બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ માટે લોકોને ડરાવે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Cricket / King Kohli today equaled the record of Sachin Tendulkar who is considered as God of Cricket

અણનમ / કોહલીએ ચાહકોને આપી બર્થ ડે ગિફ્ટ: શતક જડી ક્રિકેટના ભગવાન સચિનના વન-ડે મહારેકોર્ડની કરી બરાબરી, સ્ટેડિયમમાં લોકોએ અદભૂત કર્યું

Kishor

Last Updated: 06:05 PM, 5 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કિંગ કોહલીએ આજે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી જબરદસ્ત સિદ્ધી હાંસલ કરી છે

  • ભારતીય ટીમના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલીએ ઇતિહાસ રચ્યો
  • સદી ફટકારી ભગવાન ગણાતા સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી
  • કહલીએ 49મી સદી ફટકારતા શાનદાર ઉત્સાહનો માહોલ

આજે કોલકત્તાના ઇડન ગાર્ડન ખાતે દક્ષિણ આફ્રિકા અને ભારતીય ટીમ વચ્ચે બળાબળના પારખા થઈ રહ્યા છે. આ ક્રિકેટ મેચ ભારતીય ટીમના ખ્યાતનામ ખેલાડી વિરાટ કોહલીના જીવનમાં સૌથી બેસ્ટ બની ગઈ છે. કારણ કે આજે તેમણે ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેંડુલકરના રેકોર્ડની બરાબરી કરી પોતાના નામે ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી લીધી છે.કોહલીએ ચાહકોને બર્થ ડે ગિફ્ટ પણ આપી છે. કોહલીએ આજે શતક જડી ક્રિકેટના ભગવાન સચિનના વન-ડે મહારેકોર્ડની કરી બરાબરી છે તેઓએ 49મી સદી ફટકારતા શાનદાર ઉત્સાહનો માહોલ છે. 

કોહલીએ 10 ચોગ્ગા મારી સિદ્ધી મેળવી છે. 119 બોલમાં 100 રનની જોરદાર ઇનિંગ્સ રમી કિંગ કોહલીએ તરખાટ મચાવી દીધો છે.જેને લઈને સ્ટેડીયમમાં લોકોએ ઉભા થઈ મોબાઈલની લાઈટો કરી જોરદાર ઉજવણી કરી હતી. વધુમાં દેશ અને દુનિયાભરના ભારતીયો અદ્ભુત ઉજવણી કરી રહ્યા છે. 

શ્રીલંકા સામે સદી ફટકારી
કિંગ કોહલીએ 2008માં આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત કરી હતી. વર્ષ 2008માં શ્રીલંકા સામે ડેબ્યૂ કર્યું હતું. તે વર્ષે 5 મેચ રમવા છતાં તે સદી ફટકારી શક્યો નહોતો. આ પછી વર્ષ 2009માં નવેમ્બર સુધી સદી ફટકારી શક્યો ન હતો.જ્યારે  ડિસેમ્બરમાં શ્રીલંકાની ટીમ ભારતના પ્રવાસે આવી હતી ત્યારે કિંગ કોહલીને આ તક મળી હતી.

પોતાની રમત, ફિટનેસ અને આક્રમક શૈલી માટે પ્રખ્યાત વિરાટ કોહલી ભારતીય ટીમની બેટિંગનો જીવ છે અને તે 2023ના ODI વર્લ્ડ કપમાં સતત પોતાને સાબિત કરી રહ્યા છે. આ સાથે જ વિરાટ કોહલીના નામે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં એક કરતા વધુ રેકોર્ડ પણ નોંધાયેલા છે. છેલ્લા 15 વર્ષમાં તેણે ભારતીય ક્રિકેટ અને ટીમ માટે ઘણું કર્યું છે. ટીમમાં કેપ્ટનશીપનું પદ પણ સંભાળ્યું છે અને એક ભારતીય બેટ્સમેન તરીકે તેણે ક્રિકેટ ચાહકોને એવી ખુશીની ક્ષણો આપી છે જે ક્યારેય ભૂલી શકાય તેમ નથી. 

 

ભારતીય ટીમનો માસ્ટર બલ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી 35 વર્ષનો થઈ ગયો છે. જે દેશનો સૌથી સફળ ખેલાડીઓમાનો એક છે અને તેના નામે અનેક રેકોર્ડ નોંધાઈ ગયા છે. તેણે બોલ સાથે પણ એક અનોખો રેકોર્ડ બનાવેલો છે. તે T20માં એકપણ બોલ ફેંક્યા વિના વિકેટ લેનાર પ્રથમ ખેલાડી છે. તેની T20 કારકિર્દીનો પ્રથમ બોલ વાઈડ હતો અને તેના પર ઈંગ્લેન્ડના કેવિન પીટરસનને સ્ટમ્પ કરવામાં આવ્યો હતો.

 

કોહલીનામે રેકોર્ડ 
1. T20માં સૌથી વધુ રન 4008 બનાવનાર બેટ્સમેન
2. સતત ત્રણ વર્ષમાં 2500થી વધુ રન બનાવનાર એકમાત્ર ખેલાડી (2016,17,18)
3. કોઈપણ એક ટીમ સામે સૌથી વધુ સદી ફટકારનાર બેટ્સમેન (શ્રીલંકા 10)
4. સૌથી વધુ 20 પ્લેયર ઓફ ધ સિરીઝ જીતનાખેલાડી 
5. એક ODI શ્રેણીમાં સૌથી વધુ 558 રન બનાવનાર બેટ્સમેન
6.T20માં સૌથી વધુ 38 અડધી સદી ફટકારનાર ખેલાડી
7.T20માં સૌથી વધુ 15 મેન ઓફ ધ મેચ એવોર્ડ જીતનાર ખેલાડીઓ
8.T20માં એક પણ બોલ ફેંક્યા વિના વિકેટ લેનાર એકમાત્ર ખેલાડી
9. ઓછામાં ઓછી 348 ઇનિંગ્સમાં 50 સદી ફટકારનાર ખેલાડી
10.ODIમાં 26 સદીનો સર્વોચ્ચ સ્કોર
11. એક વર્ષમાં ઓછામાં ઓછી 11 ODIમાં 1000 રન બનાવનાર 
12. કેપ્ટન જેણે ઓછામાં ઓછી 65 ટેસ્ટ ઇનિંગ્સમાં 4000 રન બનાવ્યા
13. એક વર્ષમાં છ ODIમાં સદી ફટકારનાર એકમાત્ર કેપ્ટન
14. હજાર રન બનાવનાર ખેલાડીઓમાં 50થી વધુની એવરેજ ધરાવનાર બેટ્સમેન
15. એક જ ટીમ RCB માટે છ સદી ફટકારનાર ખેલાડી
16. છ સિઝનમાં 500થી વધુ રન બનાવનાર 
17.IPLની એક સિઝનમાં સૌથી વધુ 973 રન બનાવનાર 
18.IPLની એક સિઝનમાં ચાર સદી ફટકારનાર 
19. સૌથી વધુ મેચ જીતનાર (308)
20. સૌથી વધુ 40 ટેસ્ટ મેચ જીતનાર ભારતીય કેપ્ટન
21. ટેસ્ટમાં કેપ્ટન તરીકે સૌથી વધુ સાત બેવડી સદી ફટકારનાર
22.ODIમાં સૌથી ઝડપી 12000 રન બનાવનાર (242 ODI)
23. સૌથી વધુ 68 ટેસ્ટ મેચોમાં ભારતનું નેતૃત્વ કર્યું
24.ODIમાં 66ની સરેરાશ
25. વર્તમાન ખેલાડીઓમાં સૌથી વધુ 78 સદી ફટકારનાર ખેલાડી
26.ODIમાં સૌથી વધુ 150 કેચ ઝડપનાર ભારતીય ફિલ્ડર
27. દેશ માટે 20 પ્લેયર ઓફ ધ સિરીઝ 
28.ODIમાં સૌથી વધુ 58ની એવરેજ ધરાવતો ખેલાડી
29.ODIમાં સૌથી ઝડપી 13 હજાર રન બનાવનાર બેટ્સમેન (267 મેચ)
30.T20માં સૌથી વધુ સાત પ્લેયર ઓફ ધ સિરીઝ ધરાવતા ખેલાડી
31.ICC ODI રેન્કિંગમાં 890 પોઈન્ટ મેળવનાર પ્રથમ ભારતીય બેટ્સમેન
32.ICC ટેસ્ટ રેન્કિંગમાં 922 પોઈન્ટ મેળવનાર ખેલાડી
33. બે દેશો (વેસ્ટ ઈન્ડિઝ-શ્રીલંકા) સામે સતત ત્રણ સદી ફટકારનાર ખેલાડી
34.ODIમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર (205 ઇનિંગ્સમાં)
35. તમામ પ્રકારની T20 (આંતરરાષ્ટ્રીય + IPL)માં 10 હજાર રન બનાવનાર ભારતીય ખેલાડી

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ