બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Kheda stone pelting: Two civic servants involved in stone pelting on Shivji's ride

ખુલાસો / ખેડા પથ્થરમારો: શિવજીની સવારી પર પથ્થરમારો કરવામાં બે નગરસેવક સંડોવણી, SP ગઢિયાએ કર્યો મોટો ખુલાસો

Vishal Khamar

Last Updated: 09:58 PM, 16 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ખેડાનાં ઠાસરામાં શિવજીની સવારી પર ગઈકાલે પથ્થર મારો થયો હતો. ત્યારે આ બાબતે ખેડા પોલીસ અધિક્ષક દ્વારા જણાવ્યું હતું કે, બંને પક્ષ તરફથી ફરિયાદ કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધી કુલ 11 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે જેમાં 2 નગર સેવક છે. જ્યારે એક નગર સેવકનાં પતિ છે.

  • શિવજીની શોભાયાત્રા પર પથ્થરમારો 
  • SP રાજેશ ગઢિયાનું નિવેદન 
  • બન્ને પક્ષ તરફથી ફરિયાદ કરવામાં આવી

ખેડાનાં ઠાસરામાં શિવજીની શોભાયાત્રમાં થયેલ પથ્થર મારા બાદ ગામમાં અજંપા ભરી સ્થિતિ સર્જાઈ હતી. પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાએ આ બાબતે જણાવ્યું હતું કે, બંન પક્ષ તરફથી ફરિયાદ કરવામાં આવી છે. તેમજ અત્યાર સુધીમાં 11 જેટલા આરોપીઓની ધરપકડ કરાઈ છે.  ત્યારે 11 આરોપીઓમાં 2 નગર સેવકો છે. આ અંગે મદરેસાનાં આગેવાનોની પૂછપરછ કરી હતી. મદરેસામાં ઘણા સમયથી ઈંટોનો ઢગલો પડ્યો હતો. બીજી  એક બે જગ્યાએ નાની મોટી તોડફોડ થઈ હતી. જે લોકોએ તોડફોડ કરી છે. તેમની સામે એક્શન લેવાશે. હાલ ગામમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. 

પથ્થરમારામાં 2 નગરસેવક અને 1 નગરસેવકના પતિની સંડોવણી 
ખેડાનાં ઠાસરામાં થયેલા પથ્થરમારામાં પોલીસ દ્વારા 11 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે પથ્થરમારામાં 2 નગર સેવક અને 1 નગર સેવકનાં પતિની સંડોવણી હોવાનું પણ સામે આવ્યું છે. જેમાં મહંમદ અબરાર રિયાઝુદ્દીન, રૂકમુદ્દીન લીયાકતઅલી સૈયદ નામનાં બે નગર સેવકો સંડોવાયેલા હતો. જ્યારે અન્ય એક આરોપી અશફાકઅલી બેલીમની જેઓની પત્નિ નગર સેવક છે. ગત રોજ શિવજીની શોભાયાત્રા પર પથ્થર મારો કરવામાં આવ્યો હતો.  

નગરપાલિકા દ્વારા માપણી ચાલુ કરવામાં આવી 
શિવજીની યાત્રા પર થયેલા પથ્થરમારાની ઘટનાને પગલે ઠાસરામાં અજંપા ભરી પરિસ્થિતિ છે. ત્યારે ઠાસરા પ્રાંત અધિકારીએ નગર પાલિકાને હંગામી દબાણની માપણી કરાવવા આદેશ આપ્યો છે. જેને લઈ નગર પાલિકા દ્વારા માપણીની કામગીરી શરૂ કરવામાં આવી છે. આપને જણીવીએ કે, થોડાક સમય બાદ બુલડોઝર ફેરવી દબાણ દૂર કરે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે. 

મદરેસાની છત પરથી પથ્થરો મળી આવ્યા
ખેડા જિલ્લાના ઠાસરામાં પથ્થરમારાની ઘટનામાં મોટો ખુલાસો થયો છે. મદરેસાની છત પરથી પથ્થરો મળી આવ્યા છે.  પોલીસ દ્વારા મદરેસાની છત પર જઇને તપાસ કરાઇ હતી. જ્યા પૂર્વયોજિત કાવતરું હતું કે કેમ તેને લઇને તપાસ શરૂ કરાઈ છે. શ્રાવણી અમાસને લઈ ઠાસરામાં શિવજીની સવારી પર પથ્થરમારાની ઘટના બનતા વાતાવરણ તંગ બન્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ