બ્રેકિંગ ન્યુઝ

logo
logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

VTV / આરોગ્ય / Keep this in mind while exercising in the gym, you will never get a heart attack

હેલ્થ ટિપ્સ / જીમમાં એક્સર્સાઇઝ કરતી વેળાએ આટલું ધ્યાનમાં રાખજો, નહીં આવે ક્યારેય હાર્ટ એટેક

Megha

Last Updated: 12:21 PM, 28 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીમમાં કસરત કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવે એવા કિસ્સા જોવા મળે છે, ડૉક્ટરના મતે જીમમાં કસરત સમયે અથવા ડાન્સ કરતી વખતે શરીરમાં ઓક્સિજનની માંગ વધી જાય છે એવા સમયે હાર્ટ અટેક આવે છે.

  • હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે
  • નસોમાં 50 થી 70 ટકા બ્લોકેજ છે એમને હાર્ટ એટેક આવી રહ્યા છે
  • આ બાબતોનું ધ્યાન રાખશો તો હાર્ટ એટેકનો ખતરો ઓછો રહેશે 

દેશ અને દુનિયામાં હાર્ટ એટેકના સતત વધી રહેલા કેસ ચિંતાનો વિષય બની રહ્યા છે. ખાણી-પીણી અને ઝડપથી બદલાતી લાઇફસ્ટાઇલને કારણે હાર્ટ એટેકના દર્દીઓમાં વધારો થયો છે. આજકાલ લોકો હસતા-રમતા આનો શિકાર બની રહ્યા છે. આ અંગે વિવિધ સવાલો ઉઠી રહ્યા છે. તેના કારણોની ચર્ચા થઈ રહી છે. યુવાનો અને વૃદ્ધોના અકાળ મૃત્યુનું મુખ્ય કારણ હાર્ટ એટેક છે. ઘણા લોકો હાર્ટ એટેકને કારણે સ્થળ પર જ મૃત્યુ પામે છે, જ્યારે કેટલાક લોકો હોસ્પિટલમાં લઈ જતી વખતે મૃત્યુ પામે છે અને ઘણા લોકો હોસ્પિટલમાં મૃત્યુ પામે છે. 

નથી કોઈ લક્ષણો કે નથી હોતી કોઈ સમસ્યા, તો અચાનક કેમ આવે છે હાર્ટ એટેક ?  સંશોધનમાં સામે આવ્યા ચોંકાવનારા પરિણામો / atherosclerosis Meaning what is  atherosclerosis ...

હૃદયરોગના હુમલાના કેસોમાં દર વર્ષે 2 ટકાનો વધારો
દર વર્ષે હાર્ટ એટેકથી મૃત્યુ પામનારાઓની સંખ્યા વધી રહી છે. લોકો કહી રહ્યા છે કે કોરોના મહામારીના કારણે યુવાનો પણ હૃદય રોગનો શિકાર બની રહ્યા છે.આ બધા વચ્ચે કાર્ડિયો મેટાબોલિક ઇન્સ્ટિટ્યૂટ દ્વારા સંશોધન દર્શાવે છે કે 2016 થી 2022 સુધીમાં, 20 થી 30 વર્ષની વય જૂથના લોકોમાં હૃદયરોગના હુમલાના કેસોમાં દર વર્ષે 2 ટકાનો વધારો થઈ રહ્યો છે. 

50 થી 70 ટકા બ્લોકેજ છે એમને હાર્ટ એટેક આવી રહ્યા છે
આવા કિસ્સા દરરોજ જોવા મળી રહ્યા છે જેમાં જીમમાં કસરત કરતી વખતે અચાનક હાર્ટ એટેક આવે છે. જેના કારણે ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે. હવે તેની પાછળનું કારણ જણાવતાની સાથે જ ડૉક્ટરો કહે છે કે હાર્ટ એટેકનું કારણ હૃદયની નસોમાં લોહીની ગંઠાઇ જવાને જવાબદાર ગણાવી રહ્યા છે.  ડોકટરોના મતે, જીમમાં જતી વખતે અથવા ડાન્સ કરતી વખતે વ્યક્તિના શરીરમાં ઓક્સિજનની માંગ વધી જાય છે. તે હૃદય પર અસર કરે છે. ઓક્સિજનની માંગમાં વધારો થવાને કારણે, હૃદય ઝડપથી લોહીનું પમ્પ કરવાનું શરૂ કરે છે. નસોમાં લોહીના પુરવઠામાં વધારો થવાને કારણે હૃદય યોગ્ય રીતે કામ કરી શકતું નથી. આ દરમિયાન હૃદય પર અસર થાય છે અને હુમલો આવે છે. જે લોકોને 50 થી 70 ટકા બ્લોકેજ છે એમને હાર્ટ એટેક આવી રહ્યા છે.

Topic | VTV Gujarati

કોરોના પછી જ આ ઘટનાઓ વધી છે 
એ વાત તો ચર્ચાનો વિષય છે કે કોરોના મહામારી બાદથી આવી ઘટનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કોરોનાને કારણે હૃદયની નસોમાં અવરોધ ઊભો થયો છે. જેના કારણે હાર્ટ એટેક આવી રહ્યો છે. આવી સ્થિતિમાં લોકોએ કસરત કે ડાન્સ કરતી વખતે સાવધાન રહેવું પડશે. આ કારણ છે કે જો કોઈ વ્યક્તિ બહારથી એકદમ ફિટ દેખાતી હોય તો પણ તેના હૃદયની નસોમાં બ્લોકેજ હોઈ શકે છે. જે પાછળથી હાર્ટ એટેકનું કારણ બને છે.

જીમમાં કસરત કરતી વખતે આ સાવચેતી રાખો
નોંધનીય છે કે હાર્ટ એટેક કોઈપણ ઉંમરે આવી શકે છે. આવી સ્થિતિમાં લોકોએ આ સમસ્યાને ગંભીરતાથી લેવાની જરૂર છે. લોકોને સમય પહેલા તેમના હૃદયની તપાસ કરાવવાની સલાહ આપવામાં આવે છે. એન્ડિયોગ્રાફી સહિત ઘણા પ્રકારના ટેસ્ટ છે જે હૃદયમાં બ્લોકેજ વિશે માહિતી આપે છે.

VTV Gujarati News and Beyond on Twitter: "BREAKING | પાટણ : ગુજરાતમાં હાર્ટ  એટેકથી વધુ એક મોત, શંખેશ્વરના બોલેરા રોડ પર મહેસાણા દૂધ સાગર ડેરીના ટેમ્પો  ડ્રાઇવરનું ...

આ બાબતોનું ધ્યાન રાખશો તો હાર્ટ એટેકનો ખતરો ઓછો
એટલે કે જો ટેસ્ટમાં બ્લોકેજ જોવા મળે છે તો એ લોકોએ જીમમાં જતી વખતે સાવચેત રહેવું જોઈએ. જો બ્લોકેજ 40 થી 50 ટકા હોય તો પણ ડોક્ટરની સલાહ લો. આવા લોકોએ જીમમાં હેવી વર્કઆઉટ ક્યારેય ન કરવું જોઈએ. આ સાથે જ જો કસરત દરમિયાન અસ્વસ્થતા અનુભવો છો, તો તરત જ વર્કઆઉટ છોડી દો. જો આ બાબતોનું ધ્યાન રાખશો તો હાર્ટ એટેકનો ખતરો ઓછો રહેશે.

Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ