બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Kiran Rijiju got into a mood on this Supreme Court decision

ઉત્તરાખંડ / 'ખરેખર, હ્રદયને સ્પર્શનાર એક્શન છે', સુપ્રીમ કોર્ટના આ નિર્ણય પર કિરણ રિજિજૂ મૂડમાં આવી ગયા

Priyakant

Last Updated: 01:07 PM, 1 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Kiren Rijiju News: ઉત્તરાખંડમાં ન્યાયિક સેવા પરીક્ષા માટે આસિસ્ટન્ટની માંગ કરી રહેલા દિવ્યાંગ ઉમેદવારને મોટી રાહત મળી

  • કેન્દ્રીય કાયદાપ્રધાન કિરણ રિજિજુ સુપ્રીમ કોર્ટના એક નિર્ણયને લઈ ખુશ 
  • સુપ્રીમ કોર્ટે ખેંચથી પીડાતા એક ઉમેદવારને સહાયક લેખકથી પરીક્ષાની મંજૂરી આપી
  • કિરણ રિજિજુએ ટ્વીટ કર્યું કે, CJI DY ચંદ્રચુડ દ્વારા આ હ્રદયને સ્પર્શનાર એક્શન 

કેન્દ્રીય કાયદા પ્રધાન કિરણ રિજિજુ હાલમાં સુપ્રીમ કોર્ટના એક નિર્ણયને લઈ ખુશ જોવા મળી રહ્યા છે. વાત જાણે એમ છે કે, સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ ન્યાયિક સેવાના ખેંચથી પીડાતા એક ઉમેદવારને સહાયકથી પરીક્ષા લખવાની મંજૂરી આપી છે. જેને લઈ આ નિર્ણયની પ્રશંસા કરી કોર્ટના નિર્ણયને આવકારતા કાયદા મંત્રીએ તેને હૃદય સ્પર્શી ગણાવ્યો હતો.

કિરણ રિજિજુએ ટ્વીટ કર્યું કે, CJI DY ચંદ્રચુડ દ્વારા આ હૃદય સ્પર્શી ક્રિયા છે. ઉત્તરાખંડમાં ન્યાયિક સેવા પરીક્ષા માટે આસિસ્ટન્ટની માંગ કરી રહેલા દિવ્યાંગ ઉમેદવારને મોટી રાહત મળી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, લાયક વ્યક્તિને સમયસર ન્યાય મળવો એ ખૂબ જ સંતોષકારક છે.

શું હતો સમગ્ર મામલો ? 
ધનંજય નામના ઉમેદવારે ઉત્તરાખંડમાં સિવિલ જજ માટેની પ્રારંભિક પરીક્ષામાં હાજર રહેવા માટે સહાયકની માંગણી કરી હતી, પરંતુ ઉત્તરાખંડ પબ્લિક સર્વિસ કમિશને 20 એપ્રિલે તેની માંગને ફગાવી દીધી હતી. આ પછી ઉમેદવારે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી અને કહ્યું કે તે લેખકની ખેંચથી પીડિત છે, આ સ્થિતિમાં તેને સહાયક બનાવવાની મંજૂરી આપવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે પરીક્ષા પહેલાં જ આદેશ કર્યો
આ તરફ ઉમેદવારની અરજીની સુનાવણીમાં વિલંબ કર્યા વિના સુપ્રીમ કોર્ટે પરીક્ષા પહેલાં જ આદેશ જાહેર કર્યો છે. સુપ્રીમ કોર્ટે પરીક્ષા પહેલાં જ વચગાળાનો આદેશ પસાર કર્યો અને ઉમેદવારને સહાયક પ્રદાન કરવાનો નિર્દેશ આપ્યો. કારણ કે આ પરીક્ષા 30મી એપ્રિલે યોજાવાની હતી. આ સાથે સુપ્રીમ કોર્ટે ઉત્તરાખંડ પબ્લિક સર્વિસ કમિશનને પણ સવાલ કર્યો હતો કે, તેણે ઉમેદવારની અરજી કેમ ફગાવી દીધી?

શું છે રાઈટર્સ ક્રેમ્પ રોગ ? 
રાઈટર્સ ક્રેમ્પ એક એવો રોગ છે જેમાં લખતી વખતે હાથના સ્નાયુઓમાં ખેંચાણ થવા લાગે છે. જેના કારણે લખવું મુશ્કેલ બની જાય છે. સરળ શબ્દોમાં કહીએ તો આ રોગને કારણે લખતી વખતે હાથમાં જકડાઈ જાય છે. ધનંજયને AIIMS દ્વારા આ સંબંધમાં પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ