બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / kerala to receive heavy rains for few days imd gujarat 20 may
Hiren
Last Updated: 03:54 PM, 21 May 2022
ADVERTISEMENT
અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહ પર પહોંચ્યા બાદ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ કેરળ તરફ આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગે આગામી અઠવાડિયાના મધ્ય સુધી કેરળમાં ચોમાસું શરુ થવાની આગાહી કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, અઠવાડિયાના અંત સુધી કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે સ્થિતિઓ અનુકૂળ બનેલી રહેશે.
3 વર્ષે કેરળમાં વહેલું આવશે ચોમાસું
ADVERTISEMENT
જો આ અઠવાડિયાના અંત સુધી કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાની શરૂઆત થઇ શકે છે, તો હાલના વર્ષોમાં એવું પહેલી વખત થશે. આ પહેલા ચોમાસું 2009માં 23 મેના રોજ કેરળ પહોંચ્યું હતું. આ પહેલા હવામાન વિભાગે 5 દિવસ પહેલા 27 મે સુધી કેરળમાં ચોમાસું પહોંચવાની ભવિષ્યવાણી કરી હતી. સામાન્ય રીતે કેરળમાં 1 જૂને ચોમાસું પહોંચે છે. એટલે 3 વર્ષે કેરળમાં વહેલું ચોમાસું આવશે. ભારે વરસાદની આગાહીના પગલે કેરળના 13 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. આ વર્ષે ચોમાસું કેરળમાં નિયત સમય કરતાં 5 દિવસ વહેલું આવશે.
ગુજરાતમાં પણ જલ્દી આવશે ચોમાસું
ગુજરાતના લોકોને ગરમીથી જલ્દી રાહત મળશે. 13 વર્ષે કેરળમાં વહેલું ચોમાસું હોવાથી ગુજરાતમાં પણ વહેલું ચોમાસું આવશે. જૂનના બીજા સપ્તાહમાં ચોમાસુ દસ્તક આપશે. દેશમાં જૂન મહિનાના પ્રારંભે પ્રિ-મોન્સૂન એક્ટિવ થશે.
ગુજરાતીઓને કાળઝાળ ગરમીમાં મળશે રાહત, અમદાવાદીઓ હજુ ઓરેન્જ અલર્ટ
રાજ્યના હવામાન વિભાગના ડાયરેક્ટર ડો. મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, આગામી 24 કલાક બાદ મહત્તમ તાપમાનના પારામાં 2-3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. આ સાથે આગામી ત્રણ દિવસો સુધીમાં ગુજરાતનું વાતાવરણ મોટાભાગે સૂકું રહેશે અને વરસાદની સંભાવના નથી. આ બાદ તાપમાનમાં આગામી 5 દિવસ સુધી 2-3 ડિગ્રી સુધી ઘટાડો થવાની સંભાવના છે. તેમણે જણાવ્યું કે, પવનની દિશા બદલાતા તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. જો કે, હજુ રાજ્યમાં વરસાદની કોઈ સંભાવના નથી,પરંતુ દક્ષિણ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેવાની સંભાવના છે. અમદાવાદ સહિતના શહેરોમાં છેલ્લા બે દિવસથી હિટવેવની આગાહી જાહેર કરાઈ હતી. જેને લઈને અમદાવાદમાં બે દિવસથી તાપમાનનો પારો 43 ડિગ્રી આસ-પાસ રહેવા પામ્યો છે, આ વચ્ચે આવતીકાલે પણ શહેરમાં હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
ક્યાં રાજ્યમાં ક્યારે આવશે વરસાદ ?
ચોમાસાની ગતિવિધિ સમજો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.