- ખેડૂતો માટે રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય
- કુદરતી આપત્તિમાં પાક નુકસાનીમાં કિસાન સહાય યોજનાને મંજૂરી
- ખરીફ ઋતુ 2021માં ખેડૂતો માટે સરકારની યોજના
ખેડૂતો માટે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. કુદરતી આપત્તિમાં પાક નુકસાનીમાં કિસાન સહાય યોજનાને મંજૂરી આપી છે. ખરીફ ઋતુ 2021માં ખેડૂતો માટે સરકારની યોજના જાહેર કરાઈ છે. આ યોજનાથી રાજ્યના 53 લાખ ખેડૂતોને લાભ મળશે. 33થી 60 ટકા નુકસાનમાં પ્રતિ હેક્ટર 20 હજારની સહાય આપવામાં આવશે. તો 4 હેક્ટર મર્યાદામાં સરકાર સહાય કરશે. 60 ટકાથી વધુ નુકસાનમાં પ્રતિ હેક્ટર 25 હજાર સહાય ચૂકવાશે. અને ખેડૂતોએ કોઇ પણ પ્રિમીયમ ભરવાનું રહેશે નહીં.
- રાજ્યના અંદાજે 53 લાખથી વધુ કિસાનોને આ યોજનાનો લાભ મળશે
- ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાનની ટકાવારી 33 થી 60 ટકા હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા 20,000ની સહાય વધુમાં વધુ 4 હેક્ટરની મર્યાદામાં અપાશે
- ખરીફ ઋતુમાં થયેલ પાક નુક્સાન 60 ટકાથી વધુ હોય તો પ્રતિ હેક્ટર રૂપિયા ૨૫,૦૦૦ની સહાય મહત્તમ ૪ હેક્ટરની મર્યાદામાં અપાશે.
- કોઇપણ પ્રિમીયમ ભર્યા વિના રાજ્યના ધરતીપૂત્રોને મળશે યોજનાકીય લાભ
- વન અધિકાર કાયદા હેઠળ સનદ ધરાવતા વનબંધુ ખેડૂતોને લાભ મળશે
- અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોખમોની આવરી લેતી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના
- CM રૂપાણીએ રાજ્યના લાખો ખેડૂતોને ખરીફ ઋતુમાં કુદરતી આપત્તિથી થતાં પાક નુક્સાન સામે સહાયરૂપ થવા મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાને વર્ષ 2021 માટે મંજૂરી આપી છે.
- આ યોજનામાં રાજ્યના નાના-મોટા તેમજ સિમાંત બધા જ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા છે.
- રાજ્યના અંદાજે 53 લાખથી વધુ કિસાનોને આ યોજનાનો લાભ મળશે. એટલું જ નહીં આ યોજના માટે ખેડૂતે કોઇ જ પ્રીમિયમ કે અન્ય કોઇપણ પ્રકારની નોંધણી ફી ભરવાની રહેશે નહીં.
- અનાવૃષ્ટિ-દુષ્કાળ-અતિવૃષ્ટિ-કમોસમી વરસાદ-માવઠું જેવા જોમખથી થતા પાક નુક્સાનને પણ આ મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં આવરી લેવામાં આવ્યા છે.
જાણો કેવી રીતે ખેડૂત આ યોજનાનો લાભ લઈ શકશે?
- આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂતોની અરજી ઓનલાઇન મેળવવા ડેડિકેટેડ પોર્ટલ પણ તૈયાર કરાશે. લાભાર્થી ખેડૂતોએ ઇ-ગ્રામ સેન્ટર ઉપર જઇ પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહશે.
- ખેડૂતોને અરજી માટે કોઇપણ પ્રકારની ચૂકવણી કે ફી ભરવાની રહેશે નહીં. તેમજ અરજીની ડેટા એન્ટ્રી માટે રાજ્ય સરકાર સંપૂર્ણ ખર્ચ ચૂકવશે.
- આ મુખ્યમંત્રી સહાય યોજનામાં પ્રાથમિક આકારણી અને ખેડૂતોની અરજીના આધારે લાભની ગણતરી તેમજ તાલુકા કક્ષાએથી સહાય મંજૂર થયા બાદ જિલ્લા કક્ષાએથી સહાયની રકમ લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં સીધી DBT દ્વારા ચૂકવવામાં આવશે.
- આ યોજનાના સુચારુરૂપ અમલીકરણ તેમજ ખેડૂતોના માર્ગદર્શન માટે ટોલ ફ્રી નંબરની સુવિધા પણ આપવામાં આવી છે.
- આ યોજના ઉપરાંત જે ખેડૂત લાભાર્થીઓને એસ.ડી.આર.એફ યોજનાની જોગવાઇઓ મુજબ લાભ મળવાપાત્ર હશે તો તે પણ મળવાપાત્ર થશે.