બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / kiara sidharth katrina vicky ranveer deepika diwali celebration

મનોરંજન / કિયારા-સિદ્ધાર્થ, કરીના-શૈફ, કેટરિના-વિકી અને આલિયા-રણબીર, બૉલીવુડના ચર્ચિત કપલે કેવી રીતે ઉજવી દિવાળી? દરેકના ફોટોમાં દેખાઈ સાદગી

Arohi

Last Updated: 09:41 AM, 13 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bollywood Diwali 2023: બૉલીવુડના સેલેબ્સે પોતાના અંદાજમાં દિવાળી સેલિબ્રેટ કરી છે. જેની ઝલક તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે.

  • દેશભરમાં દિવાળીના તહેવારની ધૂમધામથી ઉજવણી
  • સેલેબ્સે આ રીતે સેલિબ્રેટ કરી દિવાળી 
  • બૉલીવુડના ચર્ચિત કપલે આ રીતે સેલિબ્રેટ કરી દિવાળી

દિવાળીના તહેવારની દેશભરમાં ધૂમધાથી ઉજવણી કરવામાં આવી રહી છે. એવામાં બૉલીવુડ સેલેબ્સ પણ પાછળ નથી. દરેક સેલેબ્સે પોતાના અંદાજમાં દિવાળી સેલિબ્રેટ કરી છે. જેની ઝલક તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. 

કિયારા-સિદ્ધાર્થ 
કિયારા અને સિદ્ધાર્થની લગ્ન બાદ પહેલા દિવાળી હતી. જેને કપલે દિવાળીમાં પોતાની ફેમિલી સાથે સેલિબ્રેટ કરી. સિદ્ધાર્થ અને કિયારાએ દિવાળી પર ટ્વિનિંગ કરતા વ્હાઈટ આઉટફિટ્સમાં જોવા મળ્યા. 

ફોટોમાં કિયારા કટસ્લીવ વ્હાઈટ સુટ પહેરીને તો સિદ્ધાર્થ કુર્તા પાયજામામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. લાઈટિંગ અને ફ્લાવર ડેકોરેશનની વચ્ચે કિયારા-સિદ્ધાર્થની જોડી કમાલની લાગી રહી હતી. 

દીપિકા-રણવીર
દીપિકા પાદુકોણે પણ સોશિયલ મીડિયા પર પોતાના દિવળી ફોટોઝ શેર કર્યા છે. પહેલા ફોટોમાં એક્ટ્રેસ પોતાના પતિ રણવીર સિંહ સાથે રોમેન્ટિક પોઝ આપતી જોવા મળી રહી છે તો ત્યાં જ બીજા ફોટોમાં કપલ પૂજા કરતા જોવા મળી રહ્યા છે. 

આલિયા-રણબીર 
આલિયા ભટ્ટે પણ ખાસ અંદાજમાં ફેંસને દિવાળી વિશ કરી છે. એક્ટ્રેસે પોતાની દિવાળી પોસ્ટમાં રણબીર કપૂરથી લઈને પોતાની બહેનોની સાથે રાહાની પણ ઝલક બતાવી છે. આલિયાના દિવાળી ફોટોઝ ખૂબ જ ક્યૂટ છે. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

કેટરીના-વિક્કી
કેટરીના કેફ અને વિક્કી કૌશલની દિવાળી પણ પરફેક્ટ રહી છે. કપલ દિવાળી વાળા ફોટોમાં વ્હાઈટ કલરમાં ટ્વિનિંગ કરતા જોવા મળી રહ્યા છે. જ્યાં એક તરફ કેટરીના કેફ વ્હાઈટ ફ્લાવર પ્રિંટ સાડીમાં પતિ વિક્કી કૌશલના હાથમાં હાથ નાખીને જોવા મળી રહી છે. ત્યાં જ વ્હાઈટ સેલ્ફમાં ફૂલો વાળા કૂર્તામાં વિક્કી પણ ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા છે. 

કરીના
કરીના કપૂરે દિવાળી પર પોતાની ફેમિલી સાથેની તસવીર શેર કરી છે. ફોટોમાં સેફ અલી ખાન વ્હાઈટ ધોતી અને બ્લેક કુર્તામાં જોવા મળી રહ્યો છે. ત્યાં જ એક્ટ્રેસે પિંક કલરનો ડ્રેસ પહેર્યો છે. કરીનાના બન્ને દિકરા ધોતીમાં સ્ટાયલિશ લાગી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ