એ બધા જ કામ કરી શકીશું, જે પોકેટમાં રાખેલી નોટથી નથી કરી શકતા. જ્યારે ઈ-રૂપી પોકેટમાં રહેલી નોટ કરતા વધારે ઝડપી અને સુરક્ષિત પણ હશે. 

નોટથી કેવી રીતે અલગ હશે ઈ-રૂપી?
નોટને પોકેટ અથવા વોલેટમાં રાખવામાં આવે છે, પણ ઈ-રૂપીને ઈ-વોલેટમાં રાખવામાં આવશે, જેમ કે ગૂગલ પે, પેટીએમ વગેરે... કોઈને પેમેન્ટ કરીએ છીએ ત્યારે આપણે નોટ આપીએ છીએ અથવા તેના ખાતામાં પૈસા ટ્રાન્સફર કરીએ છીએ. ઈ-રૂપી કોઈ હાથમાં આપવાની જરૂર નથી, પણ તે વ્યક્તિના ખાતામાં ડિજીટલિ પૈસા ટ્રાન્સફર કરવામાં આવશે. જે પ્રકારે નોટની લેવડદેવડ માટે વીજળી અથવા ઇન્ટરનેટની જરૂર નથી પડતી, એ પ્રકારે ઈ-રૂપી માટે પણ ઈન્ટરનેટ અથવા વીજળીની જરૂર નહીં પડે. જોકે, પેટીએમ, ગૂગલ પે જેવા ઈ-વોલેટ માટે વીજળી અથવા ઇન્ટરનેટની જરૂર પડે છે. 

બેંક અકાઉન્ટની જરૂર નથી 
ઈ-રૂપી માટે કોઈ બેંક અકાઉન્ટની જરૂર નથી. યૂપીઆઈ વોલેટ અથવા કાર્ડથી પેમેન્ટ ત્યારે થાય છે, જ્યારે બેંક અકાઉન્ટ હોય, પણ ઈ-રૂપીમાં કોઈ બેંક ખાતાની જરૂર નથી. જેને પણ પેમેન્ટ કરવું  હોય, તેના માટે ખાસ પ્રકારનું ઈ-વાઉચર જાહેર થશે. તે વ્યક્તિ ઈ-વાઉચરને રીડીમ કરી શકશે. 

ઈ-રૂપીનાં ચાર મોટા ફાયદા 
કોન્ટેક્ટલેસ 
ઈ-રૂપી સંપૂર્ણ રીતે ઈલેક્ટ્રોનિક વાઉચરના રૂપમાં હશે, જેની કોઈ પ્રિન્ટઆઉટની જરૂર નહીં પડે કે ન તો ઈ-વાઉચરનું પ્રિન્ટ આઉટ જરૂરી છે. ઈ-વાઉચરનાં લેવડદેવડ વેરીફીકેશનથી થઇ શકશે. આમાં કોઈ કેશ કે કાર્ડની પણ જરૂર નહીં પડે. 

વિમોચનની સરળતા
આ માટે બે સ્ટેપની રિડેમ્પશન પ્રોસેસ હોય છે જેના માધ્યમથી ઈ-રૂપીથી પેમેન્ટ થઇ શકશે. આમાં પેમેન્ટનાં ડિક્લાઈન થવા અથવા પેમેન્ટ ફેલ થવાની પણ કોઈ આશંકા નથી કેમકે પેમેન્ટની રાશિ પહેલા જ ઈ-વાઉચરમાં સેવ રહે છે. 

​​​​​​​

સુરક્ષિત પેમેન્ટ 
ઈ-રૂપી લેવડ દેવડ કરનાર વ્યક્તિને પોતાની પર્સનલ જાણકારી આપવાની મંજૂરી આપતું નથી કે ન તો કોઈ કાર્ડ અથવા યૂપીઆઈની જાણકારી આપવાની જરૂર છે. આ પ્રકારે પેમેન્ટ કરનાર વ્યક્તિ તથા પેમેન્ટ લેનાર વ્યક્તિની પ્રાઈવસી બની રહે છે. 

માત્ર મોબાઈલનું કામ 
યૂપીઆઈ વોલેટ થવા ઇન્ટરનેટ બેન્કિંગ માટે ડિજીટલ પેમેન્ટ એપ કે બેંક ખાતાની જરૂર પડે છે, પણ ઈ-રૂપી માટે ન તો ડિજીટલ પેમેન્ટ એપની જરૂર છે અથવા ન તો કોઈ બેંક ખાતાની. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ