કેરળના સુજાત નામના ખેડૂત ભાઈ પાલકની ખેતીમાં એટલું બધું કમાયા કે આજે તેઓ વૈભવી ગણાય તેવી ઓડી-સેડાન કારમાં હરી ફરી રહ્યાં છે.
કેરળના સુજાત નામના ખેડૂતની ઈન્સ્ટા પર ભારે ચર્ચા
પાલકની ખેતીથી થયા લખપતિ
ઓડી કારમાં જઈને વેચે છે પાલક
કેરળનો સુજાત નામનો યુવા ખેડૂત પાલકની ખેતીમાં લાખોપતિ થઈ ગયો અને મોંઘી ગાડીમાં ફરવા લાગ્યો છે. ઈન્સ્ટાગ્રામ પર સુજાતની ખૂબ ચર્ચા છે સુજીતનો રસ્તાના કિનારે શાકભાજી વેચવા માટે ઓડી એ 4 સેડાનમાં પહોંચ્યો હોવાનો વીડિયો ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો કેરળના યૂથ આઇકોન એવોર્ડ વિજેતા, ખેડૂત અને યૂટ્યૂબર સુજીતનો હોવાનું કહેવાય છે. પોતાના ઈન્સ્ટાગ્રામ પેજ 'વેરાયટી ફાર્મર' પર સુજીતે ઓડી કારમાં શાકભાજી વેચતો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો તે જગ્યાથી શરૂ થાય છે જ્યાં પાલકની ખેતી કરવામાં આવે છે. ત્યારે વીડિયોમાં સુજીત એક ઓડી સેડાનમાંથી નીચે આવતો જોવા મળી રહ્યો છે પછી તેણે નીચે ઉતરીને પછેડી પાથરીને પાલકનો જથ્થો મૂક્યો હતો અને ગ્રાહકોની વાટ જોવા લાગ્યો હતો. સુજાત પાલકની ખેતીમાં જ ખૂબ કમાયો છે અને આજે લાખોપતિ છે અને મોંઘી કારમાં ફરી રહ્યો છે.
10 વર્ષથી કરી રહ્યો છે ખેતીકામ
10 વર્ષથી વધુ સમયથી આ ક્ષેત્રમાં કામ કરી રહેલા સુજીતને કૃષિ ક્ષેત્રે યોગદાન આપવા બદલ રાજ્ય સરકાર તરફથી અનેક એવોર્ડ મળ્યા છે. સુજિતે વિવિધ પાકની ખેતી કરીને ખૂબ જ નાના પાયે શરૂઆત કરી હતી. તેમની સફળતાનું કારણ એ છે તે તેમની ઉપજને વેચવા માટે કોઈ વચેટિયાનો સહારો નથી લેતા પરંતુ સીધા જ ગ્રાહકોને વેચે છે અને બધું કામ જાતે કરે છે. ખેતીને વધુ લોકપ્રિય બનાવવા માટે તે પોતાના યૂટ્યૂબ ચેનલ અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ દ્વારા પોતાના વીડિયો લોકો સાથે શેર કરે છે.
સુજીતે તાજેતરમાં જ ઓડી એ 4 સેડાન કાર ખરીદી
સુજીતે તાજેતરમાં જ ઓડી એ 4 સેડાન કાર ખરીદી હતી. પરંતુ સુજિત પહેલો ખેડૂત નથી કે જેની પાસે લક્ઝરી કાર છે. થોડાં વર્ષો પહેલાં તામિલનાડુના એક ખેડૂતે તદ્દન નવી મર્સિડીઝ બેન્ઝ બી-ક્લાસ એમપીવી ખરીદી હતી, ત્યારે આ ખેડૂતની ખૂબ ચર્ચા થઈ હતી.